Book Title: Papni Saja Bhare Part 08 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ૩૩૮ કર્યો. આ રીતે ફરી મકાન બનાવ્યું ફરી એક દિવસ તે તે જીર્ણશીર્ણ બનવાનું જ છે. પછી તે પ્રક્રિયા. અંતે રેતી, માટી, પત્થરને નાશ કયાં થાય છે? જગતમાં પરમાણુ પણ પિતાના સ્વરૂપમાં નિત્ય જ રહે છે. એક પણ પરમાણુને ક્યારે પણ નાશ નથી થતો. તે પણ શાશ્વત જ રહે છે. અનાદિ અનન્ત છે હા, રૂપાંતર જરૂર થાય છે. હવે, આટલા વિવેચનથી તમને ચોકકસ ખ્યાલ આવી ગયું હશે કે, આપણે કેટલા અનન્તાનન્ત પરમાણુઓના સંઘાતજન્ય સંયોગ સંબંધથી બનેલા અનન્ત પગલિક પદાર્થોને અનન્તકાળથી અનન્ત– વાર ઉપગ અને ઉપભોગ કર્યો છે. અનતા જી પ્રત્યેક પરમાણુ, પુદ્ગલ પદાર્થોને અનન્ત અનન્ત વાર ઉપાય-ઉપભોગ કરી ચૂક્યા છે. અનન્તવાર આપલે શરીર બનાવીને.....મન બનાવીને તે તે શરીર અને મને યોગ્ય વર્ગણાઓના પુદ્ગલને છોડી દીધા છે. અનંતવાર શ્વાસ લઈને શ્વાસે શ્વાસ વર્ગણાના પુદ્ગલેને પણ છોડી દીધા છે. અનંતવખત ભાષા વગણના પરમાણુઓને ગ્રહણ કરે, પરિણાવી, વિસર્જન કર્યા છે. અનંતાનંત કામણ વગણને પણ જીવે અનંતવાર બાંધી છે અને છેડી છે. આ રીતે સંસારમાં એવું એક મહાચક ચાલી રહ્યું છે. વિચારેકે પુદ્ગલેના ઉપયોગ અને ઉપભેગથી જીવને કેટલે. લાભ અને કેટલું નુકશાન થયું છે?...અને જીવના સંયોગમાં આવવાથી પુદ્ગલને કેટલું લાભ નુકશાન થયું છે? પુદ્ગલને તે શું ફાયદો ? એને તે નુકશાન પણ શું થયું ? જે કાંઈ લાભ-નુકશાન થયું તે માત્ર જીવને થયું છે. કાંઈ પણ બન્યું કે બગડ્યું તે જીવનું પુદ્ગલ તે જડ જ છે. પુદ્ગલને જીવ ઉપર કોઈ રાગ નથી કારણકે તે જડ છે. નિજીવ છે. જ્ઞાનાદિ ગુણ રહિત છે જ્યારે જીવને પુદ્ગલ પદાર્થો ઉપર ખૂબ ભાગ છે. જ્ઞાનાદિ ગુણવાળે સુખદુખાદિ સ્વભાવવાળે જીવ છે આથી જીવને પુદ્ગલ ઉપર રાગ-દ્વેષ છે. પ્રિય-અનુકુળ પદાર્થો પર રાગ અને અપ્રિય પ્રતિકૂળ પદાર્થો ઉપર દ્વેષ છે. આથી એક વાત તે નિશ્ચિત જ છે કે જેને રાગદ્વેષ છે તેને લાભ-નુકસાન છે. જડને નહીં. કેટલા જન્મમાં વે ભિન્ન ભિન્ન પ્રકારના અનેક પુદ્ગલ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ રાખીને અથવા તે નિમિત્તે રાગ કરીને પિતાને જન્મ બગાડે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42