Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 17
________________ ૨૪૬ ચોરને પ્રાત્સાહન આપવા આ અઢાર પ્રકારની ક્રિયા કરવાથી ચોર તૈયાર થાય છે. આ ચોર પ્રસૂતિના ભેદ કહેવાય છે. આવા. દોષમાં ન પડાય તે માટે સાધકે આ જાવું જરૂરી છે અને જાણીને તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવા જેથી આપણા નિમિત્તથી કેાઈ ચોર ચોરી કરવા પ્રેરાય નહિ કે નવા ચોરના જન્મ ન થાય આપણા સહ કાર કે સહુયેગથી કેાઈ ચોરી કરવા ન પ્રેરાય તેનું ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. ચોરના સહભાગી થવું તે પણ મહા પાપ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી એ અપરાધી બ્રાહ્મણની આંખા તેા કઢાવી નાંખી પણ તેને સાથ આપવાવાળા તેના સમસ્ત પરિવારની આંખે પણ્ કઢાવી અને તે સર્વને ફાંસી આપી નાશ કર્યાં. શ્રી હેમચંદ્રાચાય જી એ યેગશાસ્ત્રમાં પ્રકાશ્યું છે કે सम्बन्दपि निगृहयेत चौर्यान्मण्डिकवन्नृपैः । ગૌડદેશના પાટલિ પુત્રના રાજા મૂળદેવે પ્રસિદ્ધ એવા મહાચોર મડિકને પકડયેા તેને પકડવા તે એક સમસ્યા હતી. ધૂતની સાથે ધૃતતા કરી પકડયા તેની સાથે તેના પરિવારને પડી તે સને એક સાથે એક સખી સજા કરી અર્થાત્ કોઈ કુટુબમાં જો એક ચોર પાકે છે તેા તેની સાથે તેના સંપૂર્ણ પરિવારને કલંક લાગે છે અને તેમને પણ સજા ભાગવવી પડે છે. તેના પરિવાર સામે સૌ આંગળી ચીધે છે અને તેની નિંદા કરે છે. પુત્ર પુત્રી પૌત્રને પણ ભવિષ્યમાં સમાજ દ્વારા અપમાનિત થવું પડે છે. આમ સાથી, સંબંધી સૌ દુઃખી થાય છે. મિત્ર સ ંબંધી પર પણ ઘણું માટુ' સકટ આવે છે. સૌને ઘણું સહન કરવુ પડે છે. એક ચોર ચોરી કરે પણ તેનો સાથે કેટલા સગા સ્વજનાને સહન કરવુ પડે છે ? અભગ્નસેન ચારને વધસ્ત`ભની પર સજા ૪૫ આગમામાં ૧૧ અંગ સૂત્રેામાં ૧૧મા અંગ શ્રી વિપાક સૂત્રમાં દુઃખ વિપાકના ત્રીજા અધ્યયનમાં અભશ્નસેન ચોરનું અય્યન છે. ભારત દેશના પુરિમતાલ નગરના રાજા મહાબલ હતા. નગરની બહાર અમેાધદન નામનું ઉદ્યાન હતું. એકવાર ભગવાન શ્રી મહાવીર પ્રભુ પેાતાના શિષ્ય ગૌતમ સ્વામી આદિ વિશાળ પરિવારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42