Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 26
________________ ૩પ૯ પેથડે એ નિયમ લીધે કે જિંદગીમાં કેટલું પણ ધન મળે, પરંતુ પાંચ લાખથી વધારે ધન નહી રાખું. જે ભાગ્યવશાત્ વેપાર વગેરેમાં વધારે પ્રાપ્ત થાય તે ધર્મમાર્ગ માં ઉપયોગ કરે. નિયમ લઈ લીધે. પિતાની ઈરછા-આશાની મર્યાદા કરી દીધી. પેથડ એક દિવસ વ્યાપાર માટે અન્ય દેશ ગયે. સૌભાગ્યવશ પુણ્યોદયથી માલવા દેશની રાજધાનીમાં પહોંચે અને રાજાને ત્યાં રાજમંત્રી બન્યા. થોડા વર્ષોમાં તે પાંચ લાખની સંપત્તિ થઈ ગઈ અને લહમી તે વધતી જ ગઈ. પછી પોતાના નિયમાનુસાર પ્રતિજ્ઞાથી બંધાયેલા પેથડે લક્ષ્મીને મેહ ન રાખે. અધિક લક્ષમીને શું કરવી છે? ક્યાં સાથે આવે છે? શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાનું છે? આ રીતે આત્માને સમજાવીને આસક્તિ–ધનની મૂરછને ઓછી કરી નાંખી અને લક્ષ્મીને શુભ પુણ્ય માર્ગ વાપરવા લાગ્યા. ચોવીશ તીર્થકરના ચોવીશ ભવ્ય મંદિર બંધાવ્યા વતદાતા ગુરૂ ભગવંત શ્રી ધર્મઘોષસૂરી મહારાજના આગમન સમયે પ્રવેશના સામૈયામાં શાસનની મહાન પ્રભાવના કરવામાં ૭૨ હજાર રૂા. ખર્ચા...જીવનમાં ત્યાગ ભાવના વધતી ગઈ. બત્રીસ વર્ષની યૌવન વયમાં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. આ રીતે પુષ્કળ સંપત્તિ ધર્મ માર્ગે દાન-પુણ્યમાં વાપરી, શત્રુંજય તીર્થ ઉપર વાપરી અને જીવનને ધન્ય બનાવ્યું...ધનને પણ ધન્ય બનાવ્યું. જે ધનને ધન્ય બનાવી શકે છે. તે જીવનને પણ ધન્ય બનાવી શકે છે મૂછને જીવનમાંથી તિલાંજલી આપવી જ હિતકર છે. મૂચ્છને તે કઈ અંત જ નથી તીવ્ર મૂછવાળા માટે તે આ સંસાર જ પરિગ્રહ છે. કહ્યું છે. કે– मूर्छ याच्छन्नधियां सर्व जगदेव परिग्रहः । मूर्छ या रहितानां तु जगदेवापरिग्रहः ॥ જે મૂરછથી ગ્રસ્ત છે તેને માટે તે આ સંસાર જ પરિગ્રહ છે અને જે મૂછ રહિત છે તેને માટે આ સંસાર અપરિગ્રહ છે. બધું તૃણ સમાન છે. મૂચ્છ રહિત ત્યાગી જ જગતમાં મહાન દાન કરીને મહાન પરોપકાર કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42