________________
9o
परमज्योतिः पञ्चविंशतिका -
ઉત્તર :- ના, લોકમાં પણ એવું જોવાયું છે કે શસ્ત્રનું વારણ શરૂથી જ થાય છે, મલથી જ મલનું ક્ષાલન થાય છે, વિષથી જ વિષ શમી જાય છે અને શત્રુથી જ શત્રુ હણાય છે. જુઓ પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જ સાંભળો –
तेनादौ शोधयेच्चित्तं, सद्विकल्पैतादिभिः । यत्कामादिविकाराणां, प्रतिसङ्ख्याननाश्यता ।। विकल्परूपा मायेयं, विकल्पेनैव नाश्यते । अवस्थान्तरभेदेन, तथा चोक्तं परैरपि ।। अविद्ययैवोत्तमया, स्वात्मनाशोधमोत्थया । विद्या सम्प्राप्यते राम !, सर्वदोषापहारिणी ।। शाम्यति ह्यस्त्रमस्त्रेण, मलेन क्षाल्यते मलः । शमं विषं विषेणैति, रिपुणा हन्यते रिपुः ।।
(મધ્યાત્મોપનિષત્ ૨/૬-૪, પરદર્શનીનું વચન મહોપનિષદ્ ૫-૧૦૯ માં છે.) અને પછી તો જેમ અગ્નિ ઈંધણને બાળીને ઈંધણ બળી જતાં પોતે પણ નાશ પામે છે. એમ પ્રશસ્ત વિકલ્પો અપ્રશસ્ત વિકલ્પોનો નાશ કરીને પોતે પણ નષ્ટ થઈ જાય છે. અને અંતે એ દશાનો સહજ પ્રાદુર્ભાવ થાય છે કે જ્યાં આ ધ્યાન - આ ધ્યેય - આ ધ્યાતા અને આ તેનું ફળ- આવા વિકલ્પોનો પણ અવકાશ રહેતો નથી. એ નિર્વિકલ્પ દશાની ઉત્કૃષ્ટ કક્ષાએ બિરાજમાન પરમ જ્યોતિને પ્રણામ કરતાં કહેવાયું છે –
इदं ध्यानमिदं ध्येय - मयं ध्याता फलं च तत् ।। एभिर्विकल्पजालैर्य - निर्मुक्तं तन्नमाम्यहम् ।। नियमसारवृत्ति: १९३।।
કોઈ એવું માને છે કે આ દશામાં અદ્વૈતની ભાવના ભાવવાની હોય છે. પણ આ પણ એક ભ્રમણા છે. દ્વૈત કે અદ્વૈતનો વિચાર એ પણ સવિકલ્પ અવસ્થા છે. નિર્વિકલ્પ સમાધિમાં તો જ્ઞાનાનન્દની
-પરમોપનિષદ અનુભૂતિ સિવાય બીજું કશું જ હોતું નથી. માટે જ કહ્યું છે -
निर्विकल्पे समाधौ यो, नित्यं तिष्ठति चिन्मये ।। द्वैताद्वैतविनिर्मुक्त-मात्मानं तं नमाम्यहम् ।। नियमसारवृत्तिः २०१।।
હા, મારે અપ્રશસ્ત વિકલ્પોને છોડવા છે, જ્ઞાનાનન્દમાં મગ્ન થવું છે, આવી ભાવના-તમન્ના અને તેને અનુરૂપ પ્રયત્ન નિર્વિકલા દશાની પ્રાપ્તિ જરૂર કરાવી શકે, જેમ કે કહ્યું છે, अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः,
सहजपरमचिच्चिन्तामणिनित्यशुद्धः । निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः,
किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः ।। તથા પરમ જ્યોતિ નિરામય છે. આમય એટલે રોગ. રોગ બે પ્રકારના છે, (૧) દ્રવ્ય (૨) ભાવ. પરમજ્યોતિ અરૂપી-અશરીરી હોવાથી તેમાં દ્રવ્યરોગ નથી અને રાગાદિ રહિત હોવાથી ભાવ રોગ પણ નથી.
આત્માના આંતરસ્વરૂપનો વિચાર કરીએ તો માત્ર આ નિરામય પરમ જ્યોતિ જ છે. બાકીનું બધું જ બાહ્ય છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાની એક અમર કૃતિ છે યોગદૃષ્ટિસમુચ્ચય, તેમાં કહ્યું છે -
अबाह्य केवलं ज्योति - निराबाधमनामयम् । અત્ર તત્ ા તત્ત્વ, શેષ: પુનરુપનવ: II૭ll
કોઈ પણ જાતની આબાધાથી રહિત સર્વથા નીરોગી એવી જ્યોતિ જ અબાહ્ય છે. તે જ અહીં પરમ તત્વ છે, બાકીનું બધું જ ઉપપ્લવ છે.
તથા એ જ્યોતિ નિરુપાધિ છે. ઉપાધિનું સ્વરૂપ આપણે પ્રથમ શ્લોકની ટીકામાં જોઈ ગયા.
તથા પરમ જ્યોતિ નિરંજન હોય છે. રાગ-દ્વેષના લેપથી વિમુક્ત હોય છે. જેમ પુષ્કરપત્ર પાણીના સાહ્નિધ્યમાં પણ નિર્લેપ રહે