Book Title: Papni Saja Bhare Part 06 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 4
________________ ૨૩૩ મેળવી લેવામાં આવતી ત્યારે માનવ જીવનમાં આજના જેવી આધિ, વ્યાધિ કે ઉપાધિ ન હતી. સમાજ સુખી અને સંતુષ્ટ હતો. સમાજ વ્યવસ્થા હતી. પરંતુ માનવ જેમ જેમ આવશ્યક્તાઓ વધારતે ગયો તેમ તેની સાથે લોભ વૃત્તિ પણ વૃદ્ધિ પામતી ગઈ. આને કારણે આદાન-પ્રદાનના વ્યવહારમાં અન્યાય, અનીતિ, અસમાનતા વધતી ગઈ, તેને પરિણામે વરતુથી વસ્તુનું આદાન-પ્રદાન થતું તેને બદલે નગદ નાણાંના વ્યવહારને પ્રારંભ થયો. પછી તો અનાજ કપડાં સર્વ વસ્તુમાં રૂપિયા આદિનું ચલણ વિકાસ પામ્યું આથી વસ્તુને સંગ્રહ કરવાને બદલે લેકે રોકડ રકમને સંગ્રહ કરવા લાગ્યા અને તેમાં વધુ સુરક્ષિતતા અને સ્વાધીનતા માનવામાં આવી તેની સાથે માનવમાં ધનની લોલુપતા મમત્વ પણ વધતા ગયા. વિચારો ! જ્યારે માનવ વસ્તુથી વસ્તુનું આદાન પ્રદાન કરતે હતું ત્યારે તેની વૃત્તિઓ સમતા યુકત અને સીમિત હતી. તે સમજાતે હિતે કે વધુ અનાજ સંગ્રહ કરવાથી શું ફાયદો છે? વળી તે સડી જવાની ભીતિ હતી અને તે વસ્તુ જોઈએ ત્યારે મળી રહેશે તેમ નિશ્ચિત હતા. આથી જે કંઈ વસ્તુની જરૂર પડે તે વસ્તુના વ્યવહારથી નભી જતું હતું. તેના ફળ સ્વરૂપે તે સમયને સદ્દઉપયોગ કરી ધર્મ ધ્યાન, પ્રભુભક્તિમાં પ્રવૃત્ત થઈ પવિત્ર જીવન ગાળવા ઉત્સુક હતે. પરંતુ ધનના સામ્રાજ્ય માનવ મનને એવું પ્રભાવિત કર્યું કે હવે તે તેની ભક્તિ કરવા લાગી ગયે. આવશ્યક વસ્તુઓના સંગ્રહને બદલે વ્યથ વસ્તુના સંગ્રહમાં રાચવા લાગે. સાર્થક વસ્તુ તે ઠીક પણ નિરર્થક સંગ્રહમાં મેટાઈ માનવા લાગ્યો અને તેને સંગ્રહ અમર્યાદિત થતે ગયે. જાણે કે તેને અંત જ નહિ હોય? માનવની ઈચ્છાને અંત છે? નહિ તે પછી સંગ્રહ તે વધતો જશે. વળી સમાજમાં અન્યોન્ય સ્પર્ધાત્મક જીવન એવું બનાવ્યું છે કે પ્રત્યેક માનવે પોતાને અન્ય કરતાં વધુ શ્રીમંતાઈવાળે ગણાવામાં સ્પર્ધાની હેડમાં દોડ મૂકી છે. જો કે તે સર્વે કંઈ એક ગતિથી દોડી શકવાના નથી. છતાં સમસ્ત વિશ્વમાં માનવે ઘડિયાળની ગતિ કરતાં પણ વધુ તેજ ગતિથી દોડની સ્પર્ધા લગાવી છે. અરે! દોડવાની વાત જવા દે ઉડવા માંડયું છે. જરા ઊભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42