________________
परमज्योतिः पञ्चविंशतिका
– 93 વળી એ પરમજ્યોતિ નિરપેક્ષ છે. આત્મામાંથી સાક્ષાત્ સહજ ફરાયમાન થાય છે. તેને કોઈની અપેક્ષા નથી. કોઈની પરાધીનતા નથી. તેથી જ તે અતીન્દ્રિય છે. કેટલાંકના મતે જ્યાં સુધી શરીર વગેરે હાજર હોય, ત્યાં સુધી પરમ જ્યોતિ પ્રકાશમાન થઈ શકતી નથી. તેમના મતનો નિરાસ કરતા કહે છે -
कर्मनोकर्मभावेषु, 'जागरूकेष्वपि प्रभुः । तमसानावृतः साक्षी, स्फुरति ज्योतिषा स्वयम् ।।५।।
કર્મ-નોકર્મભાવો જાગૃત હોવા છતા પણ અંધકારથી અનાવૃત, સાક્ષી એવો પ્રભુ સ્વયં જ્યોતિથી સ્કુરાયમાન થાય છે.
કર્મ એટલે જ્ઞાનાવરણીયાદિ અને નોકર્મ એટલે ઔદારિકાદિ શરીર, આ ભાવો જાગૃત હોય એટલે કે હજી આત્મપ્રદેશો સાથે સંબદ્ધ હોય તે સમયે છદ્મસ્થ અવસ્થામાં પણ પરમ જ્યોતિ પોતાનો પ્રભાવ બતાવે છે. જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, આમષષધિ વગેરે લબ્ધિઓ, અણિમાદિ સિદ્ધિઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. પ્રભુ એટલે કે આત્મા તે તે અંશે અજ્ઞાનાદિ કર્મોદયજનિત ભાવોથી મુક્ત થાય છે. સાક્ષાત્ રૂપે જ્ઞાનાદિ ગુણોનો અનુભવ કરે છે.
‘પ્રભુ” તરીકે આત્માનો જે ઉલ્લેખ કર્યો છે, તેમાં ગર્ભિત તાત્પર્ય એવું છે કે આત્મા સ્વયં પ્રભુતા ધરાવે છે, સહજ સામર્થ્યનો
સ્વામિ છે. હા, કર્મ તેમાં પ્રતિબંધક બને છે, પણ આત્મશક્તિને પૂર્ણપણે પ્રતિબદ્ધ કરવા કર્મ પણ સમર્થ નથી.
હજી નીચે ઉતરીને જોઈએ તો જીવમાત્રમાં ૮ આત્મપ્રદેશ તો સદાને માટે સર્વ કર્મોથી મુક્ત જ હોય છે. તેને આગૃત કરવા, એ કર્મોના ગજાના બહારની વાત છે. નિગોદના જીવોને પણ અક્ષરનો
૧૪
પરમોપનિષદ્ર અનંતમો ભાગ તો સદા અનાવૃત જ હોય છે. એ રીતે પણ અનાવૃતપણાની સિદ્ધિ થઈ શકે છે.
બીજી દષ્ટિએ જોઈએ તો કર્મ-નોકર્મભાવો જાગૃત હોય તો પણ આત્મા સદા માટે પરમ જ્યોતિ સ્વરૂપ જ રહેવાનો છે. તેનું ચૈતન્ય સદા ય ઘબકતું જ રહેવાનું છે. ચેતન કદી પણ અચેતન બનવાનો નથી. જીવ કદી પણ જડ બનવાનો નથી. આ રીતે પણ સર્વ અવસ્થામાં પરમજ્યોતિના અસ્તિત્વની સિદ્ધિ થઈ શકે છે.
કેવળજ્ઞાનના આવિર્ભાવસ્વરૂપ પરમજ્યોતિ પણ કર્મ-નોકર્મા સદ્ભાવમાં ઘટી શકે છે. કારણ કે વેદનીયાદિ અઘાતિ કર્મો અને દારિકાદિ શરીર ભવસ્થ કેવલીમાં વિધમાન હોય છે.
કેવળજ્ઞાનરૂપી દીપક અનેક દીપકોને પ્રગટાવે છે, એ જણાવતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે –
परमज्योतिषः स्पर्शा - दपरं ज्योतिरेधते । यथा सूर्यकरस्पर्शात्, सूर्यकान्तस्थितोऽनलः ।।६।।
પરમ જ્યોતિના સ્પર્શથી અન્ય જ્યોતિ પ્રગટ થાય છે, જેમ કે સૂર્યના કિરણોના સ્પર્શથી સૂર્યકાનમાં રહેલા અગ્નિ પ્રગટ થાય છે.
અગ્નિને પ્રગટ કરવાની યોગ્યતા સૂર્યકાન્ત મણિમાં રહેલી જ છે. તેને સૂર્યકિરણરૂપી સહકારી કારણ મળે છે અને અગ્નિ ઉત્પન્ન થયા વિના રહેતો નથી.
આ જ દૃષ્ટાન્તને ધ્યાનમાં લઈને વિચાર કરીએ તો જે પુણ્યાત્મામાં પરમ જ્યોતિનો આવિર્ભાવ થયો છે - દેશથી કે સર્વથી આત્મગુણોનું પ્રાકટ્ય થયું છે, તે પુણ્યાત્માના પ્રભાવે અન્ય જીવોમાં પણ જ્યોતિ ઝળહળી ઉઠે છે. જેમ કે ઈન્દ્રભૂતિ આદિ ગણધરોને પ્રભુ વીરસ્વરૂપ પરમજ્યોતિ મળી અને તેઓ પણ જ્યોતિસ્વરૂપ બની
૧. ‘- ના...
|