Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ परमज्योतिः पञ्चविंशतिका ૪૦ છે, ત્યારે બીજાના ઘરે કેમ દોડી જાય છે ? પહેલા તારું ઘર બુઝાવ અને પછી બીજે જા. તું તારા આત્માર્થ વિષે જાગૃત થા. પરાર્થશૂર ના બન. જે પરાર્થઘૂર બને છે, તેના આત્માર્થની હાનિ થાય છે. જો કોઈ પાપસેવન કરે તો એમાં તારું કાંઈ બગડી જતું નથી. શરત એટલી જ છે કે તું તારા મુનિભાવથી વિચલિત ન થાય. ટૂંકમાં કહું તો આત્માર્થથી કર્મનિર્જરા છે અને પરાર્થથી કર્મબંધ છે. અને આત્માર્થમાં નિમગ્ન યોગી સ્વ-પરનું કલ્યાણ કરે છે. જ્યારે પોતાના ગામમાં જ ઘણા ચોરો ફરે છે, તે સમયે બીજા ગામના કિલે ચોકીદારી કરવાથી શું લાભ ? પોતાના ગામમાં જ જાગૃતિપૂર્વક સુરક્ષા કરવી જોઈએ. પ્રશ્ન :- તો શું પરોપકાર હેય છે ? ઉત્તર :- જે અધિકારી નથી, તેની અપેક્ષાએ ઉપાદેય પ્રવૃત્તિ પણ હેય બને છે. અધિકારી વ્યક્તિ શાસ્ત્રમર્યાદાને વળગી રહીને સ્વ-પરનું હિત કરનારી પ્રવૃત્તિ કરે એ નિશ્ચિતપણે ઉપાદેય છે. પણ જે અધિકારી નથી, એકાંત કરુણાદષ્ટિનો ધારક નથી, દોષદષ્ટિઈર્ષ્યા-મત્સર-બહિર્ભાવ આદિ દોષોને આધીન છે, તેના માટે પ્રસ્તુત ઉપદેશ સમજવો. તેના માટે આત્માની ઉપેક્ષા કરીને બીજા પ્રત્યેની પ્રવૃત્તિ અનુચિત છે, એ સમજાય એવી વાત છે. વળી જે પોતે સુસ્થિત નથી એ બીજાનું સ્થિરીકરણ કરી શકે એવી શક્યતા પણ નહીવત્ છે. ઋષિભાષિત સૂત્રની વૃત્તિ આર્ષોપનિષદ્ધાં પ્રસ્તુત પદાર્થ વધુ સ્પષ્ટ કર્યો છે. તે તેમાંથી જાણી શકાય. પ્રશ્ન :- પ્રાથમિક ભૂમિકાના સાધકો માટે પરપ્રવૃત્તિ ઉચિત નથી, એટલું તો સમજાય છે, પણ પ્રસ્તુતમાં તો જીવન્મુક્ત યોગીઓ આત્મામાં નિત્ય જાગૃત રહે છે, અને બહિર્ભાવોમાં સુષુપ્ત રહે છે, એમ કહ્યું છે, તો શું સમજવું ? ઉત્તર :- જીવન્મુક્ત યોગીઓ પાત્રતા જોઈને સારણા, વારણા so -પરમોપનિષદ્ર વગેરે બધુ કરે, આમ છતાં એ તેમના માટે બહિર્ભાવ નથી. અધિકારીની સૂબાનુસારી પ્રત્યેક પ્રવૃત્તિ આત્મજાગૃતિ જ છે, એ પૂર્વે સ્પષ્ટ કર્યું જ છે. તે અહીં પણ સમજી શકાય. - આ યોગીઓ પરદ્રવ્ય માત્રમાં ઉદાસીન રહે છે. આત્મા સિવાયની બધી વસ્તુ પરદ્રવ્ય છે. તે સર્વમાં મધ્યસ્થચિત્તવૃત્તિ તેનું નામ ઉદાસીનતા. ઉદાસ શબ્દ વર્તમાનમાં ‘ગમગીન’ અર્થમાં પ્રવૃત્ત થયો છે. એ અર્થ પ્રસ્તુતમાં લેવાનો નથી. ઉદાસમાં બે અંશ છે. (૧) સત્ ઉપસર્ગ = ઉંચે (૨) કમ્ ધાતુથી બનેલ સામ્ શબ્દ = બેસવું, રહેવું. રાગદ્વેષની ક્ષુદ્રતાથી મુક્ત બનીને ઉચ્ચ ભૂમિકીએ રહેવું એનું નામ ઉદાસીનતા. પરવસ્તુમાં પ્રવૃત્તિ-વ્યવહામાત્રનો ત્યાગ એ ઉદાસીનતા નથી. કારણ કે આહારગ્રહણ આદિમાં એ વ્યવહાર તો થવાનો જ છે. પણ પરવસ્તુમાં રાગ-દ્વેષના પરિહારપૂર્વક મધ્યસ્થપણે રહેવું, તેનું નામ છે ઉદાસીનતા. આ ઉદાસીનભાવ આવે એટલે આત્મિકગુણોની અનુભૂતિ થાય. આ અનુભૂતિ જ એક અમૃતકુંડ સમાન છે, જેમાં જીવન્મુક્ત યોગીઓ લયલીન બની જાય છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ એક અન્ય ઉપમાં દ્વારા પણ તેમનો મહિમા કહે છે – यथैवाभ्युदितः सूर्यः, पिदधाति महान्तरम् । चारित्रपरमज्योति-ोतितात्मा तथा मुनिः ।।१६।। જેમ પૂર્ણરૂપે ઉદય પામેલ સૂર્ય મોટા અંતરને ઢાંકી દે છે. તેમ ચારિત્રરૂપી પરમજ્યોતિથી પ્રકાશિત મુનિ પણ મહાઅંતરને ઢાંકી દે છે. સૂર્યોદય થાય એટલે આકાશ અને ધરતી વરોનો વિરાટ અવકાશ સૂર્યકિરણોથી વ્યાપ્ત થઈ જાય છે, એ વિશાળ પોલાણ ને 9. મુદ્રિત - ૦૫રમં ચૌ૦ |

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46