Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૨૪૯ તીર ભાલા દ્વારા તેના શરીરને વીધીને તેમાંથી નિકળતું માંસ તેને જ ખવરાવવામાં આવે છે. તેનું જ લેહી તેને ખવરાવવામાં આવે છે. એ ભાયંકર વેદના જોગવી રહ્યો છે. તેના તીવ્ર પાપનું ફળ આજે તેને મળી રહ્યું છે. હે ગૌતમ! આ સજા કે યાતના કંઈજ નથી. આ નગરમાં કરેલા ચોરીના કૃત્યને કારણે તેને પકડી લેવામાં આવ્યું છે. પરંતુ આ ઉપરાંત આજ દિવસ સુધી તેણે અનેક ચોરીએ, અને લૂંટફાટ કરી છે. અનેક જીવોની હિંસા કરી છે. દારૂ જુગાર માંસહાર કર્યા છે. ગત જન્મમાં કરેલા ઈડાના પાપ વ્યાપારનું કર્મ પણ હજી શેષ રહ્યું છે. તેની સજા તે ઘણી ભયંકર છે. સાડત્રીસ વર્ષની યુવાવસ્થામાં ફાંસી દ્વારા મૃત્યુ પામીને તે રત્નપ્રભા નામની પહેલી નરકમાં ઊત્પન્ન થશે. ત્યાં એક સાગરોપમનું આયુષ્ય મહાદુઃખમાં પસાર કરશે. અહીંની અપેક્ષાએ તે મહાભયંકર સજા અને વેદના પરમાધામીઓ દ્વારા સહન કરશે. ત્યાંથી નીકળીને તિર્યંચાદિ ગતિમાં મહાદખ પામી સાતમી નરક સુધીની તીવ્ર યાતના ભેગવશે. કરેલા કમ કયાં છૂટશે? એક અપેક્ષાએ હિંસા કરતા પણ ચેરી મહાપાપ છે - ऐकस्सैकं क्षणं दुःख, मार्यमाणस्य जायते । सपुत्र-पौत्रस्य पुनर्यावज्जीवहते धने ॥ હિંસા ભયંકર પાપ છે તેમાં કંઈ શંકાને સ્થાન નથી છતાં પણ એક અપેક્ષાએ હિંસા દ્વારા થતા મરણની વેદના અમુક ક્ષણની હોય છે. પરંતુ જે કંઈની ધનસંપત્તિ છીનવી લેવાથી તે વ્યક્તિ જીવનભર દુઃખી થાય છે. તે હંમેશા આર્તધ્યાન કરી રડતી રહે છે. કેઈ તે ગાંડા પણ થઈ જાય છે તે ઉપરાંત પરિસ્થિતિવશ તેના પુત્ર પૌત્રો ને પણ એ કારણથી દુઃખ ભોગવવું પડે છે. આમ ધન હરણનું દુઃખ વ્યકિત જીદગીભર ભેગવે છે. કારણકે ધન પણ માનવીના જીવનની અતિ આવશ્યક વસ્તુ છે. તેથી તેને પણ પ્રાણ તરીકે કહેવામાં આવે છે. વ્યવહારમાં ધન એ અગ્યામાં પ્રાણ છે : શાસ્ત્રોમાં જીવના વ્યવહાર દ્રવ્યપ્રાણ દસ બતાવ્યા છે પાંચ ઈદ્રિ, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, આ દસ પ્રાણુ છે, તે પ્રાણેમાંથી કેઈપણ પ્રાણુની હિંસા કરવી તે મહાપાપ છે. લેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42