Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Aristocracy, Autocracy, Cabinet, Idealism, Humanity વગેરે શબ્દો જુઓ.) પર્યાય અવતરણ આદિની સામગ્રીમાં દબાઈ ન જતાં શોધનારની આંખે વગર પ્રયાસે પડે એટલા માટે જાડાં કાળાં બીબાંમાં છાપ્યા છે. પર્યાય પછી તેના યોજકના આદ્યાક્ષર કેણુકાર કેસમાં મૂક્યા છે. તે પછી જકના જે ગ્રંથ કે લેખમાંથી એ પર્યાય લેવાયો હોય તેનો નિર્દેશ સંક્ષેપમાં પૂછ સાથે કરાવ્યો છે. યોજકો ને તેમની કૃતિઓના આ આદ્યાક્ષરના ખુલાસા તરીકે કેશના પ્રારંભભાગમાં એક સંજ્ઞાસૂચી આપી છે. તેમાં આ બધા કક્કાવારી ક્રમમાં ગોઠવી દરેકના આખા નામનો ખુલાસો કર્યો છે, એટલે શંકા પ્રસંગે સ્પષ્ટીકરણ સહેલાઈથી થઈ શકશે. કૃતિનિદેશ પછી પ્રમાણ તરીકે પર્યાયના પ્રભવરૂપ આખું અવતરણ નાનાં બીબાંમાં આપવામાં આવ્યું છે. એટલે આ ઉપરથી જોઈ શકાશે કે આખી મુદ્રણવ્યવસ્થા એવી રાખી છે કે જેથી વાચકને જે ક્રમમાં જિજ્ઞાસા થાય તે ક્રમમાં તે પિષાતી જાય. જે વાચકને કેવળ પર્યાયની જ જરૂર હોય તે પર્યાય પછીનો બધો ભાગ છોડી દઈ શકશે. પર્યાય જાણ્યા પછી જેને તેને યાજક કણ એ જાણવાની ઈચ્છા હોય તે જોડેના કેણાકાર કૌંસમાંથી એ માહિતી મેળવી શકશે. ને આ ઉપરાંત જેને મૂળ પ્રમાણની પણ અપેક્ષા હોય તેને શેષ ભાગમાંથી એ મળી રહેશે. આ પ્રમાણે સઘળા પર્યા અવતરણો આદિ સાથે આવી ગયા પછી મૂળ અંગ્રેજી શબ્દમાંથી જે સમાસો કે શબ્દસમૂહો ઊપજતા હોય તેને લગતી માહિતી પણ તે શબ્દોના પટામાં નાનાં કાળાં બીબાંમાં છાપી ઉપર દર્શાવેલા ક્રમમાં આપી છે. જેમકે Absentminded! U2Hi Absentmindedness, Capitalismal 221Hi Capitalist, Imaginational Hi Cognitive imagination, Constructive imagination, વગેરે.) Baloon, Band, Bicycle, Librarian, Railway આદિ કેટલાક અંગ્રેજી શબ્દો એના અસલ સ્વરૂપમાં જ આપણી ભાષામાં લગભગ રૂઢ થઈ ગયો છે, અથવા થવાની તૈયારીમાં છે. આવા શબ્દો માટે પણ જે કઈ પર્યાય જાયા મળી આવ્યા છે, તે તે કોશમાં આપ્યા છે ખરા, પણ તેને વર્ગ જુદો પાડી સમગ્ર દેશ પૂરો થયા પછી અંતભાગમાં આપવાનું રાખ્યું છે, એટલે એવા કેટલાક રૂટક૯૫ અંગ્રેજી શબ્દો બીજા ભાગને અંતે અપાયેલા માલૂમ પડશે. આંહીં સ્વીકારેલા પર્યાયોના સંબંધમાં એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે કે એ સઘળાનો સ્વીકાર ગુણદષ્ટિએ નહિ પણ ઈતિહાસદૃષ્ટિએ જ થયો છે. આથી જ Honor. ary માટે “માનદ’ શબ્દ રા. નરસિંહરાવે દર્શાવ્યું છે તે પ્રમાણે કઈ રીતે ન જ ચાલી શકે એવો છતાં એવો પણ એક શબ્દ એક પ્રતિષ્ઠિત લેખકને હાથે યોજાયો હતો એટલો ઇતિહાસ નોંધવા પૂરતું એને આમાં સ્થાન આપ્યું છે. ને “માનદ’ શબ્દનું તે અહીં કેવળ ઉદાહરણ જ આપ્યું છે, પણ એવા બીજા અનેક શબ્દ આમાંથી મળશે. એટલે આ ઉપરથી સમજી શકાશે કે અમુક પર્યાય આ કાશમાં અમુક શબ્દ માટે આપો છે માટે તે યથાર્થ જ છે એમ માની લેવાની ભૂલ કોઈએ કરવાની નથી. ઊલટું કોશનો ઉપયોગ કરનારે પર્યાની પસંદગી વખતે ખૂબ સાવધાનતા રાખવાની છે, ને કેશમાં આપેલો છે એટલા માટે નહિ પણ ઉદ્દિષ્ટ અર્થને પૂર્ણ વાચક છે કે નહિ તેની તપાસ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 129