Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ परमज्योतिः पञ्चविंशतिका અધ્યાયમાં કહ્યું છે કે જે ‘સમ્યત્ત્વ છે તે જ સાત્રિ છે. અને જે ચારિત્ર છે, તે જ સમ્યત્ત્વ છે.’ આ જ રીતે પ્રસ્તુતમાં પણ જ્યારે આત્માને એવું વિજ્ઞાન થશે, કે સ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે, પરરૂપદર્શન વ્યર્થ છે, ત્યારે તે તેને અનુરૂપ ક્રિયા કરશે જ. અર્થાત્ સ્વરૂપદર્શનમાં તે નિમગ્ન બનશે જ, અને પરરૂપદર્શનનો પરિહાર પણ કરશે જ, આ રીતે તે વિજ્ઞાન જ પરમ જ્યોતિનું પ્રકાશક બનશે. પ્રશ્ન :- તમે આંતર જ્યોતિનો અનેકવિધ મહિમા બતાવ્યો. પણ તે દિશામાં અમે પ્રયત્ન કરીએ તો કાંઈ લાભ થતો નથી - એ જ્યોતિની કોઈ અનુભૂતિ થતી નથી. જ્યારે બાહ્ય જગતમાં તો પ્રત્યક્ષપણે અનેક કાર્યો પાર પડે છે. તો પછી અમે બાહ્ય જગતમાં જ પ્રવૃત્તિ કરીએ એ જ ઉચિત નથી ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે – स्तोकमप्यात्मनो ज्योतिः, पश्यतो दीपवद्धितम् । अन्धस्य दीपशतवत्, परज्योतिर्न बह्वपि ।।२१।। જેમ દેખતાને દીપક હિતકર થાય છે, તેમ થોડી પણ આત્માની જ્યોતિ હિતકારક છે. અને જેમ આંધળાને સો દીપક પણ લાભકારી થતા નથી તેમ ઘણી પણ પરજ્યોતિ હિતકર નથી. ક્રિયામાત્રથી ફળ મળતું નથી. ક્રિયા યોગ્ય ક્ષેત્રમાં કરવી પણ જરૂરી હોય છે. આંબાના ફળની ઈચ્છાથી લીમડાને પાણી સીંચે તો તેનાથી અભિવાંછિત પરિણામની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેમ આત્મજ્યોતિને જ લક્ષ્યબિંદુ બનાવીને પ્રયત્ન કરતા રહેવું જોઈએ. એનાથી આત્માનું કલ્યાણ થવાનું છે. હા, અજ્ઞાનાવરણ જેટલું ગાઢ 9. g - દ્ધિતા ૮ -પરમોપનિષદ્ર હશે, તેમ તે જ્યોતિનો આવિર્ભાવ થવામાં વધુ સમય લાગશે. પ્રયત્ન અને ઘીરજ બંનેને ટકાવી રાખવા પડશે. અને એક ધન્ય ક્ષણે અજ્ઞાનરૂપી આવરણમાં એક નાનકડું છિદ્ર પડશે, આત્મજ્યોતિનું આંશિક પ્રાકટ્ય થશે, અને તેની સાથે જ પ્રસન્નતાનો સાગર હિલોળે ચઢશે, જ્ઞાનાનન્દના સુધાકુંડમાં આત્મા ગરકાવ બની જશે. અનેક ચમત્કારોનું સર્જન થશે. ધીમે ધીમે તે છિદ્ર મોટું થતું જશે, અજ્ઞાનાવરણ દૂર થતું જશે અને છેવટે આત્મજ્યોતિનું પૂર્ણપણે પ્રાકટ્ય થશે. જેના પ્રભાવે આત્મા સર્વકર્મોનો ક્ષય કરીને શાશ્વત આનંદનો સ્વામિ બનશે. આ રીતે થોડી પણ આત્મજ્યોતિ કલ્યાણકારી થાય છે. જેમકે દેખતી વ્યક્તિને દીપક હીતકર થાય છે. દીપકની જ્યોતિ અંધ વ્યક્તિને કોઈ લાભ કરતી નથી. ભલેને સો દીપકો ટગમગતા હોય, અંઘને તેનાથી ઈષ્ટ પરિણામની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમ પરજ્યોતિ ચાહે ગમે તેટલી હોય તે કલ્યાણકારી થતી નથી. સાર એટલો જ છે, કે બહાર ગમે તેટલું ભટકો, કલ્યાણ તો ત્યારે જ થઈ શકશે કે જ્યારે આંતરજગત તરફ વળીએ આભ્યન્તરજ્યોતિના આવિર્ભાવમાત્રને લક્ષ્યબિંદુ બનાવીએ અને તે સાધ્યને સિદ્ધ કરવા માટે ભગીરથ પુરુષાર્થ કરીએ. પ્રશ્ન :- પુરુષાર્થ તો કરીએ છીએ, પણ ક્યાં સુધી પુરુષાર્થ કરવાનો ? વિહારયાત્રા લાંબી હોય તો ય એટલી જાણ હોય છે કે ૨૨ કિ.મી. નો વિહાર છે, ૧૮ થયા, ૪ બાકી છે... ઈત્યાદિ. અહીં તો કોઈ અંદાજ જ નથી આવતો કે આત્મજ્યોતિનું પ્રાકટ્ય ક્યારે થશે ? તો ધીરજ પણ શી રીતે રાખીએ ? આખરે એટલી તો જાણ હોવી જોઈએ ને ? કે આ અવસ્થાની પ્રાપ્તિ થાય એટલે આત્મજ્યોતિનું પ્રકાશન થશે. ઉત્તર :- સાચી વાત છે. હવે તે અવસ્થાને જ જણાવતા કહે છે –

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46