Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ परमज्योतिः पञ्चविंशतिका તેથી જ્યાં પારમાર્થિક સુખ છે, ત્યાં તેનું કારણ ગુણો છે એમ માનવું જ પડશે. અકરાંતિયા બનીને ભોગો પર તૂટી પડવાથી તો ભોગતૃષ્ણા વધે છે અને દુઃખ પણ વધે છે. પછી તો ૬૪૦૦૦ સ્ત્રીઓ કેમ ન હોય ! ઝાઝે ગુમડે ઝાઝી પીડા... માટે જો ચક્રવર્તીઓના જીવનમાંથી પણ ગુણો ચાલ્યા જાય તો તેમની સ્થિતિ બ્રહ્મદત્ત જેવી જ થઈ જાય. ૨૦ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ અહીં ચક્રવર્તીઓથી પણ ચઢિયાતી દશાનું વર્ણન કરે છે, તેમાં તેમના ભૌતિકસુખ સાથે સરખામણી કરવાની છે. ચક્રવર્તીઓ તો દીક્ષા પણ લે છે અને ચારિત્રની સાધના પણ કરે છે, અને તેના દ્વારા પરમ સુખનો પણ અનુભવ કરે છે, પણ એ સુખ અહીં લેવાનું નથી- હૃદયપ્રદીપ ષત્રિંશિકામાં કહ્યું છે न देवराजस्य न चक्रवर्तिन स्तन्नो सुखं रागयुतस्य मन्ये । यद्वीतरागस्य मुनेः सदात्म- 1-નિષ્ઠસ્ય ચિત્તે સ્થિરતાં પ્રયાતિ પ્રા સદા ય આત્મામાં રમણ કરનારા, રાગાદિ સંક્લેશોથી વિમુક્ત એવા મુનિના ચિત્તમાં જે સુખ પ્રતિષ્ઠિત થાય છે, તે સુખને દેવેન્દ્ર અને ચક્રવર્તી પણ પામી શકતા નથી એવું હું માનું છું. પૂ. ઉપાધ્યાયજી મહારાજ જ્ઞાનસારમાં ફરમાવે છે भूशय्या भैक्षमशनं, जीर्णवासो वनं गृहम् । તથાપિ નિ:સ્પૃહસ્યારો, વોિઽધિ, મુહમ્ ।।૨-શા જમીન પર શયન છે, ભોજનમાં ભિક્ષાચર્યાથી મેળવેલ તુચ્છ વસ્તુ છે, વસ્ત્ર જીર્ણ છે, વન એ જ નિવાસસ્થાન છે, છતાં પણ સ્પૃહાશૂન્ય એવા મુનિને ચક્રવર્તી કરતા પણ અધિક સુખ હોય છે. ઉપલક દૃષ્ટિએ કદાચ આમાં આશ્ચર્ય લાગે, પણ વાસ્તવમાં આમાં આશ્ચર્ય જેવું કશું જ નથી. તૃષ્ણા એ જ તો દુઃખસ્વરૂપ છે. ચક્રીને ભોગતૃષ્ણા છે માટે એ દુઃખી છે. અને મુનિને કોઈ સ્પૃહા -પરોપનિષદ્ નથી માટે એ પરમ સુખી છે. સુખનું રહસ્ય હોય તો એ છે સમતા, અને સ્પૃહાના ત્યાગથી આત્માના પ્રત્યેક પ્રદેશે સમતા પરિણત થયા વિના રહેતી નથી. રચ પ્રશ્ન :- બધી વાત સાચી, પણ આ વિહારો, કેશલંચનો, ટાઢતડકા, ઘરે-ઘરે ભિક્ષાચર્યા આમાં ક્યાંય અમને સુખના દર્શન થતા નથી. તો પછી ચક્રવર્તીથી પણ અધિક સુખ હોવાનો તો ક્યાં અવકાશ જ રહ્યો ? ઉત્તર :- ભોગનું સુખ કેવું હોય એ કુંવારી વ્યક્તિ જાણી શકતી નથી. કોઈ ગમે તેટલી ઉપમાથી સમજાવે તો ય એ સમજી શકતી નથી. એ તો માત્ર અનુભવકર્તા જ સમજી શકે છે. બસ, આ જ રીતે સમતા અને સમાધિના અનુભવ વિના લોકો પણ શ્રમણના પ્રશમ સુખને સમજી શકતા નથી. આ સુખ પણ અનુભવગમ્ય જ છે. આ જ વાતને પૂ. ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં જોઈએ प्राणप्रियप्रेमसुखं न भोगा -ऽऽस्वादं विना वेत्ति यथा कुमारी । समाधियोगानुभवं विनैव, न वेत्ति लोकः शमशर्म साधोः ।। ।। समाधिसाम्यद्वात्रिंशिका હજી આ વાસ્તવિકતાને પૂર્ણરૂપે જોવા માટે એક સ્તુતિનો અંશ જોઈએ. સ્તુતિકાર છે, પૂ. સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજા. તેઓએ પરમાત્માને કહ્યું છે દી - न्यूनोऽपि ते नास्ति कुतः समानः ? પ્રભુ ! તારાથી ચઢિયાતી વ્યક્તિ તો વિશ્વમાં છે જ નહીં. અને જો કોઈ મને કહે કે અમુક વ્યક્તિ તારી સમાન છે. તો હું બેઘડકરૂપે કહેવા માંગુ છું કે- તારાથી તો ન્યૂન પણ કોઈ નથી, તો સમાનની તો વાત જ ક્યાં રહીં ? બહુ મજાની વાત છે, પરમાત્માથી ન્યૂન પણ કાંઈ નથી. એમ કહેવામાં આશય એ છે કે બે મોટા ઉદ્યોગપતિઓ હોય એમની

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46