Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 37
________________ २६॥ दौर्भाग्यं प्रेष्यतां दास्यमगच्छेदं दरिद्रताम् । अदत्तात्तफलं ज्ञात्वा स्थूलस्तेयं विवर्जयेत् ॥ ચોરી કરવાથી ભાગ્ય-સૌભાગ્ય વિનાશ પામે છે અને દુર્ભાગ્ય પાપીની સબત છોડતું નથી. દરેકના પાપ કર્મને ઉદય થતું રહે છે. અશુભ પાપ કર્મનો ઉદય દુઃખ દુર્ભાગ્ય છે. પૂર્વ પુણ્યદયે ચોરને ચોરીમાં ભલે તત્કાળ ધનાદિનો લાભ મળે પરંતુ તે સમયે ભયનું દુઃખ, અને નવા કર્મબંધનું દુઃખ તે તે ભોગવે છે. વળી ચારીના કાર્યથી જન્માંતરોનું પુણ્ય નષ્ટ થઈ જાય છે. પછી સવળા પડતા બધા જ પાંસા અવળા પડે છે અને ચોર કારાગૃહમાં પહોંચી જાય છે. એમ ન સમજતા કે ચોરી કરતાં પકડાયેલા ચાર જ કેવળ ચોર છે અને બાકીના સર્વ શાહુકાર છે. ચોરને સંભવ છે કે ચોરી કરતા આવડી નહિ હોય અથવા તેને અસત્ય બોલીને ચોરીના બચાવ કરતા આવડે નહિ હોય. તેથી તે કારાગૃહ ભેગો થયે હેય. જે તેણે ચતુરાઈ પૂર્વક ચેરી કરી હેત, અસત્ય આદિમાં તે નિપુણ હેત તે સંભવ છે તે પકડાઈ ગયે ન હેત “છીંડે ચઢે તે ચોર” જેવું છે. બાકીના શાહુકાર થઈને ફરે. વળી કોઈવાર નિર્દોષ માણસ પણ પકડાઈ જાય છે અને દેષીત છૂટી જવા પામે છે. કિંકરતા-ગુલામી એક પ્રકારનું ચોરીનું ફળ છે. ધારોકે તમે કેઈ ઘરમાં ચોરી કરી છે. જન્માંતરે તમારે તેના ઘરે નોકર થઈને મજુરી કરવી પડે અને બદલામાં નાણું ઘણું અલ્પ મળે. એમ ભૂતકાળમાં કરેલી ચોરીની રકમ ચૂકવવી પડે. ગુલામી, દાસત્વ, કરપણું વગેરે ચોરીનું એક પ્રકારનું ફળ છે. ખાસ પ્રકારની ચોરીની સજા શારીરિક પરાધીનતા, જેલની સજા, અંગોપાંગની વિકળતા, છેદન ભેદન છે. ભયંકર ચોરીના કૃત્યનું પરિણામ તે તિર્યંચ અને નરક ગતિની ભયંકર યાતના છે. - ચોરના જીવનમાં દરિદ્રતા કે નિર્ધનતા લખાયેલા હોય છે. કદાચ ચોરીમાં ધન પ્રાપ્તિ થાય તે પણ તે દીર્ઘ કાળ ટકતું નથી. અથવા જે રહે તે આપસ આપસમાં સંઘર્ષ થાય છે. તેઓ અંદર અંદર લડીને મૃત્યુ પામે છે. આ જન્મમાં જેલની સજા ન થાય તે પણ ચોર ઘણું દુઃખ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42