________________
૩૫૩
સ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પરિગ્રહનું લક્ષણ કરતાં સાથે જ લખ્યું છે કે—“મૂર્છા ત્રિ:” ॥ ૭–૧૨ ॥ જડ અથવા ચેતન કોઈપણ વસ્તુ પર મૂર્છા અર્થાત્ આસકિત એ જ સાચા અર્થમાં પરિગ્રહ છે તીવ્રરાગ કહે. તીવ્ર માહ મમત્વ કહેા. આ પરિગ્રહનું લક્ષણુ છે. પરિગ્રહ શબ્દ સામાન્ય અને જણાવનાર છે. પરિ-સમન્તાત્ ચારે ખાજુથી ગ્રહણ કરવું એ પરિગ્રહ છે. પરંતુ માત્ર ગ્રહણ કરવું એકઠું' કરવું અથવા સંગ્રહ કરવું જ પરિગ્રહ નથી. આથી ઉમાસ્વાતિ મહારાજે પદાથ ને નહીં, વસ્તુ સ ંગ્રહને નહી', પરંતુ વસ્તુનું મમત્વ, વસ્તુ તરફથી તીવ્ર આસક્તિ, તીવ્ર રાગભાવ અર્થાત્ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. તે ખરાખર જ કહ્યુ છે પણ એના અર્થ એ નથી કે વસ્તુથી કોઈ સંબંધ જ નથી, ના, આથી વસ્તુ વધારે રાખવાની છૂટ નથી મળતી.
વસ્તુ (પરિગ્રહ) અને મૂર્છાની વચ્ચે સંબંધ છે. પણ ખરી અને નથી પણ ખરી. વસ્તુવાળા બધા પરિગ્રહી-મૂર્છાવાળા જ છે એવુ પણ નથી. દા. ત. શાલિભદ્ર જેવા મહાત્માની પાસે અમાપ ઋદ્ધિ સિદ્ધિ હતી પરંતુ અંશ માત્ર પણ આસકિત ન હતી. તેથી જ તે ત્યાગ કરી શકયા અને બીજી બાજુ વસ્તુ ન ડાવા છતાં પણ મૂર્છા મહુ હાઈ શકે છે. જેવી રીતે એક ભિખારી છે. તેની પાસે કઈ જ નથી. પરંતુ મૂર્છા અત્યધિક છે. ચક્રવતી તું રાજ્ય મળી જાય તેા પણ ઈચ્છે છે. વિચારાના હવાઈ તર`ગેટ વડે શેખચલ્લીના વિચાર કરે છે. સ્વપ્નમાં પણ ભિખારીને ચક્રવર્તી ના રાજ્યની પ્રાપ્તિ દેખાય છે. એટલુ જ નહીં, પેાતાની પાસેના ફાટેલા-તૂટેલા એક કપડાની ઉપર પણ તેને પૂરા મેાહ છે. પૂરી મૂર્છા છે. એ રીતે ચાર ભેદ બનશે.
૧. વસ્તુ છે પણ મૂર્છા નથી.
૨. મૂર્છા છે પણ વસ્તુ નથી.
૩. મૂર્છા પણ છે અને વસ્તુ પણ છે.
૪. મૂર્છા પણ નથી અને વસ્તુ પણ નથી.
૧. વસ્તુ છે પણ મૂર્છા નથી જેમ કે શાલિભદ્ર ભરત આદિ ચક્રવતી મૂર્છા છે પણ વસ્તુ નથી દા.ત. ભિખારી રિદ્રિ
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org