________________
૩૫૬
જરૂર, ગૃહસ્થી જીવનમાં લક્ષમી હેવી એવું આવશ્યક માન્યું છે. ગૃહસ્થની પાસે પૈસા ન હોય તે તેની ફૂટી કેડી જેટલી પણ, કિંમત નથી, તેવી રીતે સાધુની પાસે એક નવે પૈસે પણ હોય તે તેની ફૂટી કોડીની પણ કિંમત નથી કહ્યું છે કે
यत् यत् गृहस्थानां भूषण तत् तत् साधुनां दुषणम् ।
જે જે ગૃહસ્થના ભૂષણ (શેભા, ગુણ) છે તે જ સાધુના દૂષણ કહેવાય છે. ગૃહસ્થની શોભા પૈસામાં છે, તે તે જ પૈસામાં સાધુને માટે દૂષણ બતાવ્યું છે. સાધુની શોભા તેના તપ-ત્યાગ-જ્ઞાનમાં છે. ગૃહસ્થ જીવનમાં પૈસા હોવા એ જરૂર ભૂષણ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે કેવા પણ નૌસા હેય, કોઈના પણ હોય, કેટલા પણ હોય અને કઈ પણ રસ્તાથી આવ્યા હોય. ના, એક અપેક્ષાથી ઉપરની વાત કહેવાઈ ગઈ છે પરંતુ બીજી અપેક્ષાએ એ પણ કહેવાયું ૩૫ર્થનર્થકાર પામ્” અર્થ, ધન, પૈસા મહા અનર્થનું પણ કારણ છે. જ્યારે જે અપેક્ષાથી વાત કરાય ત્યારે તે અપેક્ષાથી સમજવી જોઈએ જે રૂપિયા પૈસા અનેક પાપ કર્મ કરાવીને નવા કર્મ બંધાવીને નરકમાં દુર્ગતિમાં લઈ જાય તો તેવા પૈસા શું કામના? એક કાગળના નોટની આસક્તિ એક સેનાની ગિનીનું મમત્વ, એક ચાંદીના સિકકાનો લેભ એક પૈસાન પણ તીવ્ર મેહ જે અમારી ગતિ બગાડે, અમારો જન્મ બગાડે આલેક અને પરલોક બગાડે તે એવા પૈસા, એવી લક્ષમી શું કામની? પૈસા વસ્તુ) ખરાબ છે કે તેની આસકિત ખરાબ છે ? :
પૈસા તે તે છે કે જે બધાની પાસે છે. બધાની પાસે એક સરખા જ પૈસા છે. હા, સંખ્યા ઓછી-વધારે છે. પરંતુ પિતાનું સ્વરૂપ તે સર્વત્ર એક જેવું છે. પણ બધાને પોતપોતાની આસક્તિ-મૂચ્છી ઓછી-વધારે છે. ભિખારી પાસે તો છે જ કેટલું?પાંચ–દસરૂપિયા તે પણ મૂછ કેટલી છે.? પાંચ-દસ પર આસક્તિ કેટલી છે? જ્યારે શાલીભદ્ર પાસે કેટલું હતું? ૯૯ પેટીઓ રોજ ઉતરતી હતી. સવા લાખ સુવર્ણ મુદ્રાની એક રન કંબલ એવી ૧૬ રન કંબલ ખરીદીને પ્રત્યેકના બબ્બે ટુકડા કરીને ૩૨ પત્નીઓને આપી દીધી. પત્નીઓએ સવારે સ્નાન કરીને તે રત્નકંબલથી શરીર લૂછીને ગટરમાં ફેંકી દીધી, વિચારો ! કેટલો ઋદ્ધિ સીદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org