________________
રૂ
परमज्योतिः पञ्चविंशतिका સૌમ્ય સ્વરે ઉત્તર આપ્યો કે “મને ખબર નથી.’ અને આ સાંભળતાની સાથે જ પ્રશ્નકર્તા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કારણ કે તે સ્વયં ઉત્તર જાણતો હતો અને મહાત્માની પરીક્ષા માટે જ પ્રશ્ન કર્યો હતો.
વાત એવી બની હતી કે તે સમયે તે માર્ગ પરથી આખું ચક્રવર્તીનું સૈન્ય પસાર થયું હતું. ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૩ કરોડ સૈનિકો, કેટકેટલા રણશિંગાઓ અને શંખનાદો, જોરશોરથી ગાજતી નોબતો, જાણે હજારો-લાખો વરઘોડાઓ એક સાથે પસાર થતા ન હોય, એવો એ દિવ્ય માહોલ હતો. જે મહાત્માની બરાબર બાજુમાંથી પસાર થઈ ગયો અને છતાં પણ મહાત્માને તેનો અણસાર પણ ન આવ્યો, કેવી અંતર્મુખતા ! જ્ઞાનાનંદમાં કેવી નિમગ્નતા ! પૂ. ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મોપનિષદ્ ગ્રંથમાં કહ્યું છે – आत्मप्रवृत्तावतिजागरूकः,
ઘરપ્રવૃત્તી ધરાવપૂર્વ: | सदा चिदानन्दपदोपयोगी,
लोकोत्तरं साम्यमुपैति योगी ॥४-२।। જે આત્મપ્રવૃત્તિમાં અત્યંત જાગૃત છે, પરપ્રવૃત્તિમાં બધિર, અંધ અને મૂક સમાન છે એવો સદા જ્ઞાનાનન્દથી પરિપૂર્ણ પદમાં ઉપયુક્ત યોગી લોકોતર સમતાનો સ્વામી બને છે. - અત્યન્ત નિકટના કાળમાં જ મોક્ષે જવાના હોય તેવા આભામાં જ લોકોતર સામ્ય સંભવિત છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે એવા આત્માની અનુમોદના કરતાં કહ્યું છે -
स्वगुणाभ्यासरतमतेः परवृत्तान्तान्धमूकबधिरस्य । मदमदनमोहमत्सर-रोषविषादैरधृष्यस्य ।। प्रशमाव्याबाधसुखाभिकाङ्क्षिणः सुस्थितस्य सद्धर्मे । तस्य किमौपम्यं स्यात् सदेवमनुजेऽपि लोकेऽस्मिन् ? ।।
(પ્રણામતઃ ર૩ર-ર૩૬)
૪
પરમોપનિષદ્ર જેને એક માત્ર આત્મિક ગુણોના અભ્યાસમાં જ સ છે. પરવૃતાત વિષે જે મૂક, અબ્ધ અને બધિર છે. મદ, મદન, મોહ, મત્સર, રોષ અને વિષાદાદિ દોષો જેની કદર્થના કરી શકતા નથી, જેને પ્રશમના અવ્યાબાધ સુખની અભિલાષા છે, અને જે સદ્ધર્મમાં સુસ્થિત છે, તેવા મહાત્મા તો ખરેખર નિરુપમ છે, દેવો અને મનુષ્યો સહિત સમગ્ર વિશ્વમાં કોઈ તેમની તોલે આવી શકે તેમ નથી.
પરપ્રવૃત્તિ કુતુહલવૃત્તિથી થાય છે. આ વૃત્તિને સંતોષીને પણ અંતે તો જીવને સુખની જ આકાંક્ષા છે. પણ બિચારા જીવને ખબર નથી, કે આવા તુચ્છ સુખને લાત મારીને જો હું પરપ્રવૃત્તિ માટે મૂક, અંધ અને બધિર બની જાઉં તો મને એવું સુખ મળશે કે જે સુખના સાગરની સમક્ષ સ્વર્ગના સુખો બિંદુમાત્ર પણ નહીં હોય.
કો'ક વરઘોડા ને સરઘસને જોવા ગેલેરીમાં જતાં પૂર્વે, પેલા મહાત્માને યાદ કરીએ. ચક્રવર્તીની સેનાને જેમણે ગણકારી પણ ન હતી, અરે ! તેની નોંધ પણ લીધી ન હતી. માત્ર બે મિનિટ માટે ઈન્દ્રિયોને સતેજ કરી હોત, તો ય કેવું દિવ્ય દૃશ્ય જોવા મળત ! કેવા દિવ્ય શબ્દો સાંભળવા મળત ! પણ તેમની તત્વદૃષ્ટિમાં તે બધુ અસતપ્રાયઃ હતું, તેનાથી અનેક ગણા દિવ્ય ઈન્દ્રિયવિષયાતીત અનુપમ અનુભૂતિને તેઓ માણી રહ્યા હતાં. પરપ્રવૃત્તિ કરતો જીવ શું ગુમાવે છે ? અને શેના માટે ગુમાવે છે ? આટલો વિચાર કરીએ તો ય પરપ્રવૃત્તિમાં મૂક-અંધ-બધિરપણુ આત્મસાત્ થઈ જાય. એક મહાપુરુષ દીક્ષાર્થીને હિતશિક્ષા આપતા એક જ વાત કહેતા હતા, કે “દીક્ષા લઈને મૂંગો, બહેરો અને આંધળો બની જજે.' જે આ સાધના કરે છે તેઓ ભવિષ્યમાં પોતાના આત્માના અને હજારો-લાખોના તારણહાર થાય છે. પરપ્રવૃત્તિ પ્રત્યે મૂકાદિભાવને કેળવ્યા વિના સ્વગુણાભ્યાસ શક્ય જ નથી. અને જેણે સ્વગુણાભ્યાસ નથી કર્યો, તે સ્વ-પરનો તારક બને એવી કોઈ જ શક્યતા નથી. માટે ઉક્ત જીવો જ