________________
परमात्मपञ्चविंशतिका જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે, જ્યાં તર્કો વિદ્યમાન નથી,
જ્યાં મતિ અવગાહન કરતી નથી. આ જે પરમાત્માનું શબ્દાતીત અને તર્કાતીત સ્વરૂપ કે જે મનથી પણ અગમ્ય છે. તેને માત્ર શુદ્ધ અનુભવથી જ જાણી શકાય છે. જે રાગાદિ શૂન્ય શુદ્ધ આત્મોપયોગ નો અનુભવ કરે તે જ પરમાત્મસ્વરૂપને જાણી શકે. અને તે અનુભવ તો પરમાત્મપદની પ્રાતિ વિના શક્ય જ નથી માટે એવું ફલિત થાય છે, કે પરમાત્મસ્વરૂપનું સંવેદન માત્ર પરમાત્મા જ કરી શકે.
છદ્મસ્થ જીવ પાસે ઈન્દ્રિયોની સીમિત શક્તિ છે. જેનાથી તે પર્ણાદિનું જ્ઞાન કરી શકે. પણ પરમાત્મસ્વરૂપમાં તો પર્દાદિ જ નથી, તેથી તેનું જ્ઞાન કરવું શક્ય નથી. એ જણાવતા કહે છે –
न स्पर्शो यस्य नो वर्णो, न गन्धो न रसश्छुतिः । शुद्धचिन्मात्रगुणवान्, परमात्मा स गीयते ।।५।।
જેનો સ્પર્શ નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ તથા શબ્દ પણ નથી, જે માત્ર શુદ્ધ જ્ઞાનગુણને ધરાવે છે તે પરમાત્મા કહેવાય છે.
પંચસૂત્રકારે પરમાત્મસ્વરૂપનું વર્ણન કરતા કહ્યું છે – સે , ન સૂવે, ન સંધે, ન રણે, ન હારે, મવા સત્તા III
તે શબ્દ નથી, રૂ૫ નથી, ગંધ નથી, રસ નથી, સપર્શ નથી. કારણ કે તે અરૂપી સત્તા છે. જ્યારે સ્પર્ધાદિ તો રૂપી પદાર્થોમાં જ હોય છે.
પ્રશ્ન :- જ્યાં સ્પર્ધાદિ ન હોય તે ગુણરહિત હોવાથી અવિધમાન છે. જેમ કે વધ્યાપુઝ. આ રીતે પરમાત્માનો અભાવ સિદ્ધ થાય છે. ૧, ૨ - રસધૃતી |
६८
-પરમોપનિષદ ઉત્તર :- ના, પરમાત્મામાં સ્પર્ધાદિ નથી. આમ છતાં તેઓ ગુણરહિત નથી. કારણ કે શુદ્ધ જ્ઞાન એ તેમનો ગુણ છે. વધ્યાપુત્રમાં તો કોઈ જ ગુણ નથી. માટે પરમાત્મા તેની જેમ અસતું નથી પણ શુદ્ધજ્ઞાનરૂપી ગુણના સ્વામી હોવાથી વિદ્યમાન છે.
પ્રશ્ન :- અરે, પણ જે શબ્દાતીત છે, જે દેખાતો નથી, એના અસ્તિત્વનો સ્વીકાર શી રીતે થઈ શકે ?
ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો પ્રત્યુતર આપે છે –
माधुर्यातिशयो यद्वा, गुणौघः परमात्मनः । तथाऽऽख्यातुं न शक्योऽपि, प्रत्याख्यातुं न शक्यते ।।६।।
માધુર્યાતિશયની જેમ પરમાત્માનો ગુણસમૂહ કહી શકાય તેવો ન હોવા છતાં પણ તેનો નિષેધ થઈ શકે તેમ નથી.
શેરડીના રસનું આકંઠ પાન કરીને તૃતિને અનુભવતા માનવને કોઈએ પૂછ્યું કે – શેરડીનો રસ કેવો હતો ? તેણે કહ્યું, ‘મીઠો', પેલાએ ફરી પ્રશ્ન કર્યો, મીઠો એટલે કેવો ? તેણે કહ્યું ‘બહુ મીઠો', પેલો કહે હા, પણ બહુ મીઠો એટલે શું તે તો કહે ? તે માનવ નિરુત્તર થઈ ગયો. તે કોઈ રીતે તેના પ્રશ્નનું સમાધન કરી શક્યો નહીં.
બહુ મીઠાશ એટલે કે માધુર્યાતિશય. તેને ભલે સમજાવી શકાતી નથી, કહી શકાતી નથી, આમ છતાં તેના અસ્તિત્વનો નિષેઘ થઈ શકતો નથી. કારણ કે શેરડીનો રસ પીનાર વ્યક્તિને તે અનુભવસિદ્ધ છે. તે જ રીતે પરમાત્માના જ્ઞાનાદિગુણોનું વર્ણન અસંભવિત હોવા છતાં પણ તેનો પ્રતિષેધ થઈ શકતો નથી. કારણ કે પરમાત્માને તે અનુભવસિદ્ધ છે.
વિશ્વમાં ભગવાનના અનેક નામો અને રૂપો પ્રસિદ્ધ છે. પણ વાસ્તવમાં તો તે એક જ પરમાત્મા છે. એ જણાવે છે –