________________
परमात्मपञ्चविंशतिका
દરૂ જેમ ૩ વોહિત્નામં સમદિવસમુત્તમ કિંતુ આ વચન વાસ્તવમાં ઘટતું નથી. કારણ કે કૃતકૃત્ય પરમાત્મા સાક્ષાત્ આરોગ્યાદિના દાતા બનતા નથી. એમ પ્રસ્તુતમાં પણ સમજવું. એક સેવક રાજાનો જયજયકાર કરે, તેમ એક ભક્ત પણ અહીં પ્રભુનો જયકાર કરે છે.
અહીં જિનના જે વિશેષણો કહ્યા છે તેમાં કેટલાક મિથ્યાત્વીદેવોના નામ તરીકે પ્રસિદ્ધ છે. (૧) અજ = બ્રહ્મા, વિષ્ણુ (૨) સનાતન = વિષ્ણુ (B) શમ્ભ = શંકર, બ્રહ્મા (૪) સ્વયંભૂ = બ્રહ્મા (૫) પરમેષ્ઠી = બ્રહા. આ નામોને અહીં વિશેષણ તરીકે મૂકીને એવો ગર્ભિત સંકેત કર્યો છે કે અજવ વગેરે ગુણો વાસ્તવમાં તો શ્રી જિનેશ્વર ભગવંતમાં જ ઘટે છે. બીજે તો નામમાત્ર જ છે. ભક્તામર સ્તોત્રમાં કહ્યું છે ને - बुद्धस्त्वमेव विबुधार्चितबुद्धिबोधात्,
त्वं शङ्करोऽसि भुवनत्रयशङ्करत्वात् । धातासि धीर ! शिवमार्गविधेर्विधानाद्,
व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ।।२३।। પ્રભુ ! વિબુધોએ પણ આપના બુદ્ધિના બોધની અર્ચના કરી હતી, માટે આપ જ બુદ્ધ છો. ત્રણે ભુવનમાં સુખ કરનારા હોવાથી આપ જ શંકર છો. હે વીર ! મુક્તિમાર્ગની વિધિનું વિધાન કરવા દ્વારા આપ જ બ્રહ્મા છો. અને આપ જ પુરુષોત્તમ છો એ તો સ્પષ્ટ જ છે.
પરમાત્મામાં ગુણોનો યોગ હોવાથી તેમનું પરમાત્મપણું પારમાર્થિક છે, એવું સમર્થન કરતા કહે છે –
नित्यं विज्ञानमानन्दं, ब्रह्म यत्र प्रतिष्ठितम् । शुद्धबुद्धस्वभावाय, नमस्तस्मै परात्मने ।।२।।
જ્યાં નિત્ય વિજ્ઞાન આનન્દ બ્રહ્મ પ્રતિષ્ઠિત છે એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવી પરમાત્માને નમસ્કાર થાઓ.
૪
-પરમોપનિષદ્ર કે જૈનેત્તર દર્શનની એક કૃતિ છે - નિત્ય વિજ્ઞાનમાનન્દ્ર બ્રહ્મા (વૃહદ્વાર થોપનિષદ્ રૂ-૧-૨૮)
આ શ્રુતિ પણ પરમાત્મામાં જ ઘટે છે. કારણ કે પરમાત્મા નિત્ય છે, વિજ્ઞાનસ્વરૂપ છે, આનંદમય છે, આવું બ્રહ્મ-આત્મા પરમાત્મામાં જ પ્રતિષ્ઠિત છે.
વળી પરમાત્માની પ્રકૃતિ શુદ્ધ છે. જ્યાં વિજાતીય દ્રવ્યોનું મિશ્રણ ન હોય તેને શુદ્ધ કહેવાય છે. જેમ કે પાણીમાં કચરો ન હોય તો તેને શુદ્ધ કહેવાય છે. દૂધમાં પાણી ન નાખ્યું હોય તો તેને શુદ્ધ કહેવાય છે. તે જ રીતે આત્મદ્રવ્ય સાથે વિજાતીય એવી કાર્મણ-વર્ગણા આદિનું મિશ્રણ ન થયું હોય તે શુદ્ધ આત્મા કહેવાય છે. પરમાત્મા સિવાયના જીવો અશુદ્ધ છે. તેમના પ્રત્યેક આત્મપ્રદેશ પર અનંતી કર્મÍણાઓ રહેલી છે. એટલું જ નહીં, ઔદારિકાદિ શરીર સાથે પણ તેમનો આત્મા એકમેક થયો છે, હજી ઊંડો વિચાર કરીએ તો અનેક પ્રકારના સંકલ્પ-વિકલા-રાગ-દ્વેષ ના ઉપયોગમાં પ્રતિસમય તેમનો આત્મા પરિણત થાય છે. માટે એ અશુદ્ધાત્મા છે. શુદ્ધ આત્મસ્વરૂપ સિવાયની તમામ વસ્તુઓ વિજાતીય છે. જેમનું મિશ્રણ આત્માને અશુદ્ધ બનાવે છે, તે તમામ વસ્તુઓથી મુક્ત થયેલા એવા પરમાત્મા શુદ્ધ છે. એમ જે કહ્યું તે ઉચિત જ છે.
પરમાત્માની પ્રકૃતિનું બીજું વિશેષણ છે બુદ્ધ = કેવળજ્ઞાનરૂપી પરમબોધથી યુક્ત એવા પરમાત્માને નમસ્કાર થાઓ.
अविद्याजनितैः सर्वै-विकारैरनुपद्रुतः । व्यक्त्या शिवपदस्थोऽसौ, शक्त्या जयति सर्वगः ।।३।।
અવિધાજનિત સર્વવિકારોથી અનુપદ્રુત, વ્યક્તિથી શિવપદસ્થિત અને શક્તિથી સર્વત્ર એવા પરમાત્મા જય પામે છે.
અવિધા એટલે અજ્ઞાન, અજ્ઞાન અનેક દોષોને જન્મ આપે છે. તેથી જ શાસ્ત્રકારોએ અજ્ઞાનને સૌથી મોટો દોષ કહ્યો છે –