Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपयाग कर सक. નિવેદન લેખકે કહો પણ ન હોય એવો આવકાર કોઈ કોઈ વાર એના પ્રયાસને મળી જાય છે. આ કેશની પાછળ રહેલો ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે એમ છે. પાંચેક વર્ષ ઉપર આમાંના થોડાક શબ્દો ‘વસન્ત'માં પ્રકટ થવા માટે મોકલેલા તે વખતે કેઈને વિચિત્ર લાગે એવા એ સંગ્રહને તેમાં સ્થાન મળશે કે કેમ એ વિશે જ શંકા હતી, એટલે એ જ પ્રકારના શબ્દો અવતરણે આદિ સાથે ભવિષ્યમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવાને અવસર આવશે એ તે સ્વને પણ ખ્યાલ કયાંથી હોય? પણ સુભાગ્યે, જે દષ્ટિએ એ નાનકડે સંગ્રહ તૈયાર કર્યો હતો તે જ દષ્ટિએ એને અવલોકનારા વિદ્વાને મળી આવ્યા. “વસન્તના ગુણવાડી તન્વીજીએ એને સ્વીકાર જ નહિ પણ સંક્ષિપ્ત છતાં સૂચક નોંધ લખી પુરસ્કાર કર્યો, ને એવા શબ્દો વિસ્તૃત કેશના રૂપમાં પ્રકટ કરવાની આવશ્યકતા જણાવી. બીજા એક વિદ્વાન પત્રકારે પિતાના મિતાક્ષર મનન વડે વાચવર્ગનું એ શબ્દો પ્રત્યે વિશેષ લક્ષ ખેંચ્યું. ને છેવટે રા. આનન્દશંકરભાઈની સૂચના ઝીલી લઈને આપણી જાણીતી સાહિત્ય સંસ્થા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ આ કેશની રચના કરવાનું કામ સોંપ્યું. આ રીતે આજે જે કેશ પ્રકટ કરવાનો યોગ સાંપડે છે તે ‘વસન્ત’વાળા સંચયને મળેલા સંસ્કારના ફળરૂપ છે, ને તેથી, એ ઉપયોગી નીવડે તે ઉપકાર એ સૌ સત્કાર કરનાર વિદ્વાનો ને સંસ્થાને માનવાનો છે, સૌ સમજે છે તેમ તુલના એ વસ્તુની ઇયત્તા જાણવાનું કિંમતી સાધન છે. આપણું પ્રાન્તમાં નવી કેળવણીનો પ્રારંભ થતાં ગુજરાતીને અંગ્રેજી ભાષા સાથે આવી તુલનાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે, ને પરિણામે એની ઇયત્તા જણાતાં કેટલીક બાબતોમાં એની મર્યાદાઓ સાથી પહેલી જ વાર લક્ષમાં આવી છે. એટલે રોજના કામકાજ માટે અત્યાર સુધી પર્યાપ્ત જણાયેલી ભાષા શાસ્ત્રીય વ્યવહાર માટે કેટલેક અંશે અપર્યાપ્ત માલુમ પડી છે, ને અંગ્રેજીદ્વારા પાશ્ચાત્ય સાહિત્ય સંસ્કૃતિના સંસર્ગમાં આવતાં જે અનેક વસ્તુઓ, રીતભાત, સંસ્થાઓ, ભાવનાઓ આદિ નવીન પદાર્થોનો પરિચય થયો છે તેને માટે યથાર્થ પદો તે ગુજરાતીમાં શોધ્યાં પણ જડતાં નથી. આથી માતૃભાષા પરત્વે તે આપણે મોટા ભાગના શિક્ષિતવર્ગની દશા મૂંગાને સ્વમ થયું હોય એવી લાચાર બની ગઈ છે. ને તેમાં જે નાનો ભાગ આ પરિસ્થિતિથી પર થઈને ભાષાન્તર, સારલેખન કે સ્વત– ચર્ચા વાટે પશ્ચિમનું જ્ઞાન આપણી ભાષામાં ઉતારવા મથે છે તેમના માર્ગમાં આવા પારિભાષિક શબ્દો પદે પદે મોટી મુશ્કેલી ઊભી કરે છે. એટલે કોઈ વ્યક્તિ અંગ્રેજી મારફતે અમુક વિષયને પાર પામેલ હોય, ને ગુજરાતીમાં પિતાનું એ રીતે મેળવેલું જ્ઞાન ઠાલવવાની ઇચ્છા પણ હોય, છતાં કેવળ આવા પારિભાષિક શબ્દોની મુશ્કેલીને કારણે હાથ જેડી બેસી રહેવું પડે એવા પ્રસંગો પણ આપણે દેશની વિદ્વત્તાના ઇતિહાસમાં વિરલ નથી. તેથી પરિભાષાવિષયની આ મૂંઝવણ ટાળવા માટે આ પ્રકારના સઘળા અંગ્રેજી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 129