________________
परमज्योतिः पञ्चविंशतिका
ગયાં. પ્રદેશી રાજાને કેશીસ્વામિ મળી ગયા, શય્યભવ બ્રાહ્મણને પ્રભવસ્વામિ મળી ગયા, આમ રાજાને બપ્પભટ્ટસૂરિજી મળી ગયા, વિક્રમરાજાને સિદ્ધસેનદિવાકરસૂરિ મળી ગયા, કુમારપાળ રાજાને કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મળી ગયા. અને એ મહાપુરુષોના પ્રભાવે તેમની જ્યોતિ પણ ઝળહળી ઉઠી. આવા અનેક દૃષ્ટાન્તોથી સિદ્ધ થાય છે કે પરમજ્યોતિના સ્પર્શથી, અન્ય જ્યોતિ આવિર્ભાવ પામે છે.
પ્રશ્ન :- શું દરેક જ્યોતિના આવિર્ભાવમાં પરમજ્યોતિનો સ્પર્શ આવશ્યક છે. કે તેના વિના પણ જ્યોતિનું પ્રાકટ્ય સંભવિત છે ? ઉત્તર :- ના, તે સંભવિત નથી. કદાચ બાહ્યરૂપે એમ લાગે કે કોઈ આત્મા વલ્કલચીરી વગેરેની જેમ સ્વયં બોધ પામ્યો- સ્વયં જ્યોતિર્મય થયો, પણ વાસ્તવમાં તો ત્યાં પણ પરમાત્મસ્વરૂપ પરમજ્યોતિનો પ્રભાવ કારણભૂત છે જ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજા લલિતવિસ્તરામાં ફરમાવે છે
वायं भगवदनुग्रमन्तरेण विचिचहेतुप्रभवत्वेऽपि महानुभाव प्राधान्यात् । भवत्येतदासन्नस्य भगवति बहुमान:, ततो हि सद्देशनायोग्यता, ततः पुनरयं नियोगतः, इत्युभयतत्स्वभावतया तदाधिपत्यसिद्धेः, कारणे कार्योपचारात् धर्मं ददतीति ધર્મ: ।
-
98
-
પરમાત્માના અનુગ્રહ વિના ધર્મ સંભવિત નથી. ભલે અનેક હેતુઓ દ્વારા ધર્મનો ઉદ્ભવ થતો દેખાય, પણ સૌથી મોટો પ્રભાવ પરમાત્માનો જ હોવાથી પરમાત્માની જ પ્રધાનતા છે.
જે જીવ ધર્મપ્રાપ્તિની સમીપ હોય તેને ભગવાન પર બહુમાન જાગે છે, તેનાથી તેનામાં સદેશનાની યોગ્યતા પ્રગટે છે, અને તેનાથી અવશ્યપણે ધર્મનો ઉદ્ભવ થાય છે. માટે તે ઉભયસ્વભાવપણે પરમાત્માનું ધર્મસંબંધિ આધિપત્ય સિદ્ધ થાય છે.
પ્રશ્ન :- ધર્મ એ ક્ષાયિકાદિ ભાવોરૂપ છે. તે ભાવો તો
१६
-પરોપનિષદ્ આત્મપરિણામરૂપ હોવાથી સ્વયં આત્મા જ છે. તેની પ્રાપ્તિ પ્રભુ દ્વારા શી રીતે થઈ શકે ?
ઉત્તર :- તમારી વાત સાચી છે. પણ એ આત્મપરિણામની ઉત્પત્તિમાં પરમાત્મા નિમિત્તકારણ બનતા હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેમને ધર્મદાતા કહેવાય છે.
પ્રશ્ન :- વલ્કલચીરી જેવા દૃષ્ટાન્તોમાં તો દેશના વગેરે હતું જ નહીં. તો ત્યાં પરમાત્મા નિમિત્તકારણ પણ શી રીતે ?
ઉત્તર :- બાહ્ય દૃષ્ટિએ ભલે ત્યાં દેશના વગેરે ન હતું. પણ દેશનાપ્રાપ્તિ, દેશનાશ્રવણ આદિની વિશિષ્ટ યોગ્યતા ત્યાં પણ હાજર હતી. પરમાત્મા પ્રત્યેનો બહુમાનભાવ પણ જાગૃત હતો. સમ્યક્ત્વ કે ચારિત્રનો પરિણામ પણ જિનાજ્ઞાના બહુમાનરૂપ હોવાથી, વલ્કલચીરી આદિને પણ પરમાત્મા પ્રત્યેનો બહુમાન હતો જ એમ નિશ્ચિત થાય છે.
આ રીતે પરમ જ્યોતિના સ્પર્શથી અન્ય જ્યોતિ પ્રગટ થાય છે એવું નિરપવાદરૂપે સિદ્ધ થાય છે. આ પરમ જ્યોતિ લક્ષ્ય રૂપે ન રહે એ જ પતન છે અને એ લક્ષ્યરૂપે હોય એ જ ઉત્થાન છે. એ સમજાવતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે
पश्यन्न परमं ज्योति - विवेकाद्रेः पतत्यद्यः ।
परमं ज्योतिरन्विच्छन्नाविवेके निमज्जति ||७||
જે પરમ જ્યોતિના દર્શન કરતો નથી એ વિવેકગિરિથી નીચે પડી જાય છે. જે પરમ જ્યોતિનું અવલોકન કરે છે, એ અવિવેકમાં નિમગ્ન થતો નથી.
વ્યક્તિને ધનાર્જનની લગની લાગે છે. ત્યારે તે ઠંડી, ગરમી, ભૂખ, તરસ, અનુકૂળતા, પ્રતિકૂળતા કશું જ ગણકારતી નથી. તેની દૃષ્ટિમાં સતત ધન રમણ કરે છે. અથાગ પરિશ્રમ કરવા છતાં પણ