Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 10
________________ ૩૪૩ છે, મોહ-મમત્વ અને મૂછ ભાવ એ બંધન છે. આ મૂછ–મમત્વ રૂપ પરિગ્રહનાં બંધનનું સ્વરૂપ જાણીને તોડવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માની ચારે બાજુ આજે સચિત્ત-અચિત્ત પદાર્થોનું એક ચક્ર જાણે ઉભું થઈ ગયું છે, અને જીવ મમત્વ ભાવથી તેમાં બંધાયેલ છે. રાગના બંધનની જીવને ખબર પડતી નથી. જેવી રીતે ઊંઘમાં ઉંદર ફૂંક મારીમારીને પગની મેલવાળી ચામડી ઉતારીને કરડી જાય છે અને તે પણ તે કુંક એવી મીઠી લાગે છે કે ખબર જ નથી પડતી. એ રીતે જીવ સચિત્તઅચિત્ત પદાર્થોની વચમાં સહતંતુ રૂપ મમત્વભાવ-રાગવૃત્તિથી એ બંધાયેલ છે કે તે બંધન તેને બંધનરૂપ લાગતું જ નથી. આથી ભગવાને કહ્યું–પહેલા બંધનને જાણે અને જાણ્યા પછી તેડે પરંતુ જે પરિગ્રહને બંધનરૂપ માનતા જ નથી, મેહ-મમત્વને બંધનરૂપ જ ન માને, તે પછી તેડવાની વાત જ કયાં રહી? આથી બંને પ્રકારના અંધન બતાવાયા છે. પરિગ્રહ દ્રવ્ય (બાહ્ય પરિગ્રહ) ભાવ (આત્યંતર પરિગ્રહ) ૪ કષાય,હાસ્યાદિ ૯ નોક જાય, મિથ્યાત્વાદિ ૧૪ સચિત્તપરિગ્રહ અચિત્તપરિગ્રહ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મુખ્યરૂપે સચિત્ત (સજીવ) અને અચિત્ત (નિર્જીવ) દ્રવ્યોને પરિગ્રહ કરાય છે. આથી આને દ્રવ્ય પરિગ્રડ પણ કહે છે અને દ્રવ્ય આત્માથી ભિન બહારનાં પદાર્થ છે. એટલે બાહ્ય પરિગ્રહ પણ કહે છે. આમાં ધન-ધાન્યાદિ નવ પ્રકારની વસ્તુઓ ગણાય છે. સંસારમાં મનુષ્યાદિને માટે ગ્રહણ-સંગ્રહ યોગ્ય વસ્તુઓની મુખ્ય રૂપે નવ પ્રકારની જાતિઓ બતાવી છે. કેઈપણ સંગ્રહ કરે અથવા પરિગ્રહ ખે તો આ નવ જ પ્રકારનો બાહ્ય પરિગ્રહ હોય છે. આથી નવા પ્રકારની વસ્તુઓ ગણાવતાં શ્રાવકાચાર સૂત્ર વંદિતુમાં કહ્યું છે કે – धण-धन्न-खित्त वत्थु रुप्प सुवन्ने अ कुविअ परिमाणे । दुपए चउप्पयश्मि, य पडिकमे देसि सव्वं ॥१८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42