________________
परमज्योतिः पञ्चविंशतिका
जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते ।
उदासले परद्रव्ये, 'लियने स्वगुणामृते ।। १५ ।।
.
તેઓ હંમેશા આત્મામાં જાગૃત રહે છે, બહિર્ભાવોમાં શયન કરે છે, પરદ્રવ્ય પ્રત્યે ઉદાસીન રહે છે અને આત્મગુણોરૂપી અમૃતમાં લીન થઈ જાય છે.
સાધનાજીવનનું પ્રાણભૂત તત્વ છે આત્મજાગૃતિ, ઉપદેશમાલામાં કહ્યું છે -
जो न वि दिणे दिणे संकलेड़ के अज्ज अज्जियामि गुणा । अगुणे अन हु खलिओ कह सो उ करिज्ज अप्पहिअं ? ।।४८० ।। જે પ્રતિદિન એવી સંકલના નથી કરતો કે આજે મેં કાં ગુણોનું સર્જન કર્યું ? અને કયાં દોષોમાં સ્ખલના ન પામ્યો, તે આત્મહિત શી રીતે કરી શકે ?
આશય સ્પષ્ટ છે, આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી. માટે જ દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે પ્રતિદિન ધર્મજાગરિકા કરતા આત્મકર્તવ્ય વગેરેનો વિચાર કરવાનો છે - કે મેં શું કર્યું ? મારે શું કરવાનું બાકી છે ? કયું શક્ય ધર્મકૃત્ય હું કરતો નથી ? ઈત્યાદિ. આનું નામ આત્મજાગૃતિ. અને આ જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે એ કક્ષા આવે કે જ્યાં બહિર્ભાવોમાં પૂર્ણરૂપે સુષુપ્તિ હોય. કોણ આવ્યું-ગયું - શું ચાલે છે... ઈત્યાદિનું કોઈ ધ્યાન ન હોય, એટલું જ નહીં સ્વશરીરનો પણ અનુભવ ન થાય, ઈષ્ટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે
-
૪૩
किमिदं कीदृशं कस्य, कस्मात्क्वेत्यविशेषयन् । स्वदेहमपि नावैति, योगी योगपरायणः ||४२ ।।
આ શું ? કેવું ? કોનું ? ક્યાંથી ? ક્યાં ? આવી કોઈ વિચારધારામાં યોગી લીન થતો નથી અને યોગપરાયણ બનેલો તે
४४
-પરોપનિષદ્
યોગી પોતાના શરીરને પણ જાણતો નથી.
પ્રશ્ન :- આવું શી રીતે બની શકે કે વ્યક્તિ પોતાના શરીરને પણ ન જાણે ?
ઉત્તર ઃ- આ સ્થિતિ લૌકિક જગતમાં પણ અનુભવસિદ્ધ છે. વ્યક્તિ એક કાર્યમાં એકાકાર બને એટલે તેને બીજી કોઈ વાતોનો ખ્યાલ રહેતો નથી. તે જ રીતે આત્મપ્રવૃત્તિની જાગૃતિમાં એકાગ્રચિત્ત બનેલ શ્રમણને બહિર્ભાવોનું સંવેદન ન થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી.
પ્રશ્ન :- શ્રમણને કોઈ મહાત્મા વગેરે કાંઈ પૂછે, ભિક્ષાચર્યા માટે જવાનું થાય, અનિવાર્યપણે ઓછા-વત્તા વ્યવહારો કરવા પડે, ત્યારે તો બહિર્ભાવોમાં પ્રવેશ કરવો જ પડશે ને ?
ઉત્તર :- ના, જિનાજ્ઞાનુસારી પ્રત્યેક પ્રવૃત્તિ એ આત્મજાગૃતિની જ સાધક છે. તેમાં પ્રવૃત્ત થયેલ આત્મા બહિર્ભાવમાં વર્તે છે એવું ન કહી શકાય. જે અપ્રમત્ત છે, અવસરોચિત અનુષ્ઠાનને નિષ્ઠાપૂર્વક સાધે છે, તેની સર્વપ્રવૃત્તિ આત્મજાગૃતિ જ છે, બાહ્ય વ્યવહાર તેની આત્મજાગૃતિમાં બાધક બની શકતો નથી. ઈષ્ટોપદેશ ગ્રંથમાં કહ્યું છે - ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति । स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यनति ॥ ४१ ॥
જેણે આત્મતત્ત્વને સ્થિર કર્યું છે, તે બોલવા છતાં પણ બોલતો નથી, ચાલતો હોવા છતાં પણ ચાલતો નથી, અને જોતો હોવા છતાં જોતો નથી.
પ્રશ્ન :- સ્વાધ્યાય-ધ્યાનાદિની પ્રધાનતા ધરાવતા શ્રમણ જે અંતર્મુખતા જાળવે છે, તેવી અંતર્મુખતા વૈયાવચ્ચ આદિની પ્રધાનતા ધરાવતા મહાત્મા જાળવી શકતા નથી, એવું જોવા મળે છે. તો વ્યવહાર આત્મપ્રવૃત્તિમાં બાધક થયો, એમ ન કહેવાય ?
ઉત્તર :- ના, આ વિષયમાં સૂક્ષ્મ વિચારણાની જરૂર છે. કારણ