Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ परमज्योतिः पञ्चविंशतिका - 99 સૂર્ય પોતાના કિરણોથી ભરી દે છે, તે જ રીતે ચારિરૂપી પરમજ્યોતિથી મુનિ પ્રકાશિત બને અર્થાત્ મુનિનો પ્રત્યેક આત્મપ્રદેશ યાત્રિની પરિણતિ પામે. સંયમ રંગે રંગાઈ જાય. ત્યારે તે પણ મહાઅંતરને પૂરી દે છે. અંતરપૂરણની આ ઘટનાની સંગતિ અનેક રીતે થઈ શકે. (૧) યથાખ્યાત ચારિત્રના સ્વામિ મહાત્મા સમુઠ્ઠાતની અવસ્થામાં સમગ્ર લોકને પૂરી દે છે. તે લોકકાશનું પૂરણ અહીં ઘટી શકે. (૨) ચાત્રિના પ્રભાવે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન લોકાલોકના પ્રત્યેક આકાશપ્રદેશને સ્વવિષય બનાવે છે. તે રીતે પણ મહાત્તરપૂરણ ઘટી શકે. (૩) ચારિત્રરૂપી પરમ જ્યોતિથી પ્રકાશિત જીવ આત્મા અને પરમાત્મા વચ્ચેના મોટા અંતર પૂરી દે છે. અર્થાત્ સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. (૪) ચારિત્રી આત્મા પોતાની પરમ જ્યોતિથી સુર, નર અને અસુરોથી ઉપલક્ષિત એવા ઉર્વ-મધ્ય-અધો લોકને અજવાળે છે. સુરાદિના મિથ્યાત્વાદિ અંધકારને દૂર કરે છે, તેથી પરમ જ્યોતિથી ત્રણે લોકને વ્યાપ્ત કરવા દ્વારા મહા અંતરને પૂરી દે છે. પ્રશ્ન :- પ્રારંભમાં જ આપે કહ્યું કે જીવમાત્રમાં પરમજ્યોતિ રહેલી છે. અને પછી તેના અદ્ભુત માહાભ્યનું પણ વર્ણન કર્યું. પણ એવો કોઈ અનુભવ કેમ થતો નથી ? અને એ અનુભવ કરવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર :- પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ જ પ્રશ્નનો પ્રત્યુત્તર આપી રહ્યા છે - प्रच्छन्नं परमं ज्योति-रात्मनोऽज्ञानभस्मना । क्षणादाविर्भवत्युग्र-ध्यानवातप्रचारतः ।।१७।। ૨ -પરમોપનિષદ અજ્ઞાનરૂપી ભસ્મથી ઢંકાયેલી આત્માની પરમ જ્યોતિ ઉગ્ર ધ્યાનરૂપી પવનના સંચારથી ક્ષણ વારમાં પ્રગટ થાય છે. પરમ જ્યોતિ તો પ્રત્યેક આત્મામાં અસ્તિત્વ ધરાવે જ છે. પણ તે અજ્ઞાનથી આવૃત્ત છે. જેમ અગ્નિ ભસ્મથી આવૃત થાય એટલે તેનું તેજ તિરોહિત બને છે. તેમ અજ્ઞાનરૂપી ભસ્મથી આત્મતેજ પણ તિરોહિત બને છે. આ જ કારણથી પરમજ્યોતિની અનુભૂતિ થતી નથી. પરમ જ્યોતિને પ્રગટ કરવાનો એ જ ઉપાય છે, કે ઉગ્ર ધ્યાનસાધના દ્વારા અજ્ઞાનને દૂર કરવામાં આવે. ધ્યાન એ પવનના સ્થાને છે, જે અજ્ઞાનરૂપી ભસ્મના આવરણને દૂર કરે છે. પણ અજ્ઞાન તો અનાદિકાલીન છે. સુખેથી દૂર થાય એવું નથી. ભસ્મના થર ગાઢરૂપે બાઝેલા હોય તો તેને દૂર કરવા માટે પવન પણ તીવ્ર જોઈએ. તેમ ગાઢ અજ્ઞાનને દૂર કરવા માટે ધ્યાનાદિની સાધના પણ ઉગ્ર કોટિની જોઈએ. તેના વગર પરમજ્યોતિનું પ્રાકટ્ય અસંભવિત છે. જ્યારે પણ આ પ્રાકટ્ય થશે, ત્યારે ઉગ્ર ધ્યાનાદિની સાધનાથી જ થશે. માટે તેમાં પ્રમાદ ન કરવો જોઈએ. અને એ ઉગ્ર સાધનાનો તો એક જ ઉપાય છે, જેને પૂ. ઉપાધ્યાયજી મહારાજ રજુ કરી રહ્યા છે – परकीयप्रवृत्तौ ये, मूकान्धबधिरोपमाः । स्वगुणाजनसर्जाश्च, तैः परं ज्योतिराप्यते ।।१८।। જેઓ પરપ્રવૃત્તિમાં મૂંગા, આંધળા અને બહેરા જેવા છે, વગુણાર્જનમાં સજ્જ છે, તેઓ પરમજ્યોતિને પામે છે. એક રમણીય ઉદ્યાન હતું. ઉદ્યાનમાંથી એક મહામાર્ગ પસાર થતો હતો. તે માર્ગની પાસે જ એક મહાત્મા બિરાજમાન હતા. કો'કે તે મહાત્માને પ્રશ્ન કર્યો કે હમણા અહીંથી કોઈ ગયું ? મહાત્માએ . - સના |

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46