Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 19
________________ ૨૪૮ નિપૂણ હતા. અન્યને પણ ચોરી લૂટ-ફાટ કરવાનું શિખવતા હતા. મુસાફરાને લૂટવા, ગામ-નગરને લૂટવા અને ખૂન કરવા, વગેરે પાપથી પરિપૂર્ણ વ્યવસાય કરતા હતા. તેમાં જ જીવન વ્યતીત કરતા હતા. તેની સ્કંદશ્રી નામની પત્નીથી તેને એક પુત્ર ઉત્પન્ન થયા હતા. તેનું નામ અલગ્નસેન હતુ, તે પૂર્વ જન્મમાં ઈંડાના વ્યાપારી હતા. નિન્હેવ નામના તે વ્યાપારીએ નગરમાં ઈંડાના વ્યાપાર ખૂબ જમાવ્યે હતા. કેટલાયે પક્ષીઓના હજારા ઈંડા તે વેચતા હતા. તે પેાતે ખાતે હતા અને ખવરાવતા હતા. આ કાર્યમાં તેને સહાયકર્તા પાંચસા માણસા હતા. જંગલમાં જઈને તે પક્ષીઓના ઇંડા લઈ આવતા હતા. રસોઇમાં પકાવતા હતા, વેચતા હતા. એમ વિવિધ રીતે પાપ વ્યાપાર કરતા હતા. આમ અનેક પ્રકારનું મહાભયંકર પાપ આચરીને તે નિન્હેવ – અ'ડવણિક એક હજાર વર્ષનું આયુષ્ય પૂરુ' કરીને ત્રીજી નરકમાં ઉત્પન્ન થયા. સાત સાગરેાપમ અર્થાત્ અસંખ્યાતા વર્ષે તે નરકમાં પરમાધામીએ દ્વારા તથા અન્યાન્ય દ્વારા મહા દુઃખ અને ચાતના ભગવી નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે આ ચોરપલ્લીમાં વિજયચોરને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયે. તેનું નામ અભગ્નસેન છે. પૂર્વ જન્મના સંસ્કારને કારણે તે આ જન્મ મનુષ્યના પામ્યા પણ પાપના મહાચોર થયે.. અને પુનઃ પાપ વ્યાપાર કરવા લાગ્યા. તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યાં. તે સમયે તેના પિતા મૃત્યુ પામ્યા. પરિણામે તેને પાંચસેા ચોરા સહિત તેની ગાદી પર એસાડવામાં આવ્યેા. હવે તે તે ચોરસેનાધિપતિ બન્યા. પિતાથી પુત્ર ચોરપણામાં સવાચા નીકળ્યા. મહાપરાક્રમી ચોરી કરવા લાગ્યા. પુરિમતાલ નગરના રાજા અને મંત્રીએ પણ ચિંતાગ્રસ્ત થઈ ગયા. પ્રજાજને પણ ત્રાસી ઉઠયા તેમણે મહાખલ રાજાને રક્ષણ આપવા વિનતિ કરી, લૂંટફાટ, માર-કાટ, ચોરી-હિંસા વગેરે સર્વ પ્રકારના મહાલય'કર પાપા કરવાવાળા તે અભગ્નસેનને અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પકડવામાં આવ્યેા. તેને આજે ફાંસી આપવા માટે હાજર કરવામાં આવ્યે છે. હે ગૌતમ ! તમે હમણાં જે પ્રસંગ જોયા તેની આ કહાણી છે, તે આ જ અલગ્નસેન છે જેને વધસ્તભ પર લટકાવવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42