Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ परमात्मपञ्चविंशतिका પ્રશ્ન :- ભલે ને તેઓ પરમાત્માને ન જાણે, પોતપોતાના શાસ્ત્રોનો તેઓ કેટલો અભ્યાસ કરે છે ? તેનું ફળ તો તેઓને મળશે જ ને ? ઉત્તર ઃ આગામી શ્લોકમાં આ જ શંકાનું સમાધાન કરાયું છેश्रमः शास्त्राश्रयः सर्वो, यज्ज्ञानेन फलेग्रहिः । ध्यातव्योऽचमुपास्वोऽयं परमात्मा निरज्जनः ||१४|| " શાસ્ત્રમાં કરેલો સર્વ પરિશ્રમ જેમના જ્ઞાનથી સફળ થાય છે તે નિરંજન પરમાત્માનું ધ્યાન તથા તેમની ઉપાસના કરવી જોઈએ. 1. to. પરમાત્માને જે જાણતા નથી, તેમણે શાસ્ત્રમાં ચાહે ગમે તેટલો પરિશ્રમ કર્યો હોય, તે સર્વ નિષ્ફળ છે. શાસ્ત્રોનું પ્રયોજન એક માત્ર પરમાત્મપ્રાપ્તિ છે. શાસ્ત્રો દ્વારા પરમાત્માનો પરિચય થાય, તેના દ્વારા તેમના ગુણોની સ્પૃહા થાય, તે સ્પૃહાથી જ પરમાત્માના ધ્યાનઉપાસના આદિ સદુપાયોમાં પ્રવૃત્તિ થાય અને તેના પરિણામરૂપે પરમાત્મપ્રાપ્તિ થાય એ જ શાસ્ત્રશ્રમની સાર્થકતા છે. માટે નિરંજન એવા પરમાત્માનું ધ્યાન અને ઉપાસના કરવી જોઈએ. બાળજીવોના અનુગ્રહ માટે ધ્યાનાદિ શી રીતે કરવું તે અંગે પણ દિગ્દર્શન કરે છે - - नान्तराया न मिथ्यात्वं, हासो रत्यरती च न । ન મીર્થસ્ય ખુગુપ્સા નો, પરમાત્મા સ મે ગતિઃ ।।।। न शोको यस्य नो कामो, नाज्ञानाविरती तथा । नावकाशश्च निद्रायाः, परमात्मा स मे गतिः ।। १६ ।। रागद्वेषौ हतौ येन, जगत्त्रयभयङ्करौ । सत्राणं परमात्मा मे, स्वप्ने वा जागरेऽपि वा ।। १७ ।। ધાત -પરોપનિષદ્ જેને અંતરાયો, મિથ્યાત્વ, હાસ્ય, રતિ અને અરતિ નથી, ભય તથા જુગુપ્સા નથી, તે પરમાત્મા મને શરણ છે. જેને શોક નથી, કામ નથી, અજ્ઞાન તથા અવિરતિ નથી, જેને નિદ્રાનો પણ અવકાશ નથી, તે પરમાત્મા મને શરણ છે. ત્રણે જગતને ભય કરનારા એવા રાગદ્વેષને જેમણે હણી નાખ્યાં છે, તે પરમાત્મા મને સર્વદા શરણ છે. ચાહે હું સૂતો હોઉં કે જાગતો હોઉં. oc અઢાર પ્રકારના દોષો હોય છે. જેને અભિધાનચિંતામણિમાં આ રીતે કહ્યા છે– अन्तराया दानलाभ-वीर्यभोगोपभोगगाः । દાસો રચરતી ભીતિ-નુષ્કા શોળ ખ્વ = ।।૦૨।। कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेशश्च नो दोषा-स्तेषामष्टादशाप्यमी ॥७३॥ પાંચ અંતરાયો દાનાંતરાય, લાભાંતરાય, વીઅંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, હાસ્યમોહનીય, પદાર્થો પર પ્રીતિ, પદાર્થો પર અપ્રીતિ, ભય, ઘૃણા, વૈમનસ્ય, મદન, દર્શનમોહ, જડત્વ, ઊંઘ, અવિરતિ, રાગ અને દ્વેષ આ અઢારે દોષો અરિહંતોને હોતા નથી. સંપૂર્ણપણે દોષરહિત હોવાથી અરિહંત પરમાત્મા જ વિશ્વમાં ઉત્કૃષ્ટ છે. અને મારી સર્વ અવસ્થાઓમાં તે પરમાત્મા જ મારું શરણ છે. પરમાત્માની પર્વપાસના અને ધ્યાનની યાત્રા અસ્ખલિત રહે તે માટે પરમાત્માના વિરાટ સ્વરૂપને દૃષ્ટિગોચર કરવું આવશ્યક છે. માટે હવે તેનું દર્શન કરાવે છે . उपाधिजनिताभावा, ये ये जन्मजरादिकाः । तेषां तेषां निषेधेन, सिद्धं रूपं परात्मनः ।। १८ ।।

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46