________________
परमज्योतिः पञ्चविंशतिका
ક્ષમાની પરીક્ષા ત્યારે જ થાય છે, જ્યારે કોઈ આપણા પર ક્રોધ કરે. સામાન્ય સંયોગોમાં તો બધા ક્ષમાશીલ રહી શકે. તેથી સમભાવની પરીક્ષા પણ વિષમસંયોગોમાં જ સંભવિત છે. જે વિષમ સંયોગોમાં પણ રાગ કે દ્વેષને વશ થતો નથી તે આત્મા પૂર્ણરૂપે ઉદાસીન - મધ્યસ્થભાવમાં મગ્ન બને છે. અને પરમ જ્યોતિને પામે છે. ઉપસંહાર કરતાં કહે છે
विज्ञाय परमं ज्योति महात्यमिदमुत्तमम् ।
यः स्वयं याति लभते स यशोविजयश्रियम् ।। १५ ।।
"
इति परमज्योतिः पञ्चविंशतिका समाप्ता ।।
જે પરમ જ્યોતિના આ અદ્ભુત માહાત્મ્યને જાણીને સ્વૈર્ય પામે છે, તે યશોવિજયશ્રીને પ્રાપ્ત કરે છે.
આ પરમજ્યોતિ પંચવિંશતિકાની પ્રત્યેક પંક્તિ પરમજ્યોતિના મહિમાનું મધુર સંગીત રેલાવી રહી છે. પરમજ્યોતિને પામવાની અભિલાષા તો તેનાથી જન્મે જ છે, તેની પ્રાપ્તિના ઉપાયો પણ અહીં જણાવ્યા છે. આ ઉપાયોમાં જે સ્થિર થાય છે, સમતા વગેરેમાં પ્રતિષ્ઠિત થાય છે, તે પરમજ્યોતિને પામે છે. અને તેના દ્વારા તીર્થંકરપણા વગેરેનો યશ મેળવે છે અને આંતરશત્રુઓ પર વિજય મેળવે છે. આ રીતે તે યશ અને વિજયરૂપી લક્ષ્મીને પામે છે. અહીં ગર્ભિત રીતે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ‘યશોવિજય' એવા પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે.
समाप्तेयं
न्यायविशारद - न्यायायाचार्य महोपाध्यायश्रीयशोविजयविरचिता
परमज्योतिष्पञ्चविंशतिका
આ રીતે ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય-મહોપાધ્યાયશ્રીયશોવિજયજી કૃત પરમજ્યોતિ પંચવિંશતિકા સમાપ્ત થઈ.
1. મ महात्म० ।
દૂર
// ાથ પરમાત્મપવિત્તિયા ||
હમણા જે પરમ જ્યોતિનો મહિમા કહ્યો તે પરમાત્મસ્વરૂપ છે એ
જણાવવા કહે છે
-
परमात्मा परं ज्योतिः, परमेष्ठी निरञ्जनः ।
',
અજ્ઞ: સનાતન: શમ્મૂ:, સ્વયમ્પૂર્ણયતાનિ: શા
પરમાત્મા, પરમ જ્યોતિ, પરમેષ્ઠી, નિરંજન, અજ, સનાતન,
શમમ્, સ્વયંભૂ એવા જિન જય પામો.
અહીં જિનના આઠ વિશેષણો કહ્યા છે.
-પરોપનિષદ્
-
(૧) પરમાત્મા વિશિષ્ટ તથાભવ્યત્વાથી વિશ્વમાં શ્રેષ્ઠ આત્મા.
(૨) પરમ જ્યોતિ - ઉત્તમ રત્નત્રયમય વિશુદ્ધ તેજસ્વરૂપ.
(૩) પરમેષ્ઠી - પરમ પદમાં સ્થિત. (પરમે પદ્દે તિષ્ઠતિ)
(૪) નિરંજન રાગાદિ દોષોના ઉપલેપથી રહિત.
(૫) અજ - કર્મરૂપી બીજનો ઉચ્છેદ કર્યો હોવાથી જન્મરહિત.
(૬) સનાતન જન્મમરણથી મુક્ત હોવાથી નિત્ય.
(૭) શમ્ભુ - કલ્યાણરૂપતાને પામનાર(શં જ્વાળરૂપતાં પ્રવતિ પ્રાપ્નોતિ) (૮) સ્વયમ્ તથાભવ્યત્વાદિ સામગ્રીના પરિપાકથી સ્વયં બને, પરોપદેશથી નહીં. (સ્વયં મતિ)
આવા શ્રી જિનેશ્વર ભગવંત જય પામો.
=
પ્રશ્ન :- આ રીતે તમે ભગવાનને જીતવાના આશીર્વાદ આપ્યા બરાબર ને ?
ઉત્તર :- ના, પરમાત્માએ તો આંતરશત્રુઓ પર વિજય પ્રાપ્ત કર્યો જ છે. પણ આપણા અંતરમાં બેઠેલા જે રાગાદિ શત્રુઓ છે તેના પર પ્રભુ વિજય મેળવી, તેમની આપણા અંતરમાંથી હકાલપટ્ટી કરે, અને આપણા હ્રદયસિંહાસન પર બિરાજમાન થાય એવી શુભ કામનાથી ઉક્ત પ્રયોગ થયો છે.
અથવા તો આ ભક્તિથી બોલાયેલી અસત્યામૃષા ભાષા છે.