________________
परमज्योतिः पञ्चविंशतिका છે. તેમ પરમજ્યોતિ રાગાદિના નિમિત્તોની વચ્ચે પણ નિરંજન રહે છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં બીજા કોઈનો અવકાશ રહેતો નથી. આ જ વાસ્તવિકતાનું નિરૂપણ કરતા પરદર્શનીઓએ કહ્યું છે –
परं ज्योतिः स्वप्रकाशमयो ब्रह्मानन्दमयो नित्यो निर्विकल्पो निरञ्जनो निराख्यातः शुद्धो देव एको नारायणः, न द्वितीयोऽस्ति कश्चित् ।। ત્રિપમૂતિમહાનારાયગોપનિષદ્ - ૨/૮)
આ જ્યોતિ અન્ય જ્યોતિઓ કરતાં ઉત્કૃષ્ટ હોય, તો જ તેને પરમ જ્યોતિ કહી શકાય, તેથી તેની ઉત્કૃષ્ટતાને પૂરવાર કરે છે -
दीपादि पुद्गलापेक्षं, समलं ज्योतिरक्षजम् । निर्मलं केवलं ज्योति - निरपेक्षमतीन्द्रियम् ।।४।।
દીપક વગેરે જ્યોતિ પુદ્ગલસાપેક્ષ છે, ઈન્દ્રિયજનિત જ્યોતિ મલિન છે, જ્યારે કેવલ જ્યોતિ નિરપેક્ષ, અતીન્દ્રિય અને નિર્મળ છે..
દીવામાં જ્યોતિ છે, કબૂલ, એ જ્યોતિ પ્રકાશ રેલાવે છે, કબૂલ, પણ એ જ્યોતિ પરાધીન છે, તેને તેલ, વાટ વગેરેની સાપેક્ષતા છે - સાકાંક્ષતા છે. વિશ્વમાં જે વસ્તુ સાપેક્ષ હોય છે, તેની આવરદા લાંબી નથી, મોડા-વહેલા પણ અપેક્ષા તૂટે છે. જેની પાસેથી અપેક્ષા હોય છે, જે આધાર હોય છે, એ સ્વંય નિરાધાર બની જાય છે. અને તેનો આધાર રાખનાર હતા - ન હતા થઈ જાય છે.
દીવાની જ્યોતિ તેલ વગેરેને સાપેક્ષ છે, એટલે તેલ ખૂટતા એ જ્યોતિનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે.
આખ્યત્તર જ્યોતિનો વિચાર કરીએ તો ઈન્દ્રિયોથી થતું જ્ઞાન એ પણ એક પ્રકાશ છે - જ્યોતિ છે. પણ એ જ્યોતિ મલયુક્ત છે - મલિન છે. ઈન્દ્રિયોની શક્તિ સીમિત છે, એમાં ભ્રાન્તિનો પૂરો
-પરમોપનિષદ અવકાશ છે, ઈન્દ્રિયોથી થતા જ્ઞાનમાં સંશય (શંકા) રહે છે, કે મેં આ જોયું તો હતું, પણ મને દેખાયું તેવું જ હતું કે કાંઈ જુદું હતું ? કેટલીક વાર વિપર્યય થાય છે. ઈન્દ્રિયો દ્વારા જે નિશ્ચય કર્યો હોય, તેનાથી વિપરીત વાસ્તવિકતા હોય, જેમ કે સામે ઊભેલો ઘોડો જ છે એવો નિશ્ચય કર્યા બાદ નજીક જઈને જોતા ખ્યાલ આવે કે આ તો ગધેડો છે. ક્યારેક અનધ્યવસાય થાય છે. અર્થાત્ કાંઈક છે. એટલો જ ખ્યાલ આવે અથવા કાંઈ ખ્યાલ જ ન આવે, વસ્તસ્વરૂપનો નિશ્ચય જ ન થાય, જેમ કે સ્પર્શેન્દ્રિય દ્વારા મને કોઈક વસ્તુનો સ્પર્શ થયો આટલું જણાય, પણ તેનાથી વધુ કોઈ જ્ઞાન ન થાય, તે સમયે અનધ્યવસાય દશા કહેવાય.
અહીં ઈન્દ્રિયજનિત જ્યોતિનું ઉદાહરણ આપ્યું તેનાથી બીજી પણ જ્યોતિ સમજી શકાય, જેમ કે અનુમાન વગેરેથી થતું જ્ઞાન. ગમે તેટલી ચોકસાઈ રાખીને પ્રયત્નપૂર્વક આ જ્ઞાન કરવામાં આવે, તો પણ તેમાં દોષની પૂરી શક્યતા રહે છે. વાક્યપદીય નામના ગ્રંથમાં કહ્યું છે –
यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यै-रन्यथैवोपपाद्यते ।।१-३४।।
કુશળ અનુમાતાઓ પ્રયત્નપૂર્વક પણ જે અર્થનું અનુમાન કરે, તે અર્થને તેમનાથી અધિક વિદ્વાનો બીજી જ રીતે સંગત કરી દેખાડે છે. અર્થાત્ પૂર્વે કરેલા અનુમાનને તત્ર વિપરીત પૂરવાર કરી આપે છે. વાસ્તવમાં તો અનુમાનાદિ પણ પ્રત્યક્ષપૂર્વક છે માટે પ્રત્યક્ષમાં જ વિપર્યાનો સંભવ હોવાથી અનુમાનાદિમાં પણ વિપર્યાસની શક્યતા છે જ. આ રીતે પ્રત્યક્ષાદિથી જ્ઞાન સમલ છે. સંશયાદિસ્વરૂપ મલિનતા ધરાવે છે. માત્ર કેવળજ્ઞાનરૂપી જ્યોતિ એવી છે કે જે પૂર્ણપણે નિર્મળ છે. તેમાં સંશયાદિની મલિનતા નથી. એ પરમજ્યોતિ વડે જે જ્ઞાન કરાય એ વિકાળાબાધિત હોય છે. એમાં લેશ પણ ફેરફારનો અવકાશ નથી.