Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ परमज्योतिः पञ्चविंशतिका - ૩૩ અપેક્ષાએ પણ મુનિવરોને ઈન્દ્રોથી વધુ તેજ સંભવે છે. તથા તપસ્વીનું વર્ણન કરતા આગમોમાં જે શબ્દો કહ્યા છે, તે વિકૃષ્ટ તપસ્વીઓની અપેક્ષાએ છે. દરેક મુનિભગવંત એવા જ હોય એવું નથી. વળ ગણધર ભગવંતો તો અનુતર દેવો કરતાં ય અનંતગુણ રૂપવાન હોય છે. તેથી તેમનું વર્ણન કરતાં આગમોમાં – - મોર્યાસી તેયંશી વળ્યું એવો ઉલ્લેખ કર્યો છે. જે બીજા મુનિવરોમાં પણ યથાસંભવ ઘટે છે. પ્રશ્ન :- ઠીક છે, મુનિવરોમાં તેજ છે, એટલું માની લઈએ. પણ જેને મનુષ્યો જોઈ પણ ન શકે એવા ઈન્દ્રના તેજથી વધુ તેજ તો તે ન જ હોઈ શકે ને ? ઉત્તર :- આનો ઉત્તર પૂર્વે આપ્યો જ છે કે - આ વિધાન આત્મિક પરમજ્યોતિની અપેક્ષાએ છે. અહીં તો માત્ર પ્રાસંગિક તેજની વિચારણા કરી છે. વળી બાહ્ય તેજમણ મહત્તાનું ચિહ્ન નથી. કારણ કે એ તેજ તો એકેન્દ્રિય જીવોમાં પણ સંભવે છે. સૂર્યનું વિમાન જે એકેન્દ્રિય જીવોનું બનેલું છે, તે જીવોનું તેજ પણ આપણે જોઈ શકતા નથી. પણ એવા તેજથી આત્માને કોઈ લાભ થતો નથી. તેથી પ્રકરણાગત પરમ જ્યોતિરૂપ તેજને જ ઉપાદેય રૂપે તથા મુખ્યરૂપે દૃષ્ટિગોચર કરવું જોઈએ. કારણ કે એ જ સાચું તેજ છે. અને આ તેજ તો મુનિમાં ઈન્દ્ર કરતાં અધિક છે, તેમાં કોઈ શંકા નથી. પૂર્વના શ્લોકની જેમ તેનો અર્થ સુખાસિકા પણ કરી શકાય. મુનિને ઈન્દ્રથી પણ વધુ સુખ હોય. એ તો પૂર્વે સ્પષ્ટ કર્યું જ છે. સૌધર્મેન્દ્રનો વિચાર કરીએ તો તેનું આયુષ્ય ૨ સાગરોપમ હોય છે. અને તેના સમગ્ર આયુષ્યમાં કરોડો વાર તેની પ્રાણપ્રિયાનું ચ્યવન (મૃત્યુ) થાય છે. દિવ્યપ્રેમ અત્યંત ગાઢ બંધનવાળો હોય છે. અસંખ્ય વર્ષો સુધી જેની સાથે સ્નેહના તાંતણે બંધાયો હોય, જેની 38 પરમોપનિષદ્ર સાથે હજારો વર્ષો સુધી નાટકો જોયા, લયલીન થઈને જલક્રીડાઓ કરી, જેના રિસામણાના મનામણા કરવામાં કોઈ કસર ન રાખી, જંબુદ્વીપપ્રમાણ ભોગભૂમિની વિદુર્વણા કરીને જેની સાથે દિવ્યભોગો ભોગવ્યા, એ પ્રાણપ્રિયા અકલ્પિતપણે - અણધારી ઘડીએ - અકસ્માત, એકાએક ચ્યવી જાય, અને ઈન્દ્ર જે વિલાપ કરે... જો એ વિલાપએ રુદન - એ આક્રંદ સામાન્ય મનુષ્ય કરે તો એનું હૃદય ફાટી ગયા વિના ન રહે, ઈન્દ્ર જે રીતે માથુ પટકી પટકીને પોતાના શોકાગ્નિને વ્યક્ત કરે છે, એ રીતે જો કોઈ સામાન્ય માનવ માથું પટકે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તેના માથાના ચૂરેચૂરા થઈ જાય. કેવી દયનીય દશા ! દેવેન્દ્રની પણ કેવી કરુણાપાન અવસ્થા ! આવું તો તેના જીવનમાં એકાદ વાર નહીં, કરોડો કરોડો વાર થાય છે. આ તો એક ઈન્દ્રાણીના ચ્યવનની વાત થઈ. આવી તો આઠ - આઠ ઈન્દ્રાણી છે. અને પ્રત્યેક ઈન્દ્રાણી વ્યવે અને ઈન્દ્ર ગોઝારો વિલાપ કરે, તેના સ્થાને બીજી ઈન્દ્રાણી ઉત્પન્ન થાય, એ યવે ને ત્રીજી, ચોથી... આમ કરોડો કરોડો ઈન્દ્રાણીઓ ઉત્પન્ન થાય અને ચ્યવે. અને પ્રત્યેક ચ્યવને ઈન્દ્ર બહાવરો થઈ જાય, એ અધીરો થઈ જાય, લાચારીની પરાકાષ્ઠાના એમાં દર્શન થાય. એ જાણે સાવ અસહાય થઈ જાય, અને હૃદયદ્રાવક આઝંદો ને રુદનો કરે. ફ્ટ રે વિધિ ! આ તો એના જેવું છે કે પતિનું આયુષ્ય સો વર્ષ અને પત્નીનું આયુષ્ય ૧ મિનિટ પણ નહીં. બિચારો ઈન્દ્ર... જ્યારે ઈન્દ્રાણીની હાજરી હોય, ત્યારે પણ રિસામણાને મનામણામાં ફેરવવા માટે - ભોગતૃષ્ણાને સંતોષવા માટે લાખો વિમાનો ને અસંખ્ય દેવોનો સ્વામિ દેવેન્દ્ર ઈન્દ્રાણીના પગમાં ય પડે.... રે વિડંબના, ખરેખર મુનિઓ ઈન્દ્ર કરતા વધુ તેજ ધરાવે છે. એવું જે કહ્યું તે સત્ય જ કહ્યું છે. કારણ કે મુનિવરોના સુખની પાસે ઈન્દ્રનું સુખ કોઈ વિસાતમાં નથી. અરે, ઈન્દ્ર તો સુખી જ ક્યાં છે ? એ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46