________________
૮
परमात्मपञ्चविंशतिका
સિદ્ધ પરમાત્માઓ સદાને માટે અશરીરી, દર્શનજ્ઞાનના ઉપયોગમયમૂર્તિવાળા અને નિરામય હોય છે. તથા સ્વભાવસમવસ્થિત, લોકાગ્રશિખરારુઢ, ભવપ્રપંચથી નિર્મુક્ત તથા અનંતાવગાહનથી યુક્ત છે.
દુઃખની અનુભૂતિ શરીર વિના શક્ય નથી. સિદ્ધોને શરીર જ નથી માટે તેમને દુઃખ નથી.સિદ્ધ પરમાત્માઓને પ્રત્યેક સમયે ક્રમશઃ કેવળજ્ઞાન તથા કેવળદર્શનનો ઉપયોગ હોય છે. અર્થાત્ એક સમય કેવળજ્ઞાનનો ઉપયોગ તથા બીજા સમયે કેવળદર્શનનો ઉપયોગ હોય છે. તે તે ઉપયોગમાં તેઓ પરિણત થાય છે. માટે તે ઉપયોગ એ જ સિદ્ધોનું સ્વરૂપ છે. આ રીતે સિદ્ધો જ્ઞાનાનંદમાં નિમગ્ન હોય છે. તેમને દ્રવ્ય-ભાવ રોગો નથી. માટે તેઓ નિરામય હોય છે. સિદ્ધોની આ સ્થિતિ આકાળ એટલે કે પ્રવાહની અપેક્ષાએ અનાદિઅનંત અને એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત હોય છે.
વળી તેઓ ચૌદ રાજલોકના અગ્ર ભાગે પ્રતિષ્ઠિત છે. તેથી જાણે લોકાગ્રરૂપી શિખર પર આરુઢ થયા છે. તેઓ માત્ર સ્વસ્વભાવમાં સમ્યક્મણે અવસ્થિત છે. કારણ કે તેઓ સર્વ વિભાવોથી મુક્ત છે.
તથા ભવપ્રપંચથી અત્યંત મુક્ત છે. જન્મ-મરણોની પરંપરાથી અને ચાર ગતિના ફેરાથી તેમણે મુક્તિ મેળવી છે. અને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, તથા અનંત વીર્ય આ અનંત અવગાહનાઓ સાથે તેમનું અનુસંધાન થયેલું છે.
પ્રશ્ન :- સિદ્ધોના સ્વરૂપનું યત્કિંચિત્ જ્ઞાન તો અમને થયું, તેને પામવાની અભિલાષા પણ થઈ. પણ તેને શી રીતે પ્રાપ્ત કરવું ?
ઉત્તર :- સિદ્ધસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સિદ્ધોનું ધ્યાન અને તેમની ઉપાસના છે. એ પૂર્વે કહ્યું જ છે. આમ છતાં આ જ પદાર્થને હવે દષ્ટાન્ત સહિત જણાવે છે –
-પરમોપનિષદ્ર કે इलिका भ्रमरीध्यानात्, भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ।।२४।।
જેમ ઈયળ ભમરીના ધ્યાનથી ભમરીપણું પામે છે. તેમ પરમાત્માનું ધ્યાન કરે, તે પરમાત્મપણું પામે છે.
ભમરી ક્યાંકથી ઈયળને પકડી લાવે છે. અને તેને દર જેવા સ્થાનમાં રાખી તેની આસપાસ ગુંજારવ કરે છે. ઈલિકા સતત ભમરીનું ધ્યાન કરે છે અને તેના દ્વારા તે સ્વયં ભમરી બની જાય છે, એ દષ્ટાંત પ્રસિદ્ધ છે. તે જ રીતે પરમાત્માના ધ્યાનથી પણ પરમાત્મપણાની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન :- ઈલિકા ભમરી બને એવું તો અમે જોયું નથી. વળી ઈલિકા બેઈન્દ્રિય હોવાથી ચઉરિન્દ્રિય ભમરી શી રીતે બને ? દષ્ટાન્ન તો ઉભયસમ્મત પ્રસિદ્ધ વસ્તુનું હોય તો જ એ વિવક્ષિત અર્થની સિદ્ધિ કરી શકે. માટે તે દૃષ્ટાંતથી પરમાત્માના ધ્યાનથી પરમાત્મપણું મળે તેવી સિદ્ધિ શી રીતે થઈ શકે ?
ઉત્તર :- ઈલિકા ભમરી બને છે એવું લોકમાં પ્રત્યક્ષસિદ્ધ છે. વળી તે બેઈન્દ્રિય હોવાથી ચઉરિન્દ્રિય શી રીતે બને - આ શંકાનું સમાધાન હીરપ્રશ્નમાં આ રીતે કરેલ છે કે, ‘તે ભમરીના ધ્યાનમાં મરી જાય અને પછી તે જ જીવ કે અન્ય જીવ તેમાં ભમરી તરીકે ઉત્પન્ન થાય છે. (આ રીતે બેઈન્દ્રિયને ચઉરિદ્રિય બનવાનો બાધ રહેતો નથી. કારણ કે અન્યજન્મમાં જાતિપરાવર્તન થઈ શકે છે.)
આમ છતાં આ બનાવ તમે જોયો નથી, તેથી તમારા માટે અન્ય દષ્ટાન સાથે પ્રસ્તુત દૃષ્ટાન્તનું સમર્થન કરીએ છીએ – रागादिदूषितं ध्यायन्, रागादिविवशो भवेत् । कामुकः कामिनीं ध्यायन्, यथा कामैकविहवलः ।। वीतरागमतो ध्यायन्, वीतरागो भवेद् भवी । નવા પ્રીમીતા, સ્થાન્તિી મરી યથાવા(નોનસY: -૧/૪૩-૪૨)