________________
૨
परमज्योतिः पञ्चविंशतिका અતિ રત્ન (૯) દંડ રત્ન (૧૦) ચક્ર રત્ન (૧૧) છત્ર રત્ન (૧૨) ચર્મ રત્ન (૧૩) મણિ રત્ન (૧૪) કાકિણી રત્ન.
જે સ્વજાતિમાં સર્વોત્કૃષ્ટ હોય તેને રત્ન કહેવાય. અહીં શ્રીરત્ન વગેરે પ્રથમ સાત પંચેન્દ્રિયરત્નો છે અને અસિરત્ન વગેરે સાત એકેન્દ્રિય રત્નો છે. આ બધી સામગ્રીથી ચક્રવર્તીનું જે તેજ ન થઈ શકે તે તેજ - પરમજ્યોતિ અમારે આધીન જ છે. આવું પૂ. ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે.
તેજનો એક અર્થ છે પ્રભાવ. ભૌતિક વિશ્વની ઉત્કૃષ્ટ સાધનસામગ્રીના સ્વામિનો પણ જે પ્રભાવ નથી એ પ્રભાવ અમારા ચરણોમાં આળોટે છે. પહેલી દષ્ટિએ તો આ વાત મનમાં બેસે તેવી નથી.
ક્યાં ચક્રવર્તી, જ્યાં તેનું છ ખંડનું સામ્રાજ્ય, ક્યાં ચોસઠ હજાર રાણીઓ, ક્યાં તેનું ‘કલ્યાણ’ નામનું દિવ્ય ભોજન, ક્યાં સોળ હજાર દેવોનું સદાતન સાન્નિધ્ય અને ક્યાં મલિન શરીર, જીર્ણ વો, મુંડિત મરતક અને ઉઘાડા પગ સાથે ઘરે ઘરે ભિક્ષા માંગીને જીવતો શ્રમણ...
પણ હવે જરા વિચાર કરીએ, તેજ એટલે પ્રકાશ કહો કે પ્રભાવ કહો. છેવટે તો તે સર્વનો ઉપયોગ શું ? તેની સાર્થકતા શેમાં ? જીવને સુખ આપવામાં જ ને ? એટલે જ શ્રીભગવતીસૂત્રમાં તેજલેશ્યાનો પ્રયોગ પણ સુખાસિકાના અર્થમાં કર્યો છે. અને સુખનો વિચાર કરીએ, તો વધુ સુખ કોને ? પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસાર પ્રકરણમાં કહે છે –
सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्रादयोऽप्यहो !। भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरञ्जनः ॥१०-८।।
ઈન્દ્ર, વાસુદેવ અને ચક્રવર્તી પણ સુખી નથી કારણ કે તેઓ વિષયોથી અતૃપ્ત છે. સમગ્ર વિશ્વમાં કોઈ સુખી હોય, તો એક માત્ર ભિક્ષ જ છે. કારણ કે તે જ્ઞાનતૃપ્ત છે અને નિરંજન હોવાથી
-પરમોપનિષદ્ર કે રાગાદિના સંક્લેશોથી મુક્ત છે.
કેવી માર્મિક વાત ! ૬૦,૦૦૦ વર્ષના યુદ્ધો પછી પ્રાપ્ત થતું છ ખંડનું સામ્રાજ્ય, જેની પ્રાતિના પ્રયત્નોની સાથે જ ક્લેશોની પરંપરાઓ અને સંક્લેશોની વણઝારો ચાલુ થઈ જાય, તેમાં વળી સુખ કેવું ? બ્રહાદત ચક્રવર્તીએ સમગ્ર જીવન વિષયોના ભોગવટામાં પસાર કર્યું. શું તે સુખી થયો ? તેને તૃપ્તિ થઈ ? તેની છેલ્લી ઘડીએ કોઈએ પૂછ્યું હોત કે તમને તૃતિ કેટલી ? તો બ્રહાદત ચક્રવર્તીએ જવાબ આપ્યો હોત કે હજી એવો ને એવો તરસ્યો છું. અરે, તેણે તો પોતાની વાણી અને વર્તનથી આ જવાબ આપ્યો પણ હતો, બ્રાદતના ચરિત્રનો અંતિમ શ્લોક ધ્રુજાવી દે એવો છે – यातेषु जन्मदिनतोऽथ समाशतेषु,
सप्तस्वसौ कुरुमतीत्यसकृद् ब्रुवाणः । हिंसानुबन्धिपरिणामफलानुरूपां,
તાં સપ્તક નરવતોમુવં નીમ | જન્મ દિવસથી માંડીને ૭૦૦ વર્ષ પૂરા થયા હતાં. તે સમયે કુરુમતી.. કુરુમતી... એવી ચીસો પાડતો બ્રહાદત હિંસાનુબંધી રૌદ્રપરિણામના ફળને અનુરૂપ એવી સાતમી નરકમાં પહોંચી ગયો.
ચક્રવર્તીની કેવી દયનીય દશા ! કદાચ પ્રશ્ન થાય કે આ તો બહાદત અને સુભૂમ - બે જ ચકી પૂરતી વાત છે. ભરતચક્રી વગેરે તો સુખી જ હતા ને ? તેનો જવાબ એ છે કે, તેઓમાં સુખ હોય પણ, તો ય તે ચક્રવર્તીપણાને કારણે નહીં પણ યત્કિંચિત્ ગુણોને કારણે. પૂ. કનકરત્નવિજયજી મહારાજે સઝાયમાં લલકાર્યું છે - મનમે હી વૈરાગી ભરતજી, મનમે હી વૈરાગી ચૌસઠ સહસ અંતઉરી જાકે
તો ભી ના હુઆ અનુરાગી...