________________
કo
परमज्योतिः पञ्चविंशतिका આત્મનિરીક્ષણથી બાહ્યપ્રવૃત્તિનો ત્યાગ થતો રહે અને આત્મજાગૃતિનો સતત વિકાસ થતો જાય.
પ્રશ્ન :- તમે પહેલા કહ્યું કે બાહ્ય વ્યવહાર આત્મજાગૃતિમાં બાધક નથી. તો હવે આત્મનિરીક્ષણ કરવા દ્વારા બાહ્ય વ્યવહારનો ત્યાગ કરવાનું કેમ કહો છો ?
ઉત્તર :- બાહ્ય વ્યવહાર જો નિરર્થક ચેષ્ટારૂપ હોય તો એ આત્મજાગૃતિનો બાધક હોવાથી હેય જ છે. અને જો એ જિનાજ્ઞાનુસારી વિધિપૂર્વકની વૈયાવચ્યાદિ હોય તો તે આત્મજાગૃતિરૂપ જ હોવાથી ઉપાદેય જ છે. આ બંને વસ્તુ અહીં સ્પષ્ટ કરી જ છે. માટે અહીં કોઈ વિરોધ નથી.
પ્રશ્ન :- અન્તર્ભાવ અને બહિર્ભાવ આ બંને માનસિક સ્તરની વસ્તુઓ છે. તેને વચન અને કાયાની પ્રવૃત્તિ સાથે શું લાગે-વળગે ? કે તમે આત્મનિરીક્ષણમાં તેના પર ભાર આપો છો ?
ઉત્તર :- ભાવને વાચિક-કાયિક પ્રવૃત્તિ સાથે ગાઢ સંબંધ છે. જો તીવ્ર અંતર્મુખ સાધક પણ નિરર્થક વાતચીત આદિમાં પડશે, તો તેની અંતર્મુખતાનું આયુષ્ય ત્યાં જ સમાપ્ત થઈ જશે. બેઠા બેઠા પગ હલાવવાની પ્રવૃત્તિ પણ અંતર્મુખતાની બાધક છે. કારણ કે તે નિરર્થક છે, સાવધ છે અને પ્રમાદ છે. - જૈનેતરદર્શનો પણ માને છે કે નિરર્થક વચન અને ચેષ્ટાથી શરીરમાં સાંદનો ઉત્પન્ન થાય છે. અને તે સ્પંદનો ચિત્તવિભ્રમના જનક બને છે. જૈનદર્શનમાં પણ આ અને અન્ય કારણોથી ત્રણ ગુપ્તિનું પ્રતિપાદન કરાયું છે. ઉપદેશમાલામાં કહ્યું છે
हत्थे पाए न निक्खिवे कायं चालिज्ज तं पि कज्जेणं । कुम्मो व्व सए अंगे अंगोवंगाई गोविज्जा ।।४८४।। विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ।।४८५।।
૪૮ -
-પરમોપનિષદ્રક હાથ-પગોની વ્યર્થ ચેષ્ટા ન કરવી, કાયાની પ્રવૃત્તિ પણ આવશ્યક કાર્ય માટે જ કરવી. અને કાચબાની જેમ પોતાના શરીરમાં અંગોપાંગોને સંવૃત્ત કરીને રાખવા. વિકથા, હાસ્યકથા, કોઈ બોલતું હોય તેમાં વચ્ચે બોલવું, ન બોલવા યોગ્ય બોલવું, જે જેને અનિષ્ટ હોય તેવું બોલવું અને પોતાને પૂછયું ન હોય ત્યારે બોલવું, એવા ભાષણનો ત્યાગ કરવો જોઈએ.
કારણ કે આવા પ્રકારના સંવરથી મનોગુપ્તિ, અંતર્મુખતા અને આત્મજાગૃતિ સુરક્ષિત રહી શકે છે. માટે આત્મજાગૃતિ માટે આ જરૂરી છે. ટૂંકમાં પરભાવો પ્રત્યેની તદ્દન સુષુપ્તિ એ જ આત્મજાગૃતિની પરિપૂર્ણતા છે.
પ્રશ્ન :- ‘પર' પ્રત્યેનું કોઈ ધ્યાન ન હોવું. તેને તમે આત્મજાગૃતિ કહો છો, પણ બીજા પ્રત્યેની હિતબુદ્ધિથી તેમનું ધ્યાન રાખીએ, તેમાં શું દોષ છે ?
ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર એક આગમમાં સુંદર રીતે આપેલો છે, જેનું નામ છે ઋષિભાષિતસૂત્ર. તેમાં કહ્યું છે –
सए गेहे पलित्तम्मि किं धावसि परातकम् ? । सयं गेहं णिरित्ताणं ततो गच्छे परातकम् ।। आतढे जागरो होहि मा परट्टाभिधारए । आतट्ठो हायए तस्स जो परट्ठाभिधारए ।। जइ परो पडिसेवेज्ज पावियं पडिसेवणं । तुज्झ मोणं करेंतस्स के अटे परिहायति ? ।। आतट्ठो णिज्जरायंतो परट्ठो कम्मबंधणं । अत्ता समाहिकरणं अपण्णो य परस्स य ।। अण्णातयंमि अट्टालकम्मि किं जग्गिएण वीरस्स ? | fથમ નાયબ્રે ડ્રો શુ વદુરસ્તો નામ 1 (રૂ૫/૨૪-૨૮) સૂત્રકારનો ઉપદેશ છે કે - જ્યારે તારું પોતાનું ઘર ભડકે બળે