________________
परमज्योतिः पञ्चविंशतिका
99 પ્રકરણની રચના કરી છે, જેનું નામ છે સામાચારી. તેમાં તેઓશ્રી જણાવે છે કે – ___मोक्षोपायेच्छाऽविच्छेदेन हि प्रवृत्त्यविच्छेदः, तदविच्छेदश्च मोक्षेच्छाऽविच्छेदात्, तदविच्छेदश्च प्रतिकूलेच्छाप्रमादपरिहारश्च विवेकात्, विवेकश्च नैरन्तर्येण भगवद्वचनपरिभावनम् ।
तच्च क्षयोपशमविशेषप्रगुणीकृतशक्तेमहाशयस्यैव कस्यचिद् गोष्पदीकृतभवजलधेरेव जन्तोः सम्भवति ।।६३- वृत्तिः ।। સાધના અવિચ્છિન્ન બને છે,
કારણ કે મોક્ષના ઉપાયની ઈચ્છા અવિચ્છિન્ન છે. મોક્ષોપાયની ઈચ્છા અવિચ્છિન્ન બને છે,
કારણ કે મોક્ષની ઈચ્છા અવિચ્છિન્ન છે. મોક્ષની ઈચ્છા અવિચ્છિન્ન છે, કારણ કે સાંસારિક ઈચ્છાથી તેનો પ્રતિબંધ
નથી થયો અને અપ્રમાદ વિદ્યમાન છે. સાંસારિક ઈચ્છા અને પ્રમાદનો પરિહાર થયો છે,
કારણ કે વિવેક જાગૃત છે. અને વિવેક જાગૃત છે,
કારણ કે નિરંતર પ્રભુવચનનું પરિભાવન કરાય છે. અને પ્રભુવયનનું નિરંતર પરિભાવન તો તે જ કરી શકે, કે જેને ક્ષયોપશમવિશેષથી આધ્યાત્મિક શક્તિનો વિકાસ થયો છે, જેનું હૃદય વિશાળ હોય - ક્ષુદ્ર ન હોય અને જેણે ભવસાગરને ગોષ્પદ (ગાયના પગલા) જેવો કરી દીધો હોય.
પરમ જ્યોતિની ઝંખના એટલે જ મોક્ષની ઈચ્છા. આ ઝંખના સાધનાના થનગનતા ઉલ્લાસથી વ્યક્ત થાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ સામાચાર પ્રકરણમાં આગળ ફરમાવે છે –
छुहियस्स जहा खणमवि विच्छिज्जइ णेव भोअणे इच्छा ।
-પરમોપનિષદ્ર કે एवं मोक्खट्ठीणं छिज्जइ इच्छा ण कज्जम्मि ।।६५।।
જેમ ક્ષધાથી પીડિત વ્યક્તિને એક ક્ષણ માટે પણ ભોજનની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી, તેમ મોક્ષના અર્થીઓને સાધનાની ઈચ્છાનો વિચ્છેદ થતો નથી.
આ રીતે પરમ જ્યોતિની પિપાસા સાધનાભિલાષને સતત જીવંત રાખે છે. ભવતૃણા અને પ્રમાદનો નાશ કરતો વિવેક તેનાથી જાગૃત થાય છે.
પરમજ્યોતિના પ્રભાવે ઉદ્ભવ પામતો વિવેક જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે શરીર અને આત્માના ભેદભાવનો સાક્ષાત્કાર થાય છે. વિષયાનુભવથી શૂન્ય બની જવાની અદ્ભુત સાધનો આંત્મસાત્ થાય છે. આવી પરમપ્રભાવી પરમ જ્યોતિને પૂ. ઉપાધ્યાયજી મહારાજ નમસ્કાર કરતા કહે છે –
तस्मै विश्वप्रकाशाय, परमज्योतिषे नमः । केवलं नैव तमसः, प्रकाशादपि यत्परम् ।।८।।
વિશ્વપ્રકાશક એવી તે પરમ જ્યોતિને નમસ્કાર થાઓ, કે જે માત્ર અંધકારથી જ નહીં, પણ પ્રકાશથી પણ અતીત છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે રચેલ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રમાં એક સૂક્તિ છે -
उदिते हि सहस्रांशी, न तेजांसि तमांसि च ।
સૂર્યનો ઉદય થાય પછી અંઘકારો તો નથી જ રહેતા, પ્રકાશકો પણ અદૃશ્ય થઈ જાય છે. ટગમગતા તારલાઓ દષ્ટિને અગોચર થઈ જાય છે. ચન્દ્ર તો સફેદ વાદળાના ટુકડા જેવો લાગે છે. અર્થાત્ પ્રકાશકરૂપે તો ચન્દ્ર પણ નામશેષ થઈ જાય છે.
અહીં ઉપાધ્યાયજી મહારાજ કહેવા માંગે છે કે પરમજ્યોતિ અંધકારની તો પેલે પાર છે જ, પણ પ્રકાશકને પણ ઓળંગી જાય