Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ . परमात्मपञ्चविंशतिका - 03 કષાયોનો વિજય કરનારા છે, એમ સમજી લેવું. આ રીતે પાંચે ઈન્દ્રિયો અને ત્યારે કષાયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ દાત્તાત્મા છે. અનાદિકાલીન કુસંસ્કારોથી વાસિત આત્માનું તેમણે દમન કર્યું છે. તેથી શુભ-પ્રશસ્ત આશયના તેઓ સ્વામિ છે. જેમ એક જ વગરના અનેક માર્ગો હોય છે. તેમ પરમાત્મપદને પામવાના પણ અનેક માર્ગો હોય છે. માટે ઉક્ત જીવો ભિન્ન માર્ગોથી પણ પરમાત્મગતિની પ્રાપ્તિ કરે છે. પ્રશ્ન :- એક નગરના જુદા જુદા માર્ગો સંભવે છે, એ વાત સાચી પણ ત્યાં ભિન્ન માર્ગે ચાલનારાઓનું પણ લક્ષ્યબિંદુ તો તે જ નગર હોય છે. પ્રસ્તુતમાં તો કોઈનું લક્ષ્યબિંદુ મહાવીરસ્વામિ છે, કોઈનું બુદ્ધ છે, તો કોઈનું શંકર વગેરે છે, તેથી તેમના માર્ગો તો ભિન્ન છે જ, લક્ષ્યબિંદુરથાનીય નગર પણ ભિન્ન છે, તો તે સર્વે એક જ પરમાત્મગતિને પામે છે, તેમ શી રીતે કહી શકાય, તે માટે તેઓ સર્વે એક જ પરમાત્માના ઉપાસક હોવા જરૂરી છે ને ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રનના અનુસંધાનમાં આગામી બ્લોક કહે છે – नूनं मुमुक्षवः सर्वे, परमेश्वरसेवकाः । दूरासन्नादिभेदस्तु, तभृत्यत्वं निहन्ति न ।।१२।। સર્વે મુમુક્ષુઓ નિશ્ચિતરૂપે પરમેશ્વરના સેવક છે. દૂર આસન્ન વગેરે ભેદ તેમના સેવકપણાનો વિઘાત કરતો નથી. ભિન્ન-ભિન્ન ધર્મમાં રહેલા મુમુક્ષુઓમાં કોઈ સર્વજ્ઞથી દૂર હોય છે અને કોઈ નજીક હોય છે. આમ છતાં સર્વજ્ઞસેવકપણું તો બધામાં રહેલું જ છે. સર્વજ્ઞથી દૂર હોય તે સેવક નહી અને અત્યંત નજીક હોય તે જ સેવક એવું હોતું નથી. જેમ અનેક પુરુષો એક રાજાની નોકરી કરવા દ્વારા એક રાજાનો આશ્રય કરે, તેમાં અમુક સેવકો રાજાથી દૂર રહીને તેની (૪ -પરમોપનિષદ્ર સેવા કરે, અમુક સેવકો નજીક રહીને સેવા કરે, આમ ભેદભાવ હોવા છતાં પણ તે બધા જ એક જ રાજાના સેવક ગણાય, તેમ પૂર્વે જણાવ્યા મુજબ બુદ્ધ વગેરે અનેક નામોથી વાચ્ય એક જ એવા પરમાત્મ પદની પ્રાપ્તિ માટે જેઓ પ્રયત્ન કરે છે તે સર્વે મુમુક્ષુઓ એક જ પરમેશ્વરના સેવક છે. નજીક-દૂરપણાનો ભેદ તેમના સેવકપણાનો બાધ કરી શકતો નથી. પ્રશ્ન :- અરે પણ બુદ્ધ એ બુદ્ધ જ છે, ને શંકર એ શંકર જ છે. આ બંને ઉત્તર-દક્ષિણ જેવો ભેદ ધરાવે છે એવું જગતમાં પ્રસિદ્ધ જ છે, તો પછી એ બંને એક છે એવું કેમ કહી શકાય ? ઉત્તર :- જગતમાં એવું પ્રસિદ્ધ છે એ વાત સાચી, પણ એ ભ્રમ છે, અને એમાં કદાગ્રહ ભળે એટલે તે દોષ વધુ ભયંકર બને છે. આ દોષને જેઓ આધીન છે, તેમને અનુલક્ષીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે - नाममात्रेण ये दृप्ता, ज्ञानमार्गविवर्जिताः । न पश्यन्ति परात्मानं, ते घूका इव भास्करम् ।।१३।। જેઓ નામમાત્રથી દર્યાવિષ્ટ છે, તે જ્ઞાનમાર્ગરહિત જીવો, જેમ ઘુવડો સૂર્યને ન જુએ, તેમ પરમાત્માને જોતા નથી. બુદ્ધ-જિન-શંકર ઈત્યાદિ નામમાત્રનો જ ભેદ છે. વાસ્તવમાં તો પરમાત્મા એક જ છે, આ વાત પૂર્વે સ્પષ્ટ કરી જ છે. આમ છતાં કોઈ નામમાત્રથી તેમના ભેદનો દુરાગ્રહ રાખે, બુદ્ધ જ સાચા, શંકર ખોટા ઈત્યાદિ અભિનિવેશ રાખે અને સ્વમત જ સાયો છે એવું અભિમાન રાખે તેઓ જ્ઞાનમાર્ગથી અત્યંત દૂર છે. સૂર્યનો પ્રકાશ અત્યંત ભાસ્વર હોવા છતાં પણ ઘુવડો તેને જોઈ શકતા નથી. તેમને તો સૂર્યમાં પણ અંધકાર જ દેખાય છે. તેમ નામમાત્રના ભેદથી દપવિષ્ટ થયેલ લોકોને પણ પરમાત્મામાં પરમાત્મસ્વરૂપનાં દર્શન થતા નથી, પણ પ્રતિપક્ષપણું જ દેખાય છે.

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46