Book Title: Papni Saja Bhare Part 08 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ ૩૪૧ મારૂં....મારૂં,કરતા જ રહે છે. આ રીતે મારું મારું....કરી કરીને જીવે પર પદાર્થોને, નાશવંત ક્ષણિક પૌગલિક પદાર્થોને પોતાના બનાવી લીધા છે. પોતાના માની લીધા છે. આ બહુ જ મોટી ભારે ભૂલ કરી છે. આ ભૂલને ભેગ જીવનમાં ભેગવે પડે છે.જે મારુ નથી, તેને પણ મારું માનવું અને જે મારું છે તેને ભૂલી જવું. આ કેવું ઉલટું જ્ઞાન છે. આ કેવું વિરૂદ્ધ જ્ઞાન છે? હે જીવ! તારું શું છે? आप स्वभाव में अवधु सदा मगन में रहना । जगत जीव है करमाधीना, अचरिज कछु न लीना ॥ तु नहीं केरा कोई नहीं तेरा क्या करे मेरा मेरा । તેરા હૈ રે તેરો રે અવર સવ ને | બાપ... . અધ્યાત્મ, શાસ્ત્રની આ પંકિતઓમાં એમ કહેવાયું છે કે હે જીવ! તું તારા મૂળભૂત સ્વભાવમાં રત રહેજે. સંસારમાં જીવ માત્ર કર્માધીન છે. એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. તું કેઈને નથી. અને તારૂ પણ કેઈ નથી. આથી શા માટે માટે મારું...મારું..કરી રહ્યો છે? જે તારું છે તે તે તારી પાસે જ છે અને જે તારી પાસે નથી તે બધું પારકું છે. અન્ય જ છે. આથી પારકા પદાર્થને પિતાના બનાવવાનો પ્રયત્ન ન કર. પિતાનું માનીને મારૂં..મારૂં...ન કર. પિતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને આ પદાર્થોની પાછળ મારુ...મારુ... કરીને પાગલ ન થા. મારૂં...મારૂં...એ જે તું અનાદિકાળથી કરી રહ્યો છે...આ તારું પાગલપણું છે. તું એકલો આવ્યું છે અને એકલો ચા જઈશ. તારી સાથે કશુંય નથી. અને જવાના સમયે પણ તારી - સાથે કોઈ નહીં આવે. આથી વ્યર્થ મારૂં..મારૂં..કરીને મમત્વ બુદ્ધિ તીવ્રરાગ ભાવથી બધું પિતાનું ન માન. ઝવે શું શું પિતાનું માન્યું છે.? चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । । अन्न वा अणुजाणाइ एवं दुक्खा ण मुच्चइ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42