Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 25
________________ परमज्योतिः पञ्चविंशतिका - 89. વિશાળતા-ઉદારતા-ઉમદાપણું. આવા ગુણથી સંપન્ન એવી પરમજ્યોતિના યોગથી શ્રમણનું અંતર પ્રકાશિત બને એટલે તે અત્યંત ઉદાર અને ગંભીર આશયવાળો બન્યા વિના ન રહે. ક્ષુદ્રતા એ બહુ મોટો દોષ છે. યોગાચાર્યોએ ભારેકર્મી-દીર્ધસંસારી એવા ભવાભિનંદી જીવનો પહેલો દોષ એ બતાવ્યો છે કે એનામાં ક્ષુદ્રતા હોય, અહીં હળુકર્મી-આસન્નસિદ્ધિક જીવનો પ્રથમ ગુણ બતાવ્યો કે તેઓ ઉદાર આશયવાળા હોય. ઉદભરી ન હોય. માત્ર પોતાનું કરી લેવાની વૃત્તિ ન ધરાવતા હોય. ઓઘનિર્યુક્તિ આગમમાં કહ્યું છે કે મહાત્માઓ વાપરવા બેસે અને એ જ સમયે પ્રાથૂર્ણક મહાત્માઓ આવે ત્યારે તેમને વાપરવા બેસાડી તેમની પૂર્ણ ભક્તિ કરવી અને જરૂર પડે તો પોતાના માટે ફરી ગોચરી લેવા જવું. શાસ્ત્રકારોએ ફરમાવેલી કેવી ઉમદાવિધિ ! સામાચારીમાં બતાવ્યું કે ઉત્કૃષ્ટ કાર્ય વિના (શક્યપરિહાર હોય ત્યાં સુધી) કોઈ મહાત્માને પોતાનું કાર્ય ન સોંપવું. અને જ્યારે કોઈ મહાત્મા પોતાને કોઈ કાર્ય આપતા હોય, તે સમયે શક્ય હોય ત્યાં સુધી ના પાડવી નહીં. આ તો ઉપલક્ષણ છે. શાસ્ત્રકારોનો તો આશય છે કે હે શ્રમણ ! જીવ ચરમાવર્તમાં આવે, માર્ગાનુસારિતા આદિ ગુણોને પામે, ત્યારથી તેના ક્ષુદ્રતાદિ દોષોનો વિલય થતો જાય, ઉદારતાદિ ગુણોનું પ્રાકટ્ય થતું જાય, તું તો તેમની અપેક્ષાએ અત્યંત ઉચ્ચ ભૂમિકાને પામ્યો છે. તારા તો રોમે રોમે ઔદાર્યાદિ ગુણો રમતા હોય, તારું હૃદય તો આકાશ જેવું વિશાળ હોય, તારા આત્માના પ્રદેશ પ્રદેશે વિસ્તૃત પરમ જ્યોતિનો પ્રકાશ પથરાઈ રહ્યો હોય.’ ઉદારતા માત્ર બીજાની સેવા કરવામાં સમાપ્ત નથી થઈ જતી. મતભેદના સમયે પોતાની વાત જતી કરવી એ પણ ઉદારતા છે. બીજાના દોષોને ભૂલી જવા એ પણ ઉદારતા છે. બીજાના દોષોને ઢાંકી દેવા એ પણ ઉદારતા છે. અને આ કક્ષાની ઉદારતા અધિક ૪૨ -પરમોપનિષદ્ર મહત્ત્વની હોવા સાથે અધિક દુર્લભ પણ છે. અને આવી ઉદારતા જ્યારે આત્મસાત્ થાય છે, ત્યારે એ શ્રમણને ઉપસર્ગોની ઝડી વરસાવનાર પ્રત્યે પણ અભાવ જાગતો નથી. અરે, સદ્ભાવમાં ઓટ પણ આવતી નથી. શારીરિક સ્વાધ્યની - સુખાકારિતાની સ્પૃહા છે તો ઉપસર્ગ કરનાર પ્રત્યે અસદ્ભાવ જાગે છે. ધનની સ્પૃહા છે તો ચોર વગેરે પર અસદભાવ જાગે છે. ઉજ્વળ વસ્ત્રોની સ્પૃહા છે તો મેલ લાગતા મન બગડે છે. સ્વાદિષ્ટ ભોજનની સ્પૃહા છે તો બેસ્વાદ વસ્તુ આવતા કચવાટ થાય છે. પણ જેમને કોઈ સ્પૃહા જ નથી એવા મહાત્માને શાનું દુઃખ ? શ્રમણોનું અહીં અદ્ભુત વિશેષણ મૂકી દીધું છે. “વિયાતપૃદા:” જેમની સ્પૃહાનો વિલય થઈ ચૂક્યો છે. અને તેથી જ આ મહાત્માઓ જીવન્મુક્ત બને છે. પૂ. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે – निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षो सुविहितानाम् ।।२३८।। મદ અને મદનને જીતી લેનારા વચન-કાયા-મનના વિકારથી રહિત અને પરસ્પૃહાથી વિનિવૃત એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે. આનું નામ જીભુક્તિ. વર્તમાનમાં જ મોક્ષના સુખનો અનુભવ, નિઃસ્પૃહતા એ સુખનું બીજું નામ છે. સ્પૃહા એ જ દુઃખ છે. પંચસૂત્રકાર કહે છે - ‘વિષ્ણા અTv’ અપેક્ષા એ જ દુઃખ છે. | સર્વ અપેક્ષાઓના વિલય થવાની સાથે જીમુક્તિની એ વચનાતીત અવસ્થાનો આનંદ માણતા મહાત્માઓ કેવા હશે ? તેઓ શું કરતા હશે ? આવી જિજ્ઞાસાઓ સહજરૂપે ઉદ્ભવ પામે છે, જેને સંતોષવા માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે – 9. મુદ્રિત - ત્નિ તે | ૪ - નીયન્ત | - નીતે |

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46