________________
3o
परमज्योतिः पञ्चविंशतिका સુખ સર્વોત્કૃષ્ટ હોય છે. એ સુખ કરતા પણ એક વર્ષના પર્યાયના સાધુનું સુખ વધી જાય છે.
પ્રશ્ન :- પર્યાય તો વર્ષોનો થઈ ગયો છે. છતાં એવો અનુભવ થતો નથી તો શું સમજવું ?
ઉત્તર :- અનંતજ્ઞાનીઓએ કહેલ આગમવયન મિથ્યા ન હોય. અને આગમવચન તો સાષ્ટરૂપે ઉપલબ્ધ થાય જ છે, જે અહીં જણાવેલ છે, તેથી જો એવા સુખનો અનુભવ ન થતો હોય તો સમજવું પડે કે વાસ્તવમાં હજી ૧ વર્ષનો પર્યાય થયો નથી. વેષબાહ્યાચાર આ બધું તો વ્યવહાર છે. ચારિત્રની પરિણતિ એ નિશ્ચય છે. માત્ર દિવસો જાય એને પર્યાય ન કહેવાય. ઉપદેશમાલાકાર તો સાષ્ટરૂપે ફરમાવે છે - न तहिं दिवसा पक्खा,
વરસા વિ સંપન્નતા जे मूलउत्तरगुणा,
अक्खलिया ते गणिज्जति ।।४७९।। ચારિત્રના પર્યાયમાં દિવસો, પક્ષો, મહિનાઓ અને વર્ષો નથી ગણાતા, પણ જે મૂલ - ઉત્તરગુણો અખ્ખલિત હોય તે ગણાય છે.
આપણા નિશ્ચય પર્યાયની ક્ષણોનો સરવાળો કરીએ તો એ કેટલો સમય થતો હશે ? એવું પણ નથી કે - “સંઘયણહાનિ, દુઃષમાકાળ આદિ કારણોથી અત્યારે નિશ્ચયપર્યાય જ સંભવિત નથી - અપવાદોને કારણે મૂલ-ઉત્તરગુણોની અસ્મલિતતા જ સંભવિત નથી” - કારણ કે ઉત્સર્ગસાપેક્ષ અપવાદ એ પણ જિનાજ્ઞા જ છે ખલના નથી, આ વિષયમાં સત્વોપનિષમાં વધુ વિસ્તાર છે.
ટૂંકમાં જિનાજ્ઞાનુરાગ અને યથાશક્તિ તત્પાલનથી આજે પણ નિશ્ચયપર્યાય અને અનુતરવાસી દેવને પણ ટપી જાય એવું સુખ સંભવિત છે.
પરમોપનિષદ્ર પ્રશ્ન :- આગમવયનના પ્રારંભે જ ‘મન’ જે કહ્યું છે, તેનો અર્થ ‘વર્તમાનમાં’ એવો થાય છે. તેથી આ સૂત્ર ચોથા આરાના મહાત્માઓ માટે જ ઘટી શકે ને ?
ઉત્તર :- ટીકાકારશ્રીએ ‘મનાઇ' પદના બે અર્થ કર્યા છે. (१) आर्यतया पापकर्मबहिर्भूततया (२) अधुनातनतया वर्तमानकालतया
અહીં પ્રથમ જે અર્થ છે, તે આજે પણ ઘટી શકે છે. કારણકે અપવાદસેવન એ પાપકર્મ નથી. જિનાજ્ઞાસાપેક્ષપણે વિધિપૂર્વક અપવાદ સેવે એ નિર્દોષ છે, પૂ. ઉપાધ્યાયજી મહારાજે આ વિષયમાં દેવધર્મપરીક્ષા નામના ગ્રંથમાં સ્પષ્ટીકરણ કર્યું છે, જેના પર મેં દેવધર્મોપનિષદ્ર ગુર્જર ટીકા લખી છે. એ જોવા ભલામણ કરું છું.
વળી શ્રીભગવતીસૂત્રના ટીકાકારશ્રી ફરમાવે છે કે પર્યાયવૃદ્ધિ સાથે વાણવ્યન્તરાદિ દેવોની તેજોલેશ્યાના વ્યતિવજનનું જે વિઘાન છે, તેનો આશય એવો નથી કે પ્રત્યેક શ્રમણને આવું સુખ હોય. પણ શ્રમણવિશેષને આશ્રીને એવું કહ્યું છે.
આ રીતે તો ચતુર્થઆરામાં પણ પ્રત્યેક શ્રમણને આવું સુખ હોય એવો નિયમ રહેતો નથી. કાળવિશેષની મર્યાદા વિના તથાવિધ શ્રમણવિશેષમાં તેવું સુખ સંભવે. અને તેવું સુખ ન અનુભવાય, તો ય શ્રમણ્યનો બાધ નથી એવું ફલિત થાય છે.
જૈનેતર દર્શનમાં પણ એક વર્ષના પર્યાયે યોગી સિદ્ધિવિશેષસંપન્ન થાય છે એવું પ્રતિપાદન કરાયું છે. જેમ કે – ब्रह्मचारी मिताहारी,
योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत्सिद्धो,
માત્ર 1 વિવારના II ગ્રાનવન -૭૨ II બ્રહમચારી, મિતાહારી અને યોગમાં તત્પર એવો યોગી એક વર્ષ