________________
परमज्योतिः पञ्चविंशतिका કે સ્વાધ્યાયી શ્રમણ એકાંતે અંતર્મુખ જ હોય અને વૈયાવચ્ચી શ્રમણ એકાંતે બહિર્મુખ જ હોય એવો કોઈ નિયમ નથી. ઉભયમ અનેકાંત પણ હોઈ શકે છે. ખ્યાતિ વગેરેના આશયથી સ્વાધ્યાયમાં મચી પડવું એ આત્મપ્રવૃત્તિ નથી. દુનિયા કદાય માની લે કે આ શ્રમણ અત્યંત અન્તર્મુખ છે, પણ જ્ઞાનીઓની દષ્ટિમાં તે બહિર્મુખ હોય છે. સંપૂર્ણ મૌન સાથે આખો દિવસ ખૂણામાં બેસીને જ્ઞાનસાધના કરે, પણ જે આશય મલિન છે, તો એ યોગ પણ મલિન જ છે, આત્મપ્રવૃત્તિ નથી. કારણ કે નિશ્ચયનય તો આશયને જ પ્રમાણ માને છે.
અને વૈયાવચ્ચી શ્રમણ અનેક વાયિક-કાયિક વ્યવહારોમાં પ્રવૃત હોવા છતાં જો અપ્રમત છે, તો બહિર્ભાવોમાં પ્રવૃત નથી પણ આત્મપ્રવૃત જ છે. માટે જ આશવ્યકનિર્યુક્તિ આદિ શાસ્ત્રોમાં વાચિકાદિ ધ્યાન પણ બતાવ્યું છે -
एवंविहा गिरा मे वत्तव्वा एरिसी न वत्तव्वा । इय वेयालियवक्कस्स भासओ वाइगं झाणं ।।
મારે આવી વાણી બોલવી જોઈએ, અને આવી ન બોલવી જોઈએ. આમ જે વિચારીને બોલે છે, તેને વાચિક ધ્યાન કહેવાય છે.
सुसमाहियकरपायस्स अकज्जे कारणमि जयणाए । किरियाकरणं जं तं काइयझाणं भवे जइणो ।।
કાર્ય ન હોય ત્યારે હસ્ત-ચરણ વગેરે સુસમાહિત રાખે અને કારણ આવે ત્યારે જયણાપૂર્વક ક્રિયા કરે તે યતિનું કાયિકધ્યાન છે.
આ રીતે વૈયાવચ્ચી શ્રમણની જયણાપૂર્વકની પ્રવૃત્તિ કાયિકધ્યાન હોવાથી આત્મપ્રવૃત્તિ બને છે. તે જ રીતે વયવવિવેકપૂર્વક જિનાજ્ઞાસાપેક્ષ શ્રમણનું વચન પણ આત્મજાગૃતિમાં બાધક બનતું નથી. દશવૈકાલિકનિર્યુક્તિમાં કહ્યું છે –
वयणविभत्तीकुसलो वओगयं बहुविहं वियाणंतो । दिवसंपि भासमाणो तहावि वयगुत्तयं पत्तो ।।
૪૬
-પરમોપનિષદ્ર શું બોલવા યોગ્ય છે અને શું બોલવા યોગ્ય નથી, તેમાં જે કુશળ છે અને વચનવિષયક ઉત્સર્ગાદિ બહુવિધ ભેદોને જાણે છે, તે સિદ્ધાન્તવિધિથી આખો દિવસ બોલે તો પણ તે વાગ્યુપ્ત જ છે.
અહીં સાર એટલો જ છે કે શુદ્ધ આશય-જિનાજ્ઞાસાપેક્ષતા આદિ હાજર હોય તો કોઈ પણ પ્રવૃત્તિ આત્મજાગૃતિનું જ અંગ છે. અને તેના વિનાની મૌન વગેરેની પ્રવૃત્તિ પણ બાહ્યભાવ છે. હા, વૈયાવચ્ચ આદિના યોગોમાં પણ નિરર્થક વયન, સાવધ-કંદર્પાદિ વચન, નિરર્થક પ્રવૃત્તિ હોય તો એ બાહ્યભાવ છે, પણ તેમાં વૈયાવચ્ચ યોગનો દોષ નથી. એ પ્રવૃત્તિ વૈયાવચ્ચની અંતર્ભત પણ નથી. એ તો વ્યક્તિનો પોતાનો પ્રમાદ છે. આથી સર્વત્ર વિવેક આવશ્યક છે, પાંચ મિનિટના કાર્યમાં પંદર મિનિટ લાગે તો દશ મિનિટની નિરર્થક પ્રવૃત્તિ એ પ્રમાદમાં પર્યવસિત થાય છે. અને પછી જો એ શ્રમણ એમ કહે કે સેવા આદિના કારણે મારી અંતર્મુખતા, સ્વાધ્યાય વગેરે સચવાતા નથી, તો તે એક માયા-મૃષાવાદ બને છે. હા, પ્રસ્તુત વિષયના અજ્ઞાનથી પણ તેવી માન્યતા હોઈ શકે. પણ જે ગંભીર વિચારણા કરવામાં આવે તો જણાશે કે દોષ સેવાયોગનો નહીં પણ પોતાનો છે. જે અપ્રમત છે તેને સર્વ ક્ષેત્રોમાં સર્વાગીણ વિકાસ સાધવામાં કાંઈ પણ બાધક બની શકે તેમ નથી.
અહીં યોગીઓના સ્વરૂપનું જે પ્રથમ વાક્ય છે - ‘નાગ્રત્યાનિ તે નિત્ય' તેનું અત્યંત મનન કરવું જોઈએ. જો દરેક સાધક સતત આત્મનિરીક્ષણ કરે, કે મારી ક્યાં ક્યાં ખલના થાય છે ?- હું ક્યારે ક્યારે એકાદ અક્ષર પણ વધુ બોલ્યો ? મેં ક્યારે નિરર્થક સ્પંદન-હાથ-પગ હલાવવાની ચેષ્ટા કરી ? મેં ક્યારે “કોણ આવ્યું - ગયું” એ જોવા માટે માથું ઊંચું કર્યું ? મેં ક્યારે મારી અધ્યાત્મસાધનાથી આડા ફંટાતા સાહિત્યમાં દષ્ટિપાત કર્યો ? મેં ક્યારે બાહ્યભાવપોષક વાતચીતો પ્રત્યે કાન સરવા કર્યા ? તો આવા