Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ દ परमज्योतिः पञ्चविंशतिका - we समताऽमृतमग्नानां, समाधिधूतपाप्मनाम् । रत्नत्रयमयं शुद्धं, परं ज्योतिः प्रकाशते ।।२२।। જેઓ સમતારૂપી અમૃતમાં મગ્ન છે, જેમણે સમાધિથી પોતાના પાપોને ખંખેરી નાખ્યા છે, એવા આત્માઓની રત્નત્રયમય શુદ્ધ આત્મજ્યોતિ પ્રકાશે છે. આત્મજ્યોતિના પ્રાકટ્યની પુરુષાર્થયાત્રા જેમ જેમ આગળ વધે, તેમ તેમ રાગ-દ્વેષ ઘટતા જાય અને સમતાની પ્રાપ્તિ થતી જાય, જેમ જેમ સમતાની વૃદ્ધિ થતી જાય તેમ તેમ સમાધિ આત્મસાત્ થતી જાય. જેમ જેમ સમાધિ આત્મસાત થતી જાય તેમ તેમ ક્લિષ્ટ કર્મોનો વિગમ થતો જાય... પુરુષાર્થયાત્રા પ્રગતિ કરે અને છેવટે સમતા અને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય. આત્મા સમતારૂપી અમૃતમાં નિમગ્ન બને. લાભાલાભ, સુખ-દુઃખ, નિંદક-સ્તુતિકાર, વાસી-ચંદન, તૃણ-કંચન... સર્વત્ર તેની સમતા અખલિત બને. અપૂર્વકરણરૂપ મહાસમાધિના સથવારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય અને માત્ર અંતર્મુહૂર્તમાં પરમજ્યોતિનો દેદીપ્યમાન પ્રકાશ ઝળહળી ઉઠે. આ રીતે જેમ જેમ સમતા અને સમાધિની વૃદ્ધિ થાય તેમ તેમ પરમજ્યોતિના આસન્નપણાનું જ્ઞાન થાય છે. રાગાદિ દોષોની હાનિ જ તેની સૂચક બને છે. ઈન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે – जह जह दोसा विरमइ जह जह विसएहिं होइ वेरग्गं । तह तह विन्नायव्वं आसन्नं से अ परमपयं ।।९६।। જેમ જેમ દોષો ઉપરતિ પામે અને જેમ જેમ વિષયોથી વૈરાગ્ય થાય, તેમ તેમ પરમપદને સમીપ જાણવું. પરમજ્યોતિના અહી બે વિશેષણો કહ્યા છે. (૧) રત્નત્રયમય - દર્શન, જ્ઞાન અને ચારિત્ર - આ આત્મગુણો જ પરમજ્યોતિનું સ્વરૂપ -પરમોપનિષદ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શન તો સિદ્ધાવસ્થામાં હોય જ છે. સ્થિરતારૂપ ચારિત્ર પણ સિદ્ધોને હોય છે. એવું પ્રતિપાદન પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાર આદિ ગ્રંથોમાં કર્યું છે. આ રીતે રત્નત્રયમય પરમજ્યોતિનું પ્રાકટ્ય સાદિ અનંત તરીકે સિદ્ધ થાય છે. (૨) શુદ્ધ - અશુદ્ધ કક્ષાનું રત્નત્રય તો પૂર્વાવસ્થામાં પણ ઘટે છે. જેમ કે અતિચારોથી કલુષિત યાત્રિ માટે અહીં ક્ષાયિક જ્ઞાનાદિની વિવક્ષાથી શુદ્ધ એવું વિશેષણ કહ્યું છે. આવા પ્રકારની પરમજ્યોતિ જ પ્રત્યેક મહાપુરુષોની જનની છે, એવા આશયથી પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – तीर्थङ्करा गणधरा, लब्धिसिद्धाश्च साधवः । અજ્ઞાતસ્વિનાવા:, પતિ :પ્રવાશત: ||રરૂા તીર્થકરો, ગણધરો અને લબ્રિસિદ્ધ સાધુઓ પરમજ્યોતિના પ્રકાશથી ત્રણ જગતને વંદનીય થયા હતાં. પરમજ્યોતિના અંશનું પણ એ સામર્થ્ય છે કે તેના પ્રભાવે બાહ્ય અને આભ્યન્તર અભ્યય થયા વિના ન રહે, જે પૂર્વે સ્પષ્ટ કરેલ જ છે. પ્રશ્ન :- પરમજ્યોતિનું માહાલ્ય અમે સ્વીકારીએ છીએ, તેને પામવાની અદમ્ય અભિલાષા પણ અમને જાગૃત થઈ છે. પણ હજી તેને પામવાનો ઉપાય સ્પષ્ટપણે જણાતો નથી, તો શું કરવું ? ઉત્તર :- જાણે આપના પ્રશ્નો ઉત્તર જ આપતા હોય, તેમ પૂ. ઉપાધ્યાયજી મહારાજ આગામી શ્લોક કહે છે – न रागं नापि च द्वेष, विषमेषु यदा व्रजेत् ।। औदासीन्यनिमग्नात्मा, तदाप्नोति परं महः ।।२४।। જ્યારે વિષમોમાં પણ રાગ અને દ્વેષ ન પામે, ત્યારે તે ઔદાસીન્યનિમગ્ન આત્મા પરમ તેજને પામે છે. 9. પર જોતિ પ્ર | ૨. - વિષયેy/ 9. - ધુત૦ |

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46