________________
૨૨
परमज्योतिः पञ्चविंशतिका - છે. અંઘકારનું ઉલ્લંઘન તો કદાચ નાનકડા દીવડાથી પણ સંભવિત છે. જ્યારે પ્રકાશનો અતિક્રમ કરવો, એ સૂર્ય વિના બીજા કોઈના પણ ગજાની બહારની વાત છે. પણ પરમજ્યોતિ તો સૂર્યથી પણ અતિશાયિની છે. પૂ. સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજા પરમજ્યોતિની સ્તુતિ કરતા કહે છે -
कुलिशेन सहस्रलोचनः, सविता चांशसहस्रलोचनः । न विदारयितुं यदीश्वरो, जगतस्तद् भवता हतं तमः ।।
(સિદ્ધસેની કૂત્રશિક્ષિત ૪-૩) ઈન્દ્ર પોતાના દેદીપ્યમાન વજથી જે અંધકારને દૂર કરવા સમર્થ નથી, સૂર્ય પોતાના હજાર કિરણોરૂપી આંખોથી પણ જે અંધકારને પરાસ્ત કરવા અસમર્થ છે, વિશ્વનો તે અંધકાર આપે દૂર કર્યો છે.
સમગ્ર વિશ્વમાં અજવાળા પાથરનારી તે પરમ જ્યોતિને નમસ્કાર થાઓ. ભગવદ્ગીતામાં પરમજ્યોતિનું વર્ણન કરતાં કહ્યું છે -
ज्योतिषामपि यज्ज्योतिः ।।१३-१८॥
જ્યોતિઓની પણ જે જ્યોતિ છે.
પરમજ્યોતિનો કેવો મહિમા- શ્રીકૃષ્ણની સ્તુતિ કરતાં કો'ક ભક્ત કહ્યું છે - “કોટિ આભૂષણનું એ ભૂષણ.’ કરોડો આભૂષણો શ્રીકૃષ્ણને પહેરાવવામાં આવે, અને એ આભૂષણો માટે શ્રીકૃષ્ણ સ્વયં આભૂષણ બની જાય. શ્રીકૃષ્ણથી એ આભૂષણો શોભાયમાન થાય. છે ને મજાની વાત ! જ્યોતિઓને પણ અજવાળતી ઓ પરમ જ્યોતિ ! તને લાખ લાખ નમસ્કાર છે.
કદાચ કોઈને એવો પ્રશ્ન થાય, કે પરમ જ્યોતિ તો સિદ્ધાવસ્થામાં અથવા બહુ બહુ તો કેવલી અવસ્થામાં આવી શકે. અત્યારે એની ચર્ચાથી શું લાભ ? આ તો ઘણી ઉપરની ભૂમિકાની વાત છે. તો તેને પ્રતિબોધ કરતાં અહીં કહે છે -
-પરમોપનિષદ્ ज्ञानदर्शनसम्यक्त्व-चारित्रसुखवीर्यभूः। परमात्मप्रकाशो मे, सर्वोत्तमकलामयः ।।९।।
જ્ઞાન, દર્શન, સમ્યક્ત, ચાસ્ટિ, સુખ અને વીર્યની ભૂમિકા, સર્વોતમ કલામય એવો મારો પરમાત્માકાશ છે.
ચિત્રના નિર્માણ પૂર્વે તેની ભૂમિકાનું નિર્માણ આવશ્યક હોય છે. કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ તેના આઘારને સાપેક્ષ હોય છે. મૂળ વિનાનું વૃક્ષ અસંભવિત છે. તે જ રીતે જ્ઞાનાદિ ગુણોની પૃષ્ઠભૂમિ હોવી જરૂરી છે. આ ભૂમિ એટલે જ પરમજ્યોતિ.
આશય એ છે કે પરમજ્યોતિ પ્રકૃષ્ટ કક્ષામાં જ હોય છે એવું નથી. પરમજ્યોતિ અધ્યાત્મવિશ્વનું પ્રાણભૂત તત્વ છે. એના ચમકારાનો સ્પર્શ થયા વિના સાધાનાજગતમાં પ્રવેશ મળવો પણ શક્ય નથી. યોગબિંદુ ગ્રન્થમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજા ફરમાવે છે –
भिन्नग्रन्थेस्तु यत्यायो, मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह, योगो योगो हि भावतः ।।२०३।।
જેને ગ્રન્થિભેદ થયો છે, તેનું ચિત પ્રાય મોક્ષમાં હોય છે અને માત્ર શરીર જ સંસારમાં હોય છે. તેથી તેની સર્વ પ્રવૃત્તિ નિશ્ચયથી તો યોગ જ બની જાય છે.
આ છે પરમ જ્યોતિનો પ્રગટ પ્રભાવ - ચારિત્રી પણ જઘન્યથી વૈમાનિક દેવલોકમાં જાય છે, તો સમ્યકત્વી પણ જઘન્યથી વૈમાનિક દેવલોકમાં જાય છે. પરમ જ્યોતિની હાજરીમાં વૈમાનિકથી નિમ્ન ગતિ સંભવિત જ નથી. એ પરમ જ્યોતિનું એક ગંભીર વિશેષણ અહીં કહ્યું છે તે છે - સર્વોત્તમકલામય. કલાના બે અર્થ થાય છે - (૧) સંગીતાદિ કળા (૨) અંશ. ગૌતમ કુલકમાં કહ્યું છે -
મળા ના થHવારના ના ધર્મકળા બાકીની બધી કળાને જીતી લે છે. સ્ત્રી-પુરુષોની ૬૪ અને ૭૨ કળાઓના પારગામી પણ