Book Title: Parmopnishada
Author(s): Yashovijay Upadhyay, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 5
________________ परमज्योतिः पञ्चविंशतिका || ાથ પરમબ્યોતિ: વવિશતિજ્ઞ || ऐन्द्रं तत्परमं ज्योति - रुपाधिरहितं स्तुमः । उदिते दंशेऽपि सन्निधौ निधयो नव ।।१।। ઐન્દ્ર આત્મસમ્બન્ધિ એવી, રાગ-દ્વેષ-સંકલ્પ-વિકલ્પ વગેરે ઉપાધિથી રહિત એવી તે પરમજ્યોતિની અમે સ્મ્રુતિ કરીએ છીએ કે જેના અંશનો પણ ઉદય થાય, એટલે નવ નિધિઓ સાન્નિધ્યમાં આવી જાય છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની કૃતિનું ચિહ્ન કહો, પ્રસાદ પ્રસરાવતા મા સરસ્વતી પ્રત્યે તેમની કૃતજ્ઞતા કહો કે પછી સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય આત્મગુણોની પ્રાપ્તિ કરવા વિષે જ છે, એમ કહો, કૃતિની શરૂઆતમાં જ છું” કાર અથવા ‘ન્ર’ શબ્દનું વાંચન કરતાની સાથે ઉપરોક્ત વિકલ્પોની સ્મૃતિ થાય અને રોમરાજી વિકસ્વર થયા વિના રહેતી નથી. પૂજ્યશ્રી આત્મસંબંધિ પરમ જ્યોતિની સ્તવના કરે છે. પણ એ જ્યોતિ તો જીવમાત્રમાં રહેલી જ છે, તો શું તેઓ બધા જીવોની સ્તુતિ કરે છે ? અહીં સમાધાન છે હા, એ જ્યોતિ ભારેકર્મી જીવમાં પણ છે, દૂરભવ્ય જીવમાં પણ છે, અને અભવ્ય જીવમાં પણ છે. આમ છતાં પણ તેની સ્તવના કરે છે. અને તો પણ તેમની સ્તુતિ અનુચિત નથી, કારણ કે ન્યાયવિશારદ પૂજ્યશ્રી તે પરમ જ્યોતિને એક વિશેષણ લગાડી દે છે - જે છે ઉપાધિરહિત. જીવમાં રાગદ્વેષરૂપ ભાવમલ હોય તે ઉપાધિ છે. ૩પ-સમીપમ્, ગાયીયત ડ્યુપાધિ: આત્માના શુદ્ધ સ્વરૂપને આવરી લે તેનું નામ ઉપાધિ. આત્મોપનિષદ્ નામના જૈનેતર ગ્રંથમાં કહ્યું છે ઉપાધિનાશાત્ બ્રૌવાારા १. हस्तादर्श प्रारम्भे आत्मज्योतिःस्वरूपपञ्चविंशतिका इत्यभिधानान्तरमस्याः । ૨. સ્વ - તુમ । રૂ. સ दंसे । ४. ख વન । - -પરોપનિષદ્ ઉપાધિનો નાશ થાય એટલે શુદ્ધ આત્મસ્વરૂપ જ અવશિષ્ટ રહે છે. મુક્તિપિનિષમાં કહ્યું છે - frffનનું વટાળાનું પરિપૂર્ણતા૰ ઘટ એ આકાશ માટે ઉપાધિ છે. ઘટમાં રહેલો અવકાશ એ ઘટાકાશ છે, એ ઘડામાં રહેલું આકાશ સીમિત છે - અપૂર્ણ છે અને જ્યારે ઘડાનો નાશ થાય ત્યારે આકાશ અનંત અને પરિપૂર્ણ બની જાય છે, તેમ રાગાદિ ઉપાધિનો વિલય થાય એટલે આત્મા પણ પરિપૂર્ણ બની જાય છે. એ પરિપૂર્ણ આત્મા-પરિશુદ્ધ આત્મા એ જ પરમજ્યોતિ. અમે તેની જ સ્તુતિ કરીએ છીએ. એવું ઉપાધ્યાયજી મહારાજ કહે છે. ૨ આશય એ છે કે જીવમાત્ર પરમાત્મસ્વરૂપ છે. પછી તે શુદ્ધ છે કે અશુદ્ધ એ બીજી વાત છે. સોનાની લગડી કાદવમાં પડી જાય તો પણ એ સોનું જ કહેવાય છે, કાદવ નહી, એની કિંમત એની મહત્તા ઘટી જતી નથી. કારણ કે વ્યક્તિના મનમાં તેનું શુદ્ધ સ્વરૂપ જ ભાસે છે. તેમ જ્ઞાનીઓની દૃષ્ટિમાં પ્રત્યેક આત્મા શુદ્ધસ્વરૂપે જ ભાસે છે. કાદવસ્થાનીય એવી ઉપાધિને તેઓ ગણકારતા નથી. અને તેથી જ સર્વત્ર તેમની સમતા અસ્ખલિતરૂપે પ્રવર્તે છે. તેથી જ ભગવદ્ગીતામાં કહ્યું છે - विद्याविनयसम्पन्ने, ब्राह्मणे गवि हस्तिनि । शुनि चैव श्वपाके च, पण्डीताः समदर्शिनः ।।५- १८ ।। વિધા-વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, કૂતરો હોય કે પછી ચાંડાળ હોય, તે બધામાં પંડિત જનોને સમદૃષ્ટિ હોય છે. આ એક નય છે. સમભાવને કેળવવા, દ્વેષ-મત્સર વગેરે દોષોને દૂર કરવા માટે તેનું પરિભાવન કરવું આવશ્યક છે. જેવું સિદ્ધભગવંતોનું આત્મસ્વરૂપ છે તેવું જ મારું પણ છે. તેવું જ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46