________________
o2
परमात्मपञ्चविंशतिका સામાન્યથી એટલું કહી શકાય કે સર્વદ્રવ્યપર્યાયોનું વૈકાલિક જ્ઞાન એટલે કેવળજ્ઞાન, પણ આ પણ ઘણી સ્થૂળ વ્યાખ્યા છે. જેમ છઘસ્થ જીવ સામે રહેલા પદાર્થની પણ બાહ્ય સપાટીને જ જુએ છે. તેનું પૂર્ણપણે દર્શન કરી શકતો નથી. તેમ કેવળજ્ઞાનનું પૂર્ણસ્વરૂપ પણ આપણને અગોચર છે. આ રીતે સર્વ નયોની બાબતમાં સમજવું. આમ સાગરના તરંગો જેમ ઉછળી ઉછળીને દૂર-દૂર સુધી જઈને પણ પાછા ફરે છે. તેમ સર્વ નયો પણ દોડી દોડીને પાછા ફરે છે. પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને જાણી શકતા નથી. આ રીતે પરમાત્મસ્વરૂપ અનુભવગમ્ય જ છે. આ જ વાતના સમર્થનમાં અન્ય કારણ પણ રજુ કરે છે -
शब्दोपरक्ततद्रूप-बोधकृन्नयपद्धतिः । निर्विकल्पन्तु तद्रूपं, गम्यं नानुभवं विना ।।९।।
નયપદ્ધતિ શબ્દથી ઉપરક્ત એવા જ તેના રૂપનો બોધ કરે છે. તેનું જે નિર્વિકલ્પરૂપ છે, તે અનુભવ વિના ગમ્ય નથી.
સાકર મીઠી છે... ખૂબ મીઠી છે. આ બધી વાતો સાકરના સ્વરૂપને નથી જણાવી શકતી. આ તો શબ્દમણ છે. સાકર માત્ર શબ્દમાં સમાઈ જતી નથી. તેનું સ્વરૂપ શબ્દાતીત છે, અનુભવગમ્ય
-પરમોપનિષદ શામરૂપી ખીરનું અવગાહન તો કોની કલાનારૂપી ચમચી નથી કરતી ? પણ અનુભવરૂપી જીસ્વાથી તેના રસાસ્વાદને જાણનારા અલ્પ જ હોય છે.
શારો ચાહે ગમે તેટલા ભણો. તેઓ માત્ર દિશાસૂચન કરે છે. શારોએ ચીંધેલી દિશામાં ખૂબ ખૂબ આગળ વધીએ ત્યારે શબ્દલોકને વટાવીને અશબ્દલોકમાં પ્રવેશ થાય છે. આ અશબ્દલોક એટલે જ અનુભવ. શાસ્ત્રોમાં ચાહે લાખો કરોડો શબ્દો ભર્યા હોય, તે બધાનું પણ તાત્પર્ય હોય તો એ છે અનુભવ, બુદ્ધિશાળી જીવો પોતાની કલપનારૂપી ચમચીના સહારે શાસ્ત્રરૂપી ખીરનું અવગાહન કરે છે. પણ તેનો રસાસ્વાદ જાણી શકતા નથી. કારણ કે એ રસાસ્વાદને માણવાની કલાનારૂપી ચમચીમાં શક્તિ જ નથી. એ સામર્થ્ય છે માત્ર અનુભવરૂપી જીવાનું અને તેના દ્વારા એ રસાસ્વાદને માણનારા જીવો અતિ અલ્પ હોય છે.
આ અનુભવ જ અંતિમ લક્ષ્યબિંદુ છે. તે જ પરમાત્મસ્વરૂપની અધિગતિ છે. તેને જ પામવા માટે શાસ્ત્રાદિ પ્રપંચ છે. અને તેને પામવાના અનેક માર્ગો હોઈ શકે છે, એ આશયથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે –
जितेन्द्रिया जितक्रोधा, दान्तात्मनः शुभाशयाः । परमात्मगतिं यान्ति, विभिन्नैरपि वर्त्मभिः ।।११।।
જિતેન્દ્રિય, જિતકોધ, દાત્તાત્મા, શુભાશય એવા જીવો ભિન્ન માર્ગોથી પણ પરમાત્મગતિને પામે છે.
જેમણે ઈન્દ્રિયોને જીતીને વશ કરી છે, તેથી જ તેઓ ઈન્દ્રિયોનો નિરોધ કરે છે, વિષયોના સંપર્કમાં આવવા છતાં રાગ-દ્વેષ પામતા નથી, તેઓ જિતેન્દ્રિય છે. જેઓ ક્રોધનો ઉદય ન થાય તેવા પ્રયત્ન સાથે તેનો વિરોધ કરે છે અને કથંચિત ઉદયપ્રાપ્ત ક્રોધનો નિગ્રહ કરે છે, તેઓ જિતક્રોધ છે. આ ઉપલક્ષણ છે. તેનાથી ચારે
આ જ રીતે નયમાર્ગો પરમાત્માના સ્વરૂપને જાણવા ગમે તેટલો પ્રયત્ન કરે, તેમનું જ્ઞાન શાબ્દિક ઉપરાગ સહિત જ છે. શબ્દજનિત વિકલ્પોથી રહિત એવું પરમાત્માનું જ સ્વરૂપ છે તે નિર્વિકલ્પ રૂપ અનુભવ વિના જણાવું શક્ય નથી. માટે અનુભવ દ્વારા પરમાત્મસ્વરૂપના જ્ઞાતા વિરલ જ હોય છે, તે જણાવતા કહે છે -
केषां न कल्पनादर्वी, शास्त्रक्षीरान्नगाहिनी । स्तोकास्तत्त्वरसास्वाद-विदोऽनुभवजिह्वया ।।१०।।