________________
परमज्योतिः पञ्चविंशतिका બીજાનું પણ છે. યાવત્ ક્ષુદ્રમાં ય ક્ષુદ્ર જીવનું પણ છે. અને અમે તે પ્રત્યેકની સ્તુતિ કરીએ છીએ.
સિદ્ધ અને અસિદ્ધ એ બંનેમાં તફાવત એટલો જ છે કે એકે પોતાનું આત્મસ્વરૂપ પૂર્ણપણે પ્રગટ કર્યું છે. અને બીજા નથી કર્યું, તેનું આત્મસ્વરૂપ અપ્રગટ છે, તેની જ્યોતિ આવૃત છે, પણ જો એ
જ્યોતિનો અંશ પણ ઉદય પામે - પ્રગટ થાય, તો અદ્ભુત પરિણામોની પ્રાપ્તિ થાય છે. બાહ્ય અને આભ્યન્તર લક્ષ્મી સ્વયંવરા થઈને વરમાળા પહેરાવે છે. કુદરત પણ તેને વશ થાય છે. મનમાં જે વિચાર આવે તેની સિદ્ધિ થયા વિના રહેતી નથી. જેની ઈચ્છા થાય તે વસ્તુ સ્વયં હાજર થયા વિના રહેતી નથી. અંતરમાં સહજ આનંદની સરવાણીઓ ફૂટે છે. વૈશ્વિક સમૃદ્ધિઓ અત્યંત તુચ્છ ભાસે છે. આ સર્વ વસ્તુઓને ટૂંકમાં જણાવતા અહીં કહ્યું છે કે ત્યારે નવે નિધિઓ સેવામાં હાજર થાય છે.
લોકમાં નવનિધિઓ પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ માહિતી સ્થાનાંગસૂત્રમાં પ્રાપ્ત થાય છે -
एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स नवमहानिहीओ पण्णत्ताओ, तं जहा- नेसप्पे पंडुए पिंगले य सव्वरयणे महापउमे । काले य महाकाले माणवग महानिही संखे ।।नवमस्थाने ।।
પ્રત્યેક ચક્રવર્તીના નવ મહાનિધિઓ કહ્યા છે. તે આ મુજબ - નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવક, અને શંખ.
આ નિધિઓ ધન, રત્ન વગેરેના સંચયથી સમૃદ્ધ હોય છે. ચક્રવર્તીના પુણ્યોદયથી તેને નવ નિધિઓ વશ થાય છે. નવ નિધિઓ વશ થવાથી જે ફળ મળે તેનાથી પણ વધુ ફળ આત્માની પરમ જ્યોતિના અંશનો ઉદય થવાથી થાય છે. માટે અહીં નવ નિધિઓ સાન્નિધ્ય કરે છે, એમ જે કહ્યું છે એ સ્થૂલથી કહ્યું છે,
-પરમોપનિષદ બાળ જીવને સમજાવવા માટે કહ્યું છે, વાસ્તવમાં તો એ પરમ
જ્યોતિના અંશના પણ ચમકારાની પાસે નવ નિધિઓ પણ તૃણ સમાન છે.
પ્રશ્ન :- પરમજ્યોતિના માત્ર અંશનો ઉદય થાય તેનું આટલું બધું ફળ કેવી રીતે હોઈ શકે ?
ઉત્તર :- અગ્નિનો કણ પણ ઘાસની ગંજીને ભસ્મીભૂત કરી દેવા માટે સક્ષમ છે. નાનકડો દીવડો પણ અંધકારોને ઉલેચી નાખે છે. તે જ રીતે પમરજ્યોતિનો અંશ પણ અદ્ભુત ચમત્કારોનું સર્જન કરે છે એમ સમજવું જોઈએ. - આ પણ ઉપમામગ જ છે. માટે પરમજ્યોતિ એટલે દીવડો આવી ગેરસમજ ન રાખવી, પરમજ્યોતિ તો સૂરજ અને ચન્દ્ર કરતાં પણ અનંતગુણો પ્રકાશમાન છે. આ જ વાત જણાવતા કહે છે -
प्रभा चन्द्रार्कभादीनां, मितक्षेत्रप्रकाशिका । आत्मनस्तु परं ज्योति-र्लोकालोकप्रकाशकम् ।।२।।
ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્ર વગેરેની પ્રભા પરિમિત ક્ષેત્રની પ્રકાશક છે. જ્યારે આત્માની પરમજ્યોતિ લોકાલોકની પ્રકાશક
છે.
સૂર્યનો પ્રકાશ ઉર્ધ્વદિશામાં ૧૦૦ યોજન સુધી જાય છે. અધો દિશામાં ૮૦૦ યોજન સુધી જાય છે. પૂર્વ-પશ્ચિમ દિશામાં ૮૭,૨૬૩ ૭/૨૦ યોજન જેટલો તેમના કિરણોનો વિસ્તાર છે. અને ઉત્તરદક્ષિણ દિશામાં મેરુ પર્વત તરફ ૪૪,૮૨૦ યોજન અને સમુદ્ર તરફ 33,333 ૧/૩ યોજન સુધી સમુદ્રમાં અને ૧૮૦ યોજન દ્વીપમાં હોય છે. આ સ્થિતિ જ્યારે સૂર્ય સર્વાત્યંતર મંડલમાં હોય, ત્યારની છે. શેષ મંડલોમાં તો તેનાથી પણ ઓછો પ્રકાશ-વિસ્તાર હોય છે. આ જબૂદ્વીપના સૂર્યોના વિષયમાં સમજવાનું છે. અન્ય દ્વીપ-સમુદ્રોમાં