________________
૨૫૪
ભારે શંકામાં આવી પડયો. કાંટે કાઢયા વગર હવે છૂટકો જ ન હતે. કાનમાંથી આંગળી કાઢી નીચે નમી બંને કાન ઘૂંટણની વચમાં દબાવી દીધા અને કાંટે જલદી ખેંચી કાઢો. પરંતુ તેના કાનમાં ભગવાનના ઉપદેશના બે ચાર વાકયે તેની અનિચ્છા છતાં ઘૂસી ગયા. તે વાક હતા –
सअनिमि नयणा मणकज्जसाहैणा पुप्फदाम अभिलाणा । चउरंगुलेण भूमि न च्छुवति सुरा जिण या बिति ॥
ભાવાર્થ—અનિમિષ આંખેવાળ, ઈરછાનુસાર કાર્ય સિદ્ધિ કરવાવાળા, જેમના કઠે ધારણ કરેલી પુષ્પમાળા એવી છે કે જે કરમાતી નથી, કે સૂકાતી નથી, વળી સદી ધરતીથી ચાર આગળ ઉપરે ચાલવાવાળા દેવતા હોય છે.
હિણેય રાજમહેલમાં ચોરી કરવા ગયે, પરંતુ ત્યાં કંઈ માલ હાથ લાગ્યો નહિ દિવાલ કૂદીને નાસવા જતાં દ્વારપાળે તેને પકડી લીધો. પ્રાતઃ સમયે રાજ સમક્ષ હાજર કરવામાં આવ્યો. પરંતુ ચોરીનું કોઈ પ્રમાણ ન મળવાથી ન્યાયનીતિ અનુસાર તે એ સમયે સજાને પાત્ર ન થયે. આથી તેની વિશેષ કસેટી કરવા બુદ્ધિ નિધાન અભય મંત્રીને સોંપવામાં આવ્યો.
રોહિણેય ચોર અત્યંત ચતુર હતું. આથી અભયકુમારે યુક્તિપૂર્વક પરીક્ષા કરવાની યોજના કરી. તેને સ્વર્ગ સમા ભવ્ય રાજમહેલના એક ખંડમાં રાખવામાં આવ્યું. દેવાંગના સમી દાસીઓ દ્વારા એને ખૂબ મદિરા પીવડાવી, પછી તેને પૂછયું, હે સ્વામીનાથ! ઊઠો, આ સ્વર્ગ છે. તમે અહીં આ કેવી રીતે આવ્યા? તમે શું શુભકાર્ય કર્યું હતું ? સ્વર્ગીય સુખ ભોગવતા પહેલા અહીં દરેકે પોતાના શુભાશુભ કાર્યોનું નિવેદન કરવું જરૂરી છે. તેમણે માન્યું હતું કે નશામાં ચકચૂર આ ચોર સત્ય વાત જણાવી દેશે. પણ ચોરી અને અસત્યને ભારે મૈત્રી હોય છે. પછી ચોર સત્ય કેવી રીતે બેલે? આ સમયે ચોગાનુગ પ્રભુની દિવ્યવાણીનું રહિણેયને સ્મરણ થયું. તે વાકય અનુસાર તેણે વિચાર્યું કે જે સ્વર્ગ હોય તે દેવાંગનાઓની આંખે અનિમેષ હોય, તે અધર ચાલતી હોય. પણ તેવું તે જણાતું નથી તેથી સમજી ગયે કે આ સ્વર્ગ નથી પણ ષડયંત્ર છે. આથી તેણે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org