________________
परमज्योतिः पञ्चविंशतिका તેનાથી ભિન્ન છું. હું જ્ઞાનમાત્ર છું. હું પરમજ્યોતિસ્વરૂ૫ છું. આ એક શુદ્ધ વિકલ્પ છે, કે જે નિર્વિકલ સમાધિને જન્મ આપે છે.
પરમજ્યોતિની આ જ નિર્વિકલ્પતાને ઉપાધ્યાયજી મહારાજે ધર્મપરીક્ષા નામના ગ્રંથમાં વર્ણવી છે -
जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे व वियप्पा तया हुंति ।। का अरती आणंदे के व त्ति वियपणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियपा पुग्गलसंजोगजा कत्तो ? ।। अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोऽहं । सुद्धो एस वियप्पो, अविअप्पसमाहिसंजणगो ।।९७-९९।।
અન્યત્વ ભાવનાનો આ વિકલા શુદ્ધ આત્મ તત્વને પામવાનો રામબાણ ઉપાય છે. આ જ વિકલ્પ પછી ‘સ્પર્શ'- સંવેદનમાં પરિણમે છે અને એ સંવેદનમાં તો ‘અભ્ય’ માત્ર નિવૃત થઈ જાય છે. સમગ્ર વિશ્વ પરમજ્યોતિમય ભાસે છે. અને સમતા સોળે કળાએ ખીલી ઉઠે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે એક અદ્ભુત ગ્રંથ રચ્યો છે, જેનું નામ છે અધ્યાત્મોપનિષદ્, તેમાં આ જ વાત કરતા તેઓ કહે છે –
शुद्धात्मतत्त्वप्रगुणा विमर्शाः, स्पर्शाख्यसंवेदनमादधानाः । यदान्यबुद्धिं विनिवर्तयन्ति, तदा समत्वं प्रथतेऽवशिष्टम् ।।७।।
પ્રશ્ન :- તમારી વાતો તો મજાની છે. આમાં નથી કેરીનો રસ છોડવાનો કે નથી દેવ-ગુરુની ભક્તિ કરવાની. આ પરમજ્યોતિ તો એશ-આરામ અને જલસાબાજીમાં પણ મળી શકે, બસ... નિર્વિકલ્પતા રાખવાની, બરાબર ને ?
ઉત્તર :- ના, વિષયત્યાગ-દેવગુરુભક્તિ-સામાયિક-પૌષધ-વ્યથાશક્તિ વિરતિ આદિ ગુણોના વિશિષ્ટ અભ્યાસથી જેનું જ્ઞાન અત્યંત પરિપક્વ થયું હોય, તે જ નિર્વિકલ્પ દશાને યોગ્ય છે. માટે વિષયત્યાગાદિ તો પાયાની આવશ્યકતા છે. માટે જ અયોગ્યને
પરમોપનિષદ્ર નિર્વિકલપક સમાધિનો ઉપદેશ આપવાનો પણ નિષેધ કરાયો છે.
જૈનેતર વિદ્વાનોએ પણ કહ્યું છે કે જેને ઉપશમ, ઈન્દ્રિયદમન આદિની શિક્ષા મળી છે, પછી જ એને ‘સર્વમ્ બ્રહ્મ” ઈત્યાદિ ઉપદેશ આપવો. જે આ વિધિની દરકાર કરતા નથી એ અજ્ઞાની જીવને વિપતિપત્તિ કરાવવા દ્વારા મહાનરકમાં ઘકેલે છે. આ જ વાત કરતા પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે -
अत्यन्तपक्वबोधाय, समाधिनिर्विकल्पकः । वाच्योऽयं नार्धविज्ञस्य, तथा चोक्तं परैरपि ।। आदौ शमदमप्रायै - र्गुणैः शिष्यं प्रबोधयेत् । पश्चात् सर्वमिदं ब्रह्म, शुद्धस्त्वमिति बोधयेत् । अज्ञस्यार्धप्रबुद्धस्य, सर्वं ब्रह्मेति यो वदेत् । महानरकजालेषु, स तेन विनियोजितः ।।
(અધ્યાત્મપનિષત્ ૨/૪૮-e) (જૈનેતરોનું વચન મહોપનિષદ્ નામના ગ્રંથમાં છે.)
માટે સૌ પ્રથમ વ્રત-નિયમ વગેરે શુભ વિકલ્પોથી ચિત્તની શુદ્ધિ કરવી જોઈએ, કારણ કે દોષોનો નાશ તેના પ્રતિપક્ષી ગુણથી જ થઈ શકે છે.
પ્રશ્ન :- પણ આપણે તો નિર્વિકલ્પ દશામાં જવું છે ને ? તો પછી વિકલ્પોનું શું કામ છે ?
ઉત્તર :- નિર્વિકલ્પ દશામાં જવા માટે વિકલ્પોનો નાશ કરવો જરૂરી છે, અને એ નાશ પણ પ્રશસ્ત વિકલ્પોથી જ શક્ય છે. માટે જ પરદર્શનીઓએ પણ કહ્યું છે કે, ઉત્તમ એવી અવિધાથી જ વિધાની પ્રાપ્તિ થાય છે. પછી તો વિઘા જ સર્વ દોષોને દૂર કરી દે છે અને અવિધા તો સ્વયં નષ્ટ થઈ જાય છે.
પ્રશ્ન :- પણ જેનો નાશ કરવો છે, એ જ ઉપાદેય શી રીતે બને ? તમારી વાતો અલૌકિક નથી ?