Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ૩૬૭ દીધી. તમને જે જરૂરીયાતની સમજણ આપવાનું કહેવામાં આવે તે હેલીકેપ્ટરને પણ કદાચ જરૂરીયાત કહી દો. પણ જ્ઞાનીએાએ સુસ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે “ઉના ઘી થી પડેલી રોટલી મળે, થીગડાં વિનાનું વસ્ત્ર મળે, અખંડ નળીયાવાળું ઘર મળે “એટલે જરૂરીયાત સમાપ્ત થાય છે. બાકી આશા અને અપેક્ષાઓને તે કયાંય અંત જ નથી. માટે નિરર્થક પરિગ્રહ ન વધારે જોઈએ. આયુષ્ય કર્મબંધમાં અને ગતિ નામકર્મની પાછળ પણ પરિગ્રહ કારણ બને છે. & સંભ પ્રાણાતિપાતાદિ હિંસાને સંકલ્પ, સમારંભ સંકલ્પ અનુસાર પૂર્વ તૈયારી, આરંભ એટલે સંક૯પ અનુસાર પ્રવૃત્તિ આ ત્રણેમાં હિંસા છે. પરિગ્રહના આધાર પર આયુષ્યબંધ જીવ એક ગતિમાંથી બીજી ત્રીજી ચેથી ગતિમાં જાય છે અને આ રીતે ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અત્યારે વર્તમાન ભવમાં આગામી જન્મનું આયુષ્ય બાંધીને પછી તદ્દનુસાર બીજી ગતિમાં જાય છે. આમાં પરિગ્રહને કારણ રૂપે બતાવતાં શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થધિગમ સૂત્રમાં કહે છે કે @ામ વરિત્ર જ ના થાયુષઃ ! (-૨૭) અતિશય આરંભ અને અત્યંત પરિગ્રહ સંગ્રહથી નરકગતિનું આયુષ્ય બંધાય છે. આવા પ્રકારના ઘણા આરંભ સમારંભ કરીને મહા પરિગ્રહી-ધારીને નરકગતિમાં જવું પડે છે. શાસ્ત્રમાં એટલી હદ સુધી કહ્યું છે કે ચક્રવતી પણ જે સંસાર છોડીને ચારિત્ર ન સ્વીકારે તે નરકમાં જવું પડે છે. આથી જ તે કહ્યું છે કે “ચક્રેશ્વરી સે નરકેશ્વરી રાજેશ્વરી સે નરકેશ્વરી” સગર ચક્રવતી જેવાને ૬૦૦૦પુત્રો થયા તો પણ તૃપ્તિ ના થઈ...પરિણામ સ્વરૂપ...તીવ્ર મૂછમાં મરીને નરકમાં ગયા. બ્રહ્મત્ત ચક્રવતી પણ સાતમી નરકમાં ગયા. હવે આ પ્રસંગને જે સહૃદયતાથી વિચારીએ તે પ્રસંગની ગંભી. રતાનો ખ્યાલ આવે. બ્રહ્મદત્ત ચક્રવતીનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું અને સંસારના સુખ (સુખાભાસ)ની ટોચકક્ષામાં જ મૃત્યુ પામ્યા દીક્ષા લીધી નહીં માટે મરીને સાતમી નરકમાં ઉત્પન થયાં. ત્યાંનું આયુષ્ય ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42