________________
परमज्योतिः पञ्चविंशतिका
- રૂe પછી સિદ્ધ થાય છે, એમાં કોઈ વિચારણા (શંકા) ન કરવી.
આ અવસ્થાવિશેષની પ્રાપ્તિ થયા બાદ તે શ્રમણ શુક્લ બને છે. અને ક્રમશઃ સિદ્ધિ પામે છે. અહીં આગમવચન સાક્ષી છે –
तेण परं सुक्के सुक्काभिजाती भवित्ता सिज्झति ।। व्याख्याप्रज्ञप्तिः ૨૪-૧-રૂ૭ || ત્યાર બાદ શુક્લ અને શુક્લાભિજાત્ય થઈને સિદ્ધ થાય છે.
શુક્લ એટલે વિશિષ્ટગુણોના પરિપાકને ઘરાવતો જીવ. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પંચસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે શુક્લ જીવ (૧) અભિન્નવૃત હોય, અર્થાત્ અખંડિતયાત્રિનો ઘારક હોય, તેનું શીલ નિકલંક હોય. તે અત્યંત આચારયુક્ત હોય.
(૨) અમત્સરી - બીજાના ઉત્કર્ષને સહન ન કરવો તેનું નામ મત્સર. તેનામાં આ દોષ ન હોય. ઉલ્યુ તે અત્યંત ગુણાનુરાગી હોય.
(3) કૃતજ્ઞ - બીજાએ પોતાના પર કરેલા નાના પણ ઉપકારને તે જાણતો હોય. ઉપકારી પર પ્રત્યુપકાર કરવા માટે તત્પર હોય. ઉપકારી પર બહુમાન ધરાવતો હોય.
(૪) સદારશ્મી - તે કદી દુષ્ટારંભ ન કરે. પોતે જેનો અધિકારી છે, જે કાલોચિત છે એવા પ્રશસ્ત અનુષ્ઠાનનો જ કર્તા બને.
(૫) હિતાનુબંધ - તે જીવ કલ્યાણની પરંપરાનો સર્જક બને. એવું કાર્ય ન કરે કે જે આપાતમાગથી સુંદર ભાસે, પણ છેવટે તેનું અનિષ્ટ પરિણામ આવે. મહાભારતમાં કહ્યું છે -
જ ક્ષય મહારાગ !,
: ક્ષય વૃદ્ધિમાવત્ ક્ષય: સ વઢ મોં ,.
यं लब्ध्वा बहु नाशयेत् ।।
૪૦
-પરમોપનિષદ હે મહારાજ ! જે ક્ષય વૃદ્ધિનું કારણ બને તે વાસ્તવમાં ક્ષય જ નથી. પણ જે લાભથી ઘણો વિનાશ થાય, તેને જ ક્ષય માનવો જોઈએ.
તથાવિધ ક્ષયોપશમ, ભવસ્થિતિ પરિપાક, ઔચિત્ય અને વિવેકાદિના પ્રભાવે તે જીવ હિતાનુબંધી અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત થાય છે. શક્તિનો અતિક્રમ કરીને, ભવિષ્યમાં અનેક રીતે યોગહાનિ આદિ થાય તેવા અનુષ્ઠાનમાં તે પ્રવૃત્ત થતો નથી. અને ક્રમશઃ તે જીવ શુક્લાભિજાત્ય બને છે. અર્થાત્ શુક્લ જીવોમાં ઉત્કૃષ્ટ દશાની પ્રાપ્તિ કરે છે.
પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પંચવસ્તકની વૃત્તિમાં શુક્લ અને શુક્લાભિજાત્યની ભિન્નરૂપે વ્યાખ્યા કરી છે –
જીવન: વકર્મા, ગુવન્નાઈમનાય મીશના તે શ્રમણ આચારથી શુક્લ બને છે અને આશયથી પરમશુકલ બને છે.
આવા જીવના કર્માનુબન્ધનો વિચ્છેદ થયો હોય છે. અર્થાત્ તેમને જે કર્મનો ઉદય થયો હોય, તથાવિધ અન્ય કર્મનો તેઓ બંધ કરતા નથી. આ પરમશુક્લ દશાની અભૂતપૂર્વ અનુભૂતિ કરતા મહાત્મા સર્વાર્થસિદ્ધના દેવોના સુખથી તો અધિક સુખ મેળવે જ છે, પણ હવે પૂ. ઉપાધ્યાયજી મહારાજ તેનાથી પણ આગળ વધીને કહે છે –
विस्तारिपरमज्योति-ोतिताभ्यन्तराशयाः । जीवन्मुक्ता महात्मानो, जायन्ते विगतस्पृहाः ।।१४।। વિસ્તૃત પરમ જ્યોતિથી જેમનો આભ્યન્તર આશય પ્રકાશિત છે, એવા નિઃસ્પૃહ મહાત્માઓ જીવન્મુક્ત થાય છે.
પરમજ્યોતિનું અહીં એક વિશેષણ કહ્યું છે વિસ્તૃત. જ્યાં તુચ્છતા અને ક્ષુદ્રતા છે, ત્યાં વિસ્તૃતતા નથી, વિસ્તૃતતા એટલે 9. મુદ્રિત - વિસ્તાર પરમ્ |