Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૨૪૭ સાથે પુરિમતાલ નગરમાં પધાર્યા. ભગવાનને નિવાસ ઉદ્યાનમાં હતા. દેવતાઓએ સમવસરણની રચના કરી. પ્રભુએ દેશના આપી. નગરવાસી દેશનાનું શ્રવણ કરીને વિદ્યાય થયા. ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુની આજ્ઞા લઈ ગેચરી માટે ગયા. તે પુરિમતાલ નગરના રાજમાર્ગો પરથી જતા હતા. ત્યાં તેમણે એક પ્રસંગ જોયે. અનેક હાથી-ઘોડા ઊભા હતા. બખ્તર ધારણ કરેલા રાજરૌનિકે ઉભા હતા. એ સર્વની વચમાં એક માણસને શિર્ષાસનની દિશામાં રાખીને વધસ્તંભની સાથે બાંધીને રાખ્યા હતા. વળી તેના કાન-નાક પણ કાપી લેવામાં આવ્યા હતા, અને નગરના ચૌટામાં નિશ્ચિત સ્થાન પર બેસાડવામાં આવ્યો હતો. વળી તેની આજુબાજુ રહેલા પહેલવાને ચાબૂકથી મારતા હતા. તે પછી તેના આઠ કાકાઓને મારવામાં આવ્યા, તે પછી તેની આઠ કાકીઓને, ત્યાર પછી તેના પુત્ર, પુત્રવધુઓ, પુત્રીઓ, જમાઈ, પૌત્ર-પૌત્રી, પત્નીને પણ મારવામાં આવી. તે ઉપરાંત માસા, માસી, મિત્રો, સ્નેહીઓ, સગાં-સંબંધો સર્વને રાજનૈતિક સૈનિકે ખૂબ મારતા રહ્યા, જેથી આ જોઈને તે માણસને દુઃખ થાય. એનાથી પણ કરૂણાજનક સ્થિતિ તો એ હતી કે તે માણસને વધસ્તંભ પર લટકાવી શસ્ત્રો દ્વારા તેના શરીરને ભાલા દ્વારા વિધવામાં આવ્યું અને તેમાંથી નીકળતા માંસને તેને જ ખવરાવવામાં આવ્યું અને તેનું લોહી પણ તેને જ પીવરાવવામાં આવ્યું. આવી ક્રૂર સજા અને કરૂણતાથી ભરેલે પ્રસંગ રાજમાર્ગ પર પસાર થતા ગણધર ગૌતમ સ્વામીએ જોયે, તેમના મુખમાંથી ઉગાર નીકળી પડયા. અરેરે! સાક્ષાત્ નરકનું દશ્ય ખડું થયું છે. તેમનું મન દુઃખથી ભરાઈ ગયું. તે સમવસરણમાં બિરાજમાન પ્રભુ પાસે પહોંચ્યા, અને પ્રભુ પાસે જોયેલા દશ્યનું વર્ણન કર્યું અને પૂછ્યું. “હે કરૂણવંત ! એ માણસ કોણ છે. તેને દેષ શું છે? તેનું આ પાપ આ જન્મનું છે કે ગત જન્મનું છે?” ભગવાન મહાવીરે કહ્યું, “હે ગૌતમ! આ પરિમતાલ નગરની બહાર બહુ મોટી ચેરપલ્લી છે. પહાડની વચમાં તે આવેલી છે. તેમાં ગુફાઓ પણ છે. એ ચેરપલીમાં મહાભયંકર પ્રસિદ્ધ વિજય નામે ચેર રહેતું હતું. તેના હાથ નીચે પાંચસે ચોર હતા. સૌને સેનાપતિ વિજય હતું. તે મહાક્રૂર અને હિંસક હતા. પ્રબલ પ્રહારી તથા શુરવીર હતે. પરસ્ત્રીલંપટ અને સર્વ પાપ કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42