________________
(po
परमात्मपञ्चविंशतिका - बुद्धो जिनो हृषीकेशः, शम्भुर्ब्रह्मादिपुरुषः । इत्यादि नामभेदेपि, नार्थतः स विभिद्यते ।।७।।
બુદ્ધ, જિન, હૃષીકેશ, શમભુ, બ્રહ્મા, આદિપુરુષ ઈત્યાદિ નામભેદ હોવા છતાં પણ અર્થથી તેનો ભેદ થતો નથી.
નદીમાં શેવાળ હોય છે તેથી તેને શૈવલિની કહેવાય છે. તેમાં તરંગો હોય છે માટે તેને તરંગિણી કહેવાય છે. તે સતત સરે છે (ગમન કરે છે, તેથી તેને સરિતા કહેવાય છે. તે નીયાણમાં ગતિ કરે છે તેથી તેને નિમ્નગા કહેવાય છે. તે સમુદ્ર તરફ ગતિ કરે છે. તેથી તેને જલધિગા કહેવાય છે.
આ રીતે નદીના અનેક નામો હોવા છતાં પણ તે નામભેદોથી નદીનો ભેદ થતો નથી, નદી તો એક જ છે.
તે જ રીતે પરમાત્મા કેવળજ્ઞાનરૂપી બોધથી યુક્ત છે, તેથી બુદ્ધ છે. આંતરશત્રુઓને જીતનારા છે તેથી જિન છે, ઈન્દ્રિયોને વશ કરનારા છે તેથી હૃષીકેશ છે. કલ્યાણરૂપતાને પામે છે તેથી શક્યુ છે. મહાન છે તથા આશ્રિતોના પોષક છે તેથી બ્રહમા છે અને શ્રેષ્ઠ છે. તેથી આદિપુરુષ છે. આ રીતે નામભેદો હોવા છતાં પણ પરમાત્મા તો એક જ છે.
પ્રશ્ન :- પરમાત્મા બુદ્ધ છે. આ રીતે આપણે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કરી લીધું. તો પરમાત્મસ્વરૂપ અગમ્ય ક્યાં રહ્યું ? અને તેને શબ્દાતીત-તર્યાતીત પણ શી રીતે કહી શકાય ?
ઉત્તર :- પરમાત્મા બુદ્ધ છે. આ પ્રતિપાદન એક નય છે. પરમાત્મસ્વરૂપના એક પાસાનો જ વિચાર છે, અને તે પણ અપૂર્ણ છે. પરમાત્મસ્વરૂપનું પૂર્ણ જ્ઞાન તો સર્વ નયોથી પણ સંભવિત નથી. તે જણાવતા કહે છે –
-પરમોપનિષદ્રક धावन्तोऽपि नयानेके , तत्स्वरूपं स्पृशन्ति न । समुद्र इव कल्लोलाः, कृतप्रतिनिवृत्तयः ।।८।।
સર્વ નયો દોડતા હોવા છતા પણ તેના સ્વરૂપનો સ્પર્શ કરી શકતા નથી. જેમ સમુદ્રમાં કલ્લોલો દોડી દોડીને પણ પાછા ફરે. છે, તેમ નયો પણ પાછા ફરે છે.
જેટલા વાણીના માર્ગો છે તેટલા જ ગયો છે. પ્રત્યેક નય પરમાત્મસ્વરૂપનો સ્પર્શ કરવા અનુપાવન કરે છે, એક નય કહે છે પરમાત્મા બુદ્ધ છે, બીજો કહે છે જિન છે, ત્રીજો કહે છે વીતરાગ છે, ચોથો કહે છે જ્યોતિ સ્વરૂપ છે, પાંચમો કહે છે આનંદમય છે, છઠ્ઠો કહે છે નિત્ય છે, સાતમો કહે છે બ્રહ્મસ્વરૂપ છે, આઠમો કહે છે સ્વયંભૂ છે, નવમો કહે છે કલ્યાણરૂપ છે.. આ રીતે નયોનો અંત આવતો નથી. પણ આ પ્રત્યેક નયો પરાત્માના વિરાટ સ્વરૂપમાંથી એક એક પાસાનો જ વિચાર કરે છે. તેથી પરમાત્માના પૂર્ણ સ્વરૂપને કોઈ કળી શકતા નથી.
પ્રશ્ન :- ભલે પ્રત્યેક નય પૂર્ણસ્વરૂપને ન જાણી શકે પણ બધા નયો મળી ને તો જાણી શકશે ને ? તેથી પરમાત્માની અગમ્યતા ક્યાં રહી ?
ઉત્તર :- ના, સર્વ નયો મળીને પણ પરમાત્મસ્વરૂપને નહીં જાણી શકે. કારણ કે પ્રત્યેક નય જે પાસાનું જ્ઞાન કરે છે, તે પાસાને પણ પૂર્ણપણે જાણી શકતો નથી. અર્થાત્ પ્રત્યેક પાસાનું આંશિક જ્ઞાન જ કરે છે.
આશય એ છે કે પરમાત્મા બુદ્ધ છે, કેવળજ્ઞાની છે. આટલું જ્ઞાન તો આપણે કરી શકીએ છીએ. પણ ‘કેવળજ્ઞાની હોવું એટલે શું ? તેમાં કેટલું જ્ઞાન હોય ? એની આપણને જાણ નથી.
9. ૪ - નૈ% | ૨. વરુ - સમુદ્રા |