________________
परमात्मपञ्चविंशतिका
अज्ञानं खलु कष्टं रागादिभ्योऽपि सर्वपापेभ्यः ।
अर्थं हितमहितं वा न वेत्ति येनावृतो लोकः ।।
રાગાદિ સર્વ પાપો કરતા પણ અજ્ઞાન એ મોટું કષ્ટ છે. કારણ કે તેનાથી આવૃત લોક આ મારું હિતકર છે અને આ અહિતકર છે, એવું જાણી શકતો નથી.
અજ્ઞાનજનિત અનેક રાગાદિ વિકારોથી જે ઉપદ્રવ નથી પામ્યા, તેથી અનુપદ્રુત છે. વળી, વ્યક્તિથી = આત્માના અવસ્થાનની દૃષ્ટિથી વિચારીએ તો તે મુક્તિપદમાં સ્થિત છે. સિદ્ધશિલાની ઉપર લોકાગ્રભાવે રહેલા છે. અને શક્તિ જ્ઞાનસામર્થ્યની અપેક્ષાએ પરમાત્મા સર્વત્ર રહેલા છે. લોકાલોકના પ્રત્યેક પ્રદેશને પરમાત્મા પોતાના જ્ઞાનનો વિષય બનાવે છે. માટે એ દૃષ્ટિએ પરમાત્મા સર્વગત છે. તેવા પરમાત્મા જય પામે છે.
=
&y
અહીં વેદાંતીઓની બે માન્યતા પ્રત્યે સંકેત કર્યો છે. (૧) અવિધા (૨) સર્વગતતા. સમગ્ર વિશ્વ અવિધાને કારણે છે, મિથ્યા છે. વાસ્તવમાં નથી. માત્ર અવિધાને કારણે જગતનો પ્રતિભાસ થાય
છે. અને અવિધાનો નાશ થતા મુક્તિ મળે છે. આવું તેમનું માનવું છે. વળી, તે અવિધાને તેઓ અસત્ માને છે. તેથી તેમના મત સમક્ષ એક મોટું પ્રશ્નાર્થચિહ્ન છે કે વન્ધ્યાપુત્ર જેવી અસત્ અવિધા આખું જગત કેવી રીતે ચલાવે છે. જે અવિધમાન છે તે વિશ્વપ્રપંચની જનની શી રીતે બની શકે ?
-
પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્યાદ્વાદકલ્પલતા આદિ ગ્રંથોમાં તેમના મતનું વિસ્તૃત ખંડન કર્યુ છે. પ્રસ્તુતમાં તો ‘અવિધા’ ની માન્યતા જે રીતે સંગત થઈ શકે, તે રીતે તેનો ઉપયોગ કરી, તેના માટે ઉદાર દૃષ્ટિકોણ અપનાવ્યો છે. અવિધારૂપ અજ્ઞાન જ રાગાદિ દોષોનું કારણ બનવા દ્વારા સંસારનું કારણ બને છે, એ અવિધા અસત્ - અવિધમાન નથી પણ સત્ વિધમાન જ છે. સંસારી જીવોમાં
હૃદ
-પરોપનિષદ્ અજ્ઞાન રહેલું જ છે. અને તે અજ્ઞાન નો નાશ થતા જીવ અજ્ઞાનજનિત વિકારોરૂપી ઉપદ્રવોથી મુક્ત બને છે અને પરમ પદની પ્રાપ્તિ કરે છે. બીજી માન્યતા જે આત્માના સર્વગતપણાનું પ્રતિપાદન કરે છે. તે માન્યતાથી એવી આપત્તિ આવે છે કે જો આત્મા સર્વગત છે તો સંસાર કેવી રીતે થશે ? એક સ્થાન (ભવ) માંથી બીજા સ્થાનમાં જવું તેનું નામ સંસાર. પણ આત્માને સર્વગત માને તેના મતમાં આવી એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાની ક્રિયા જ સંભવિત નથી. વળી જે વસ્તુના ગુણોની ઉપલબ્ધિ જ્યાં થાય, ત્યાં જ તે હોઈ શકે, જેમ કે ઘડાનો રક્ત વર્ણ જે સ્થાને ઉત્પન્ન થાય છે, ત્યાં જ ઘડો હોય છે. તેની સિવાયના સ્થાને નથી હોતો. તે જ રીતે આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઉપલંભ પણ શરીરમાં જ થાય છે. શરીરની બહાર નહીં. માટે શરીર સિવાયના દેશમાં આત્માનું અવસ્થાન સંભવિત નથી. આથી આત્માને સર્વગત માનવો ઉચિત નથી. સમન્વયદૃષ્ટિએ આત્માની સર્વગતતા સર્વગામી જ્ઞાનની અપેક્ષાએ ઘટી શકે છે. જેને અહીં જણાવી છે.
પરમાત્માની કેટલીક વિશેષતાઓ આપણે જોઈ, તેમનું સંપૂર્ણ સ્વરૂપ તો વચન અને મનને પણ અગોચર છે. તેથી કહ્યું છે यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः ।
शुद्धानुभवसंवेद्यं तद्रूपं परमात्मनः ||४||
જ્યાંથી વાણીઓ પાછી ફરે છે, જ્યાં મનની ગતિ નથી. તેવું શુદ્ધાનુભવથી સંવેદનીય પરમાત્માનું રૂપ છે. આચારાંગસૂત્રમાં પરમાત્મરૂપનું વર્ણન કરતા કહ્યું છે – सव्वे सरा नियट्टंति
तक्का जत्थ न विज्जइ
-
મરૂં તથ ન ગાઠિયા (-૬-૬)