Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ 9૮ परमज्योतिः पञ्चविंशतिका 90 તેને થાકનો અનુભવ થતો નથી. ચિત્તમાં ખેદ ઉદ્ભવતો નથી. તે સમજે છે કે, જો ધન મળતું હોય તો તેના બદલામાં આ પરિશ્રમ આદિ કશું જ નથી. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, વધું કશું જ નહીં, માત્ર પરમજ્યોતિને તમારા લક્ષ્યબિંદુ તરીકે પ્રતિષ્ઠિત કરી દો. તમારા માટે કોઈ સાધના દુષ્કર નહી રહે, પરમજ્યોતિને પ્રાપ્ત કરવામાં તમને કોઈ અંતરાય નહીં નડે. પણ જો પરમજ્યોતિનું વિસ્મરણ થઈ ગયું તો આત્માનું અધ:પતન નિશ્ચિત છે. કારણ કે પરમજ્યોતિના વિમરણની સાથે જ વિવેક જતો રહે છે. વિવેક એક પાયાનો ગુણ છે. પ્રત્યેક ધર્માનુષ્ઠાનનો પ્રાણ છે. અનેક દુર્ગુણોને સદ્ગણોમાં ફેરવી નાખવાની ચમત્કારિક શક્તિ વિવેકમાં છે. - અહીં વિવેકને એક પર્વતની ઉપમા આપી છે. પર્વત જેવી વિરાટતા, મહાનતા અને ઉચ્ચતા વિવેકમાં હોય છે. વિવેક એક અપૂર્વ ઉમદા વૃત્તિનો જનક બને છે. ઘનાર્જનમાં પ્રવૃત્ત વ્યક્તિ કદી એમ નથી વિચારતી કે અમુક માણસ કેમ પૈસા કમાતો નથી ? તે બરાબર સમજે છે કે એ નથી કમાતો તો એ દુઃખી થશે. મારા પરિશ્રમથી હું સુખી જ થવાનો છું. આખી દુનિયા આળસુ થઈને બેસી રહે તો ય હું તનતોડ મહેનત કરતા અચકાઈશ નહીં, કારણ કે મને તેનાથી સુખ મળવાનું છે. તે જ રીતે અધ્યાત્મસાધનાના ક્ષેત્રમાં પણ આત્મા કદી એમ ન વિચારે કે કોઈ ગ્લાનાદિની સેવા નથી કરતું તો હું કેમ કરું ? કોઈ તપ-ત્યાગ નથી કરતું તો હું કેમ કરું ? કારણ કે તે બરાબર સમજે છે કે અવસરોચિત અનુષ્ઠાનથી જ મને પરમજ્યોતિની પ્રાપ્તિ થવાની છે. આ સેવાથી જ મને મુક્તિના મેવા મળવાના છે. આ તપ-ત્યાગાદિથી જો પરમજ્યોતિની પ્રાપ્તિ થતી હોય, તો તેના બદલામાં જે કષ્ટ પડે છે, તે કશું જ નથી. કારણ કે એનાથી તો -પરમોપનિષદ મને પરમજ્યોતિર્મય શાશ્વત અને નિરુપમ સુખ મળવાનું છે. આનું નામ વિવેક. આ વિવેકગિરિની ઉચ્ચ વૃત્તિમાં ક્ષુદ્રતા ને તુચ્છતાનો અવકાશ નથી. “મારે જ કરવાનું ?' આ પ્રશ્ન અવિવેકનો સૂચક છે. ભરત ચક્રવર્તી અને બાહુબલિજીને પૂર્વજન્મમાં લક્ષ્યબિંદુ તરીકે પરમ જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ, વિવેકરનની પ્રાપ્તિ થઈ, બંને પુણ્યાત્માઓ એકલે હાથે ૫૦૦-૫૦૦ મહાત્માઓની વૈયાવચ્ચ કરતાં. જરા વિચાર કરીએ, બંનેને અતિ દીર્ઘ પર્યાયમાં પણ કદી એટલો વિચાર પણ નહીં આવ્યો હોય કે “અમારે એકલાએ ૫oo મહાત્માની સેવા કરવાની ?’ તેઓ તીર્થકરના પ્રશિષ્યો હતાં. તેમના સમકાલીન-ગુરુભાઈઓ જેવા – પ્રાયઃ ૧ અબજ મહાત્માઓ હશે. આટલા મહાત્માઓ હોવા છતાં એકલાએ ૫૦૦ ની સેવા ? એ પણ એકાદ દિવસ નહીં પણ પ્રતિદિન ? તે ય અનુકૂળતા-પ્રતિકૂળતા કશું જોયા વિના ? - ના, આવો ક્ષુદ્ર વિચાર તેમને સ્પર્શી પણ શક્યો નથી. તેઓ તો સદા વર્ધમાન ભાવે ઉછળતા ઉલ્લાસ - પરમ પ્રસન્નતાની સાથેઉત્તરોત્તર વિશુદ્ધ ભાવોથી મન મૂકીને સેવામાં તત્પર બન્યા હતાં. સર્વાર્થસિદ્ધ વિમાન, તીર્થકર કુળ, ચકવર્તીની ઋદ્ધિ, છ ખંડના સામ્રાજ્ય સાથે ય જ્વલંત વૈરાગ્ય અને આરીસાભુવનમાં કેવળજ્ઞાન... આ બધાના મૂળમાં હતી એ અનુપમ સેવા,... હજી ઊંડે જઈએ, આ બધાના મૂળમાં હતો વિવેક... હજી ઊંડા ઉતરીએ.. આ બધાના મૂળમાં હતી લક્ષ્યબિંદુ તરીકે પ્રતિષ્ઠિત પરમ જ્યોતિ. પરમજ્યોતિ અને વિવેકના આ અદ્ભુત ચમત્કારો છે. એક વાર આ ગુણો ક્રિયાશીલ બને એટલે અપૂર્વ અભ્યદયોને જન્મ આપે છે. કારણ કે અભ્યદયોની કારણભૂત સાધનાઓ આ ગુણોના પ્રભાવે સહજસિદ્ધ બની જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે એક

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46