Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬૪ (૪) વિરૂધ ગમન – રાજ્યના નીતિ નિયમ વિરૂદ્ધ ચાલવું. જે દેશમાં તમે રહો તેના નીતિ નિયમ પ્રમાણે ચાલવું. પરંતુ જે વસ્તુને વ્યાપાર રાજ્યના કાયદાથી વિરૂદ્ધ હોય તેને વ્યાપાર કરે તે ચોરી છે. તેને ત્યાગ કર. નહિ તે વિરુદ્ધ રાજ્યાતિક્રમને દોષ લાગશે. (૫) સ્કૂલ ફંડમાણે (ખોટા માપ તેલ) વ્યાપારના ક્ષેત્રમાં વસ્તુની લેવડ દેવડમાં માપ તેલની પધ્ધતિ હોય છે વસ્તુ ત્રાજવામાં તેલીને આપતી વખતે જે તેમાં ઠગવિદ્યા કરે તે તે ચોરી છે. કપડા વગેરે માપીને આપવામાં આવે છે. કોઈ વસ્તુ ગણત્રીથી આપવામાં આવે છે. તેમાં છેતરપીંડી કરવી તે ચોરી છે. એક તે વ્યાપારી ભાવ તે અધિક લે છે. પછી શા માટે માપ તેલમાં ચોરી કરવી ? ગ્રાહકને તે વાતનું જ્ઞાન નથી. તેની આંખમાં ધૂળ નાંખીને, મધુર વાણથી તેનામાં વિશ્વાસ પેદા કરવો તે ચોરી છે. વ્યાપારની નીતિ: લેકે એવું માને છે કે એવી સચ્ચાઈ રાખીએ તે વ્યાપાર ન થાય. તેમાં કમાણી શું થાય? આ ધારણ બેટી છે. તીર્થંકર પરમાત્માએ ગૃહસ્થને વ્યાપાર કરવાની કયાં મના કરી છે તેઓ જાણે છે કે ગૃહસ્થને આજીવિકા માટે વ્યાપાર કરવો જરૂરી છે. ધર્મશાસ્ત્રોમાં પણ વ્યાપાર ન કરે તેવી વ્યર્થ આજ્ઞા કરી નથી, શાસ્ત્રકારોએ તો એમ કહ્યું છે કે પાપ વ્યાપાર ન કરશે, વ્યાપારમાં ચોરી-કપટ ન કરે અસત્ય ન આચરે. ઉદરપૂર્તિ કરવી આવશ્યક છે. પણ તેને અર્થ એ નથી કે ગમે તેમ કરીને વ્યાપાર કરે. તે પ્રમાણે તો કૂતરા બિલાડા પણ ઉદર પૂતિ કરે છે. પશુ-પક્ષી, વેશ્યા જેવી વ્યકિતઓ પણ પેટ ભરે છે. કસાઈ પશુઓને કાપીને પેટ ભરે છે. ચોર લૂંટારા સર્વ કે ઈ પેટ ભરે છે તે શું તે પદધતિથી પેટ ભરવા જેવું છે? - તમે વિચાર કરો કે તમે ઉચ્ચ કુટુંબમાં જન્મ લીધો છે. ઉચ્ચ કુલમાં તથા ઉત્તમ વંશમાં તમે જન્મ લીધો છે. મારુ ખાવું-પીવું, વૃત્તિ-પ્રવૃત્તિ-વ્યાપાર, વગેરે એવા ન હોવા જોઈએ જે મારા કુળને, જાતિને કે વંશને કલંક લગાડે કેવળ ઉદરપૂતિ માનવ જીવનનું લક્ષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42